PAYAL MALI

Children Inspirational

3  

PAYAL MALI

Children Inspirational

સુંદરની સુંદર વાણી

સુંદરની સુંદર વાણી

2 mins
1.7K


એક હરીપુરા નામનું ગામ હતું. ત્યાં બે મિત્રો રહેતા હતા. સોનું અને મોનું. એક દિવસ બપોરના સમયે જનક સાધુ ગામમાં આવ્યા. તે સાધુ ભૂખ્યા હતા. એટલે તેઓ ગામમાં ભિક્ષા માટે ઘરે જમાવા લઇ ગયા. સાધુએ આ બંને મિત્રોથી પ્રસન્ન થઈ તેમણે એક એક પોપટ આપ્યા. અને કહ્યું, ‘હું એક વરસ પછી પાછો આવીશ. ત્યાં સુધી તમે આ પોપટને ઉછેરજો. એમાં મોતી નામનો પોપટ મોનું એ રાખ્યો. અને સુંદર નામનો પોપટ સોનું એ રાખ્યો. જનક સાધુ એ કહ્યું જે પોપટનો ઉછેર સારી રીતે નહિ કરે તેની પાસેથી પોપટ પાછો લઇ લેવામાં આવશે.

સોનું અને મોનું તેમના પોપટને સારું સારું ખવડાવતા અને સારું સારું બોલતા પણ શીખવાડતા. તેમાં સોનુંનો પોપટ દિવસે દિવસે જીદ્દી થવા લાગ્યો. મોનુંનો પોપટ મોતી ખુબ જ હોંશિયાર બની ગયો. અને સારું સારું બોલતા શીખી ગયો.

સોનુને તેના પોપટની ચિંતા થવા લાગી. તેણે મોનુંને પૂછ્યું, ‘મારો પોપટ સુંદર તારા મોતી જેવો હોંશિયાર કેમ નથી થતો.’ મોનુંની પાસે સોનુની વાતનો કોઈ જવાબ ન હતો. થોડા દિવસમાં તો સુંદરની ટેવો ખુબ જ ખરાબ થઈ ગઈ. તે આખો દિવસ કામ વગરની બુમો પાડતો અને ખરાબ શબ્દો પણ બોલતો થઈ ગયો હતો.

બીજા દિવસે સવારે મોનું સોનુના ઘરે રમવા માટે ગયો. ત્યાં જઈને જોયું તો સોનું તેની બહેન સાથે દફતરની બાબતમાં ઝઘડો કરી રહ્યો હતો. મોનુએ તે બંને ને સમજાવીને શાંત કર્યા. પછી સોનું, મોનું અને સોનુનો ભાઈ બધા રમત રમવા લાગ્યા. થોડીવાર રમતા રમતા વળી પાછો એમની વચ્ચે ઝઘડો થઈ ગયો. સોનું તેના ભાઈ સાથે સાથે જોર જોરથી ઝઘડવા લાગ્યો. મોનું એ બધાને શાન્ત કર્યા. એટલામાં વળી સોનુની બહેન બાજુના ઘરે તેની બહેનપણી સાથે ઝઘડો કરીને ઘરે આવી. આ બધું જોઈને મોનું બધું જ સમજી ગયો.

મોનું સોનુને તેના ઘરેથી લઈને બહાર ગયો. તેણે સોનુને તેઓ પોપટ સુન્દર કેમ બગડી ગયો છે તે સમજાવતા કહ્યું, ‘તમે બધા રોજ સુંદરના દેખતા જ ઝઘડો કરો છો, મારામારી કરો છો, અપશબ્દો બોલો છો પછી સુંદર એવું જ શીખે ને! જો તમે સુંદરને જોતા અને સંભાળતા સારી મીઠી અને પ્રેમની વાતો કરશો તો સુંદર પણ એવું જ શીખશે.

સોનુને પણ આ વાત બરાબર સમજાઈ ગઈ. તેણે ઘરે જઈને પોતાના ભાઈ બહેનને પણ આ બધી વાત સમજાવી દીધી. તેના ભાઈ બહેન પણ બધી વાત સમજી ગયા. એ બધાએ હવે ખુબ સાવચેતીથી અને વિવેક પૂર્વક બોલવાનું નક્કી કર્યું. અને આ બધું જોઈને સોનુનો પોપટ સુંદર પણ સરસ મજાની મીઠી અને વિવેકી વાણી બોલવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children