સરનામુ સંતોષનું
સરનામુ સંતોષનું
નિત્યક્રમ મુજબ હું સાંજે વોકિંગમાં જતો હતો ત્યાં થોડે દૂર ચલણી નોટ દેખાઈ જેની નજીકજ એક ગાય ઊભી હતી. મેં તુરત ઝડપ વધારી ને નોટ લઈ લીધી. બે નોટ હતી એક પચાસની ને બીજી વીસની. કુલ સીતેર રૂપિયા મેં તો ખીસામાં મૂકી દીધા. (રસતા વચ્ચે પડેલ રૂપિયા ના લેવાય એમ વિચારી ચાલ્યો ગયો હોત તો ગાય ખાઈ જાત કે જેમાં એને પણ કંઈ લાભ નહતો. )થોડા દિવસ પછી હું શ્રીનાથજી ગયો. ત્યાં બપોરે જમી ને આવતો હતો ત્યારે નવેક વરસની એક છોકરી પાંચ સાત વરસના તેના ભાઈ સાથે સામેથી આવતી હતી. મેં બેય ને બિસ્કિટની ઓફર કરી પણ તેણે એમ કહ્યું કે બરફી ખાવી છે એટલે અમે ધિરજધામની બાજુમાં નાકોડા સ્વીટ્સ નામની સરસ દુકાને ગયા. મારા કહેવા મુજબ દુકાનદારે બેય ને ત્રણ ત્રણ બરફી અલગ અલગ કોથળીમાં દીધી. મેં પૂછ્યું કે હવે કઈં લેવું છે ?તો ગુલાબજાંબુ માગ્યા. દુકાનદારે બરફીની જેમજ બે અલગ અલગ કોથળીમાં ત્રણ ત્રણ ગુલાબજાંબુ આપી દીધા.મેં પાછું કહ્યં કે હજી કઈં લેવું હોય તો ખુશી થી લઈ લ્યો. મને એમ કે કૈંક ફરસાણ લેય તો મીઠા માથે તીખું ખારું પણ ખાવા થાય. પણ બેય મારી સામું ખુશ થઈ આભારવશ બોલ્યા કે હવે કઈં જોતું નથી. એટલું કહી બેય ખુશ થતા થતા આભારવશ થઈ ચાલ્યા ગયા. મને પણ તેમના સંતોષ તરફ માન થયું કે મીઠાઈની દુકાનમાં કેટલું બધું હતું તેમજ મેં આગ્રહ પણ જે જોતું હોય એ લેવાનો કર્યોજ હતો. અહીં સુધી તો બરોબર પણ ખરી મજા તો ત્યારે આવી કે મેં જયારે દુકાનદાર ને પૂછ્યું કે કેટલા રૂપિયા આપું.? તો તેણે કહ્યું કે ૭૦ રૂપિયા............ખરેખર વિચારીયે તો આપણે નિમિત્ત જ છીએ સંચાલન કોઈક અમોઘ શક્તિ (ભગવાન / ઈશ્વર/ વિધાતા જે કહો એ ) જ કરેછે એમ અનુભવતો હું ધીરજધામ ચાલ્યો ગયો. (ઘટના માર્ચ ૨૦૧૮ ની છે નાથદ્વારા માં ધીરજ ધામ ની નજીક નાકોડા સ્વીટ્સ નામ ની દુકાન છે ) મેં તે દુકાનદાર ને પણ ૭૦ રૂપિયા ની વાત કહી તો તે બોલ્યો કે સાબ સબ ઉપરવાલે કી મરજી સે હી ચલતા હૈ. (બે નાના બાળકો ખુબ આગ્રહ છતાં પણ મને રસ્તામાંથી મળેલા ૭૦ રૂપિયા નું જ લઈ ને ચાલ્યાજાઈ એ ઘટના ઘણું બધું સમ્જાવીજાય એવી લાગી છે. પોરબંદરમાં કોઈના ખીસામાંથી સીતેર રૂપિયા પડી ગયા જેમાં નાથદ્વારા ના બે બાળકો તેમજ નાકોડા સ્વીટ મીઠાઈની દુકાનવાળાનું લેણું હતું જેમાં હું તો માત્ર નિમિત્ત બન્યો હતો. સમાજમાં સહુ સંતોષની વાતો ખુબ કરે છે પણ તે દિવસે મને સંતોષનું સરનામું જડ્યું. અને તે હતું ગરીબની ઝૂંપડી.
