STORYMIRROR

LALITA MALI

Children Inspirational

5.0  

LALITA MALI

Children Inspirational

સથવારો મારા સાહેબનો

સથવારો મારા સાહેબનો

3 mins
4.0K


એક નાનકડા ગમમાં એક નવા મકાનવાળી શાળા બની. ૫૨ વર્ષની વયના તે શાળાના હેડમાસ્તર ચંપકલાલ સ્વભાવે ખુબ જ પ્રેમાળ, ઉત્સાહી અને માતૃહદયી હતા. આજ ગામમાં એક છોકરો રહેતો તેનું નામ અક્ષય. તે એક મધ્યમ વર્ગનો ગરીબ છોકરો હતો. આ અક્ષયને શાળા સાથે વેર. રમવાની ઉમરમાં તેણે પાંચ કલાક શાળામાં બેસવું ગમે નહિ. બીજું બાજુ હેડમાસ્તર ચંપકલાલ સાહેબે નક્કી કરેલું કે ગામનું એક પણ બાળક અભણ નહિ રહે. એટલે ચંપકલાલ અક્ષયના ઘરે તેના માં-બાપને મળવા ગયા. તેના માં-બાપને મળ્યા. ત્યાં જાણવા મળ્યું કે અક્ષયને શાળામાં આવવું ગમતું નથી. ચંપકલાલ માસ્તરને ચિંતા થઈ.

બીજા દિવસે સવારે ચંપકલાલ માસ્તર અક્ષયના ઘરે ગયા, અને હસતા મુખે કહ્યું, ‘ચાલો નિશાળ જઈએ.’ અક્ષયે નીચી નજર રાખી જવાબ આપ્યો, ‘ના’.

‘જો બેટા શાળાએ તો નવી નવી રમતો રમવાની, નવા નવા ગીતો અને કવિતા ગાવાની અને મિત્રો સાથે એકડો ઘૂંટવાની મજા પડે.’ ચંપકલાલે મીઠા શબ્દોમાં અક્ષયને સમજાવાની કોશિશ કરી.

‘ના ...ના...ના...’ અક્ષય એકનો બે ન થયો. પણ ચંપકલાલ પણ એમ હાર મને એવા ન હતા. તે અક્ષયની પગ પર હાથ મૂકી શાળાએ ચાલ્યાં ગયા.

પછી તો આ ક્રમ દરરોજનો બની ગયો. ચંપકલાલ રોજ શાળાએ જવા નિકળે ત્યારે અક્ષયના ઘરે તેણે બોલાવવા જાય અને અક્ષય પણ રોજ જુદા જુદા બહાના બતાવીને શાળાએ જવાનું ટાળે રાખે. ચંપકલાલ મનમાં હસીને શાળાએ ચાલ્યાં જાય. પછી તો શાળા સમય બાદ ચંપકલાલ અક્ષય સાથે અગડમ બગડમ રમવા જાય. રમતા રમતા અક્ષયને સરસ મજાની વાર્તાઓ પણ કહે. અક્ષયને તો રમવાની અને વાર્તાઓ સાંભળવાની ખૂબ મજા પડે.

ઘણા દિવસોના પ્રયત્ન પછી એક દિવસ એવો આવ્યો કે અક્ષય ચંપકલાલ સાથે શાળાએ જવા માટે તૈયાર થયો. એ દિવસે સૌને મહેનતનું મીઠું ફળ મળ્યાનો સંતોષ થયો. હવે ચંપકલાલને તમનો ભેરુ અને અક્ષયને તેનો સથવારો મળી ગયો. હવે ચંપકલાલ અને અક્ષય રોજ સાથે સાથે નિશાળ જવા લાગ્યા.

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. અક્ષય છઠ્ઠા ધોરણમાં આવી ગયો. ચંપકલાલને નિવૃત થવામાં હવે માત્ર આંઠ મહિના બાકી હતા. છતાં અક્ષય અને ચંપકલાલ એકબીજાનો સથવારો બની રહ્યા. જાણે કે બંનેને એકબીજાનું વ્યસન થઈ ગયું હોય. ઘરના ઓટલે અક્ષય સાહેબની રાહ જોઈને બેઠો હતો. પણ આજે ચંપકલાલ આવ્યા નહિ. શાળામાં ઘંટ વાગ્યો, પણ ચંપકલાલ આવ્યા નહિ. આ છ વરસમાં પહેલો દિવસ એવો હતો જયારે અક્ષયને ચંપકલાલ વગર એકલા શાળા એ જવાનું હતું. શાળાએ પહોંચ્યા પછી અક્ષયને જાણવા મળ્યું કે ચંપકલાલ સાહેબ કોઈ બીમારીનો ભોગ બન્યા છે. આ સંભાળીને અક્ષયની આંખો આંસુથી ઉભરાઈ ગઈ.

એ દિવસે રાત્રે અક્ષય ચંપકલાલ સાહેબના ઘરે ગયો. સાહેબને પથારીમાં બિમાર સુતેલા જોઈને અક્ષયનું હદય ભરાઈ આવ્યું. તેને પોતાની શાળાનો પ્રથમ દિવસ યાદ આવ્યો. ચંપકલાલ સાહેબે કેટલી ધીરજથી અને મહેનતથી પોતાને શાળામાં લઇ જવાના પ્રયત્નો કર્યા હતા. અક્ષયે નક્કીઓ કર્યું, મારા ગુરુની સેવા હું નહિ કરું તો બીજું કોણ કરશે, આમ નક્કી કરી તે સાહેબની સેવા કરવા લાગી ગયો. સતત ત્રણ દિવસ સુધી અક્ષયે સાહેબની સેવા કરી. અને પરિણામે સાહેબ સાજા થઈ ગયા.

ચાર-પાંચ દિવસ પછી ચંપકલાલ પથારીમાંથી ઊભા થયા. તે અક્ષયની સેવા જોઈને ગદગદ્ થઈ ગયા. તે અક્ષયને ભેટી પડ્યા. એકબીજાનાં દુઃખમાં જે સાથ આપે તે જ સાચો સથવારો.


Rate this content
Log in

Similar gujarati story from Children