Prakash Kubavat

Children Inspirational

2.5  

Prakash Kubavat

Children Inspirational

સોનું સુધારી ગઈ

સોનું સુધારી ગઈ

3 mins
8.8K


સોનુ ગર્ભશ્રીમંત પપ્પાની એકની એક લાડકી દીકરી હતી. પપ્પાના વધારે પડતાં લાડથી તે બગડી ગઈ હતી. તેના વર્તનમાં ઉદ્ધતાઈ આવી જતી હતી. કોઈ સાથે સરખું બોલતી પણ નહી. તેના મમ્મી સરોજબેનને આવું વર્તન ના ગમતું પણ સોનુ મમ્મીની વાત કાને ધરતી નહી.

એક દિવસ શાળાએથી છૂટીને ઝાનવી, રીંકલ અને એકતા સોનુને રમવા બોલાવવા આવી પણ સોનુ તેની સાથે બહાર રમવા ના ગઈ. તે કહે, "મને તો ટીવી જોવું અને મોબાઇલમાં ગેઇમ રમવી જ ગમે. મને ધૂળ અડે તો સહેજ પણ ગમે નહી."

સોનુના મમ્મી કહે, "આખો દિવસ ઘરમાં જ ભરાઈ રહે છે અને મોબાઇલમાં ગેઇમ જ રમે છે. એના કરતાં આ તારી બહેનપણી સાથે બહારા રમવા જતી હોય તો !" પણ મમ્મીની વાત માને એ બીજા.

સોનુ શાળામાં પણ કોઈ સાથે ભળતી નહી. એક દિવસ આરતીએ કહ્યું કે, "ચાલ ખો-ખો રમવા. અમે બધા અત્યારે રિસેસમાં ખો-ખો રમવાના છીએ."

આરતીની વાત સાંભળી સોનુ કહે, "મારા સ્કૂલ શુજ પાંચ હજાર રૂપિયાના છે. તે બગડી જાય. ધૂળમાં કોણ રમે ?" હવે નિશાળમાં પણ કોઈ તેને બોલાવતું નહી. તે દરરોજ શાળાના મેદાનમાં એકલી જ નાસ્તો કરતી. કોઈ તેને હેરાન ના કરે તે માટે મેદાનના છેવાડે રિસેસમાં એકલી બેઠી બેઠી સારો નાસ્તો કરે.

પણ એક દિવસ રિસેસમાં એક કૂતરું ભસતું ભસતું દોડતું આવ્યું. સોનુ એકલી બેઠી હતી, તેના તરફ દોડ્યું. કૂતરાને પોતાના તરફ આવતું જોઈ સોનુ નાસ્તાનું લંચબોક્સ મૂકીને "બચાવો... બચાવો..." કરતાં ભાગવા લાગી. કૂતરાને તો આટલું જ જોઈતું હતું. કૂતરો સોનુનો બધો નાસ્તો ખાઈ ગયો.

શાળાની છોકરીઓ તથા તેના વર્ગની છોકરીઓ લક્ષ્મી, ઋત્વી અને જાનવીએ આ જોયું. તે તરત દોડીને તેની પાસે ગઈ. સોનુ ને કહ્યું કે તું રડીશ નહી. કૂતરું હવે ચાલ્યું ગયું છે. અમે તારી પાસે જ થોડીવાર રહીએ છીએ. અમે હજુ અમારો નાસ્તો ખોલ્યો પણ નથી. અમે લાંચબોક્સ ખોલતા હતા ત્યાં જ તારો અવાજ સંભળાયો. કૂતરાને પણ તારી પાછળ દોડતું જોયું.

જાનવીએ કહ્યું કે, "જો સોનું, અમે હજુ નાસ્તો કર્યો નથી. તું ઇચ્છે તો અમારી સાથે નાસ્તો કરી શકે છે. તારા જેવો મોંઘો નાસ્તો અમારો ના હોય, પણ જે કાઇ અમારી પાસે છે તેમાથી તને થોડો થોડો આપીશું. સમૂહમાં આપણે બધા નાસ્તો કરીએ."

વળી આરતી કહે કે, "શાળાની આજુબાજુ નાસ્તો મળતો નથી અને રજા પડવાને ઘણીવાર છે. માટે પ્લીઝ અમારી સાથે નાસ્તો કરી લે."

"પ્લીઝ.. પ્લીઝ.. પ્લીઝ.." બધી છોકરીઑ એકસાથે બોલી ઉઠી. સોનું બધાના આગ્રહને ન ટાળી શકી. બધાએ સમૂહમાં નાસ્તો કર્યો અને અલક મલકની વાતો કરી. સોનુને નાસ્તામાં અને વાતો કરવામાં ખુબજ મજા પડી. આજે પહેલી વખત તે ખીલી ઊઠી. નાસ્તો કર્યા પછી બધી છોકરીઓ ખો-ખોની રમતા રમવા લાગી. સોનુને પણ આજે ખો-ખોની રમત રમવાની ઇચ્છા થઈ. બધી બહેનપણીઓ સાથે તે પણ રમતમાં જોડાઈ. ખો-ખો રમવાની તેને ખુબજ મજા આવી.

પછી તે દરરોજ શાળામાં બધા સાથે બેસીને સમૂહમાં નાસ્તો કરતી. ઘરે પણ શેરીની બહેનપણીઓ સાથે રમવા જવા લાગી. હવે તો ટીવી અને મોબાઈલ બંને ઓછા થઈ ગયા હતા. સોનુના મમ્મી પણ સોનુમાં આવેલું પરીવર્તન જોઈ ખુબજ ખુશ થઈ ગયા.



Rate this content
Log in

Similar gujarati story from Children