સ્વચ્છતાનું મહત્વ
સ્વચ્છતાનું મહત્વ


એક ગામ હતું. તે ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી હતી. ગામના બધા જ બાળકો આ શાળામાં ભણવા જતા હતા. આ શાળાના શિક્ષકો ભણતરની સાથે જીવન જરૂરી મૂલ્યોનું પણ સુંદર શિક્ષણ આપતા હતા. આ શાળામાં એક વિદ્યાર્થી ભણતો હતો. તેનું નામ રજુ હતો. આ રજુ ભણવામાં ખુબ જ હોંશિયાર હતો. વળી તે ખુબ જ સંસ્કારી અને વિવેકી હતો. શાળાના શિક્ષકોમાં રજુ બધાને ખુબ જ વ્હાલો હતો.
હવે એક દિવસની વાત છે. શાળામ રજી ઓક્ટોબર નિમિતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી. ગાંધીજીને સ્વચ્છતા ખુબ જ પ્રિય હતી. એટલે શાળામાં પણ આ દિવસે સ્વચ્છતાને લગતી વિવિધ સ્પર્ધાઓ અને પ્રોગ્રામ કરવામાં આવ્યા. જેમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેને ખ્યાલ આવ્યો કે પોતાની શેરી વારે વારે બીમાર કેમ પડે છે. કેમ કે તેની શેરીમાં સ્વચ્છતાનો અભાવ હતો. આ બધું જોઇને રજુને સ્વચ્છતા પ્રત્યે
સભાનતા આવી. તેને પણ પોતાની શેરી અને ગામ સાફ બનાવવાનું મનમાં નક્કી કર્યું.
આ અંતે તેને શની રવિના બે દિવસ નક્કી કર્યા. તેને આ બે દિવસ જાતે જ જઈને ગામના ગંદકીવાળા વિસ્તારોમાં જાતે સફાઈ કરવાની શરૂઆત કરી. આ જોઈ ગામના લોકોને ખુબ જ નવાઈ લાગી. તેમને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાયું. બીજા દિવસે સોમવારે આ વાત શાળાએ પહોંચી કે રજુ એ શની રવિ બે દિવસ મહેનત કરીને ગામની સફાઈ કરી છે. આ સાંભળી શિક્ષકો ઘણા ખુશ થયા. તેઓ બીજા બાળકોને લઈને ગામની બીજી શેરીઓ અને વિસ્તારોમાં સફાઈ કરવા પહોંચી ગયા.
શાળાના શિક્ષકો અને બાળકોને ગામની સફાઈ કરતાં જોઇને ગામ લોકોને પણ પોતાની ભૂલનો એહસાસ થયો. એ લોકો પણ બધાની સાથે સ્વચ્છતામાં જોડાયા. એટલું જ નહી, હવે પછી એ લોકો જ્યાં ત્યાં ગંદકી નહિ કરે તેવી પણ પ્રતિજ્ઞા કરી. અને આ ગામ હંમેશા માટે સાફ બની ગયું.