STORYMIRROR

RAMESH HATHI

Inspirational

3  

RAMESH HATHI

Inspirational

અંજળ પાણી

અંજળ પાણી

2 mins
258

નિત્યક્રમ મુજબ હું સાંજે વોકિંગમાં જતો હતો, ત્યાં થોડે દૂર ચલણી નોટ દેખાઈ. જેની નજીકજ એક ગાય ઉભી હતી. મેં તુરત ઝડપ વધારીને નોટ લઇ લીધી. બે નોટ હતી એક પચાસની. ને બીજી વિસની. કુલ સીતેર રૂપિયા મેં તો ખીસામાં મૂકીદીધા. (રસ્તા વચ્ચે પડેલ રૂપિયા ના લેવાય એમ વિચારી ચાલ્યો ગયો હોત તો ગાય ખાય જાત કે જેમાં એને પણકંઇ લાભ નહતો.)

થોડા દિવસ પછી હું શ્રીનાથજી ગયો. ત્યાં બપોરે જમીને આવતો હતો ત્યારે નવેક વરસની. એક છોકરી પાંચ સાત વરસના તેના ભાઈ સાથે સામેથી આવતી હતી. મેં બેયને બિસ્કિટની ઓફર કરી. પણ તેણે એમ કહ્યું કે બરફી ખાવી છે. એટલે અમે ધિરજધામની બાજુમાં નાકોડા સ્વીટ્સ નામની સરસ દુકાને ગયા. મારાકહેવા મુજબ દુકાનદારે બેય ને ત્રણ ત્રણ બરફી અલગ અલગ કોથળીમાં દીધી. મેં પૂછ્યું કે હવે કઈં લેવુંછે ? તો ગુલાબજાંબુ માગ્યા. દુકાનદારે બરફીની જેમજ બે અલગ અલગ કોથળીમાં ત્રણ ત્રણ ગુલાબજાંબુ આપી દીધા. મેં પાછું કહ્યં કે હજી કઇં લેવું હોય તો ખુશીથી લઇ લ્યો. મને એમ કે કૈંક ફરસાણ લેય તો મીઠા માથે તીખું ખારું પણ ખાવા થાય. પણ બેય મારી સામું ખુશ થઇ આભારવશ બોલ્યા કે હવે કઇં જોતું નથી. એટલું કહી બેય ખુશ થતા થતા આભારવશ થઇ ચાલ્યા ગયા. મને પણ તેમના સંતોષ તરફ માન થયું કે મીઠાઈની દુકાનમાં કેટલું બધું હતું તેમજ મેં આગ્રહ પણ જે જોતું હોય એ લેવાનો કર્યોજ હતો.

અહીં સુધી તો બરોબર પણ ખરી મજા તો ત્યારે આવી કે મેં જયારે દુકાનદાર ને પૂછ્યું કે કેટલા રૂપિયા આપું.? તો તેણે કહ્યું કે ૭૦ રુપિયા. ખરેખર વિચારીયે તો આપણે નિમિત્ત જ છીએ સંચાલન કોઈક અમોઘશક્તિ જ કરેછે એમ અનુભવતો હું ધીરજધામ ચાલ્યો ગયો.

ઘટના માર્ચ ૨૦૧૮ની છે. નાથદ્વારામાં ધીરજ ધામની નજીક નાકોડા સ્વીટ્સ નામની. દુકાન છે. મેં તે દુકાનદારને પણ ૭૦ રૂપિયાની વાત કહી તો તે બોલ્યો કે "સાબ સબ ઉપરવાલે કી મરજી સે હી ચલતા હૈ. (બે નાના બાળકો ખુબ આગ્રહ છતાં પણ મને રસ્તામાંથી મળેલા ૭૦ રૂપિયાનું જ લઇ ને ચાલ્યા જાય એ ઘટના ઘણું બધું સમજાવી એવી લાગી છે.

પોરબંદરમાં કોઈના ખીસામાંથી સીતેર રૂપિયા પડી ગયા. જેમાં નાથદ્વારા ના બે બાળકો તેમજ નાકોડા સ્વીટ મીઠાઈની દુકાનવાળાનું લેણું હતું. જેમાં હું તો માત્ર નિમિત્ત બન્યો હતો. સમાજમાં સહુ સંતોષની વાતો ખુબ કરેછે પણ તે દિવસે મને સંતોષનું સરનામું મળ્યું.. અને તે હતું ગરીબની ઝૂંપડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational