પ્રેરણા
પ્રેરણા
વાત તો સાવ નાની જ છે પણ શાંત ચિત્તે વિચાર કરીએ તો ઘણું બધું સમજાવી જાય છે. ગઈકાલે ગામમાં ગયો હતો. ત્રણ નાની કાતર લેવાની હતી એટલે મારા નિયમ મુજબ નાના રેંકડીવાળા પાસે ગયો ને ભાવ પૂછ્યો તો એકનાં વીસ રૂપિયા કીધા. મેં તો સફેદ કલરની ત્રણ લઈ લીધી ને એને છુટા ૬૦ રૂપિયા આપ્યાં જે એણે સસ્મિત સ્વીકાર્યા. મારે તો ત્રણ લેવાની હતી એટલે બાર્ગેનિંગ પાવર તો હતો જ. હું સમજતો હતો કે ૫૦ ની ત્રણ માગીશ તો કમને મનથી થોડું કોચવાઈને પણ આપી દેશે.
મેં સાવ નિખાલસ ભાવે પૂછ્યું કે સાચું બોલો ૫૦ ની ત્રણ માંગી હોત તો આપી દેત કે નહીં ?
તેનો જવાબ મારા શરીરમાં ઍક હળવું લખલખું પસાર કરી ગયો.
મને કહે સાહેબ હજી કોરોનાની આર્થિક કળ વળી નથી અમારા જેવા નાના રેંકડીવાળા પાસેથી લેવાવાળા પણ ઓછા છે માથે વ્યાજના ચક્કર ચડે છે ને લેણદારોની સતત ઉઘરાણીઓ ચાલુ જ છે ના આપું ને જાવ ક્યાં ? નાના માણસ સાથે ભાવમાં રકઝક ના કરવાની.
ભગવાને મને દીધેલ વિચારસરણી બદલ એનો પાડ માનતો માનતો હું ચાલ્યો ગયો.
