સોબતની અસર
સોબતની અસર


એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક સુંદર મજાની પ્રાથમિક શાળા હતી. ગામના બધાજ બાળકો હોંશે હોંશે આ શાળામાં ભણવા જતા હતા. શાળાના શિક્ષકો પણ ખુબ માયાળુ હતા. તે બાળકોને ખુબ પ્રેમ અને આનંદથી ભણાવતા હતા.
હવે આ ગામમાં રામાભાઈ નામનો એક માણસ રહેતો હતો. તેને શાકભાજી વેચવાનો ધંધો હતો. તેને બે દીકરીઓ હતી. એક આશા અને બીજી નિશા. આ બંને દીકરીઓ પણ આ ગામની શાળામાં ભણવા જતી હતી. જેમાં આશા તો રોજ નિયમિત ભણવા જતી હતી. પણ નિશા ભણવામાં નિષ્કાળજી રાખતી હતી. તે ઘણીવાર શાળામાં જવાને બદલે વગડામાં રખડતી હતી. અને આશાને પણ કહેતી કે જો તું ઘરે જઈને પપ્પાને કહીશ તો હું તને મારીશ. નિશા મોટી હતી. અને આશા નાની હતી. એટલે આશા નિશાથી ડરતી હતી. એટલે તે પણ ઘરે જઈને કશું કહેતી નહિ.
અમને આમ ઘણા દિવસ સુધી ચાલ્યું. નિશા શાળાના સમયે ઘરેથી નીકળતી. પછી શાળાએ જવાને બદલે વગડામાં રખડતી. અને શાળા છૂટવાનો સમય થાય એટલે પાછી આશા સાથે ઘરે આવી જતી. આમ રખડવાને લીધે તેની કેટલાક ખરાબ લકો સાથે કુસંગત થઇ. આવા ખરાબ લોકોની કુસંગતને લીધે નિશા વ્યસનના રવાડે ચડી ગઈ. તે ગુટખા ખાવા લાગી. એટલું જ નહિ સિગારેટ પણ પીવા લાગી. વળી વ્યાસન કરવા માટે તેની પાસે પૈસા ન હોતા. એટલે તે ધીમેધીમે ઘરમાં ચોરી પણ કરવા લાગી.
એમ કરતા કરતા ૬ મહિના જેટલો સમય પસાર થઇ ગયો. વ્યસન, સિગારેટ, અને ગુટખા ખાવાને લીધે તેની શરીર બગડવા લાગ્યું. અને એક દિવસ તે ખુબ જ બીમાર પડી ગઈ. અને ઘરે જ રહી. તેને પિતા તેને દવાખાને લઇ ગયા. તે દવા લઈને ઘરે આવ્યા. ડોકટરે તેને આરામ કરવાનું કહ્યું હતું. એટલે તે ઘરે આરામ કરતી હતી. આ વાતની જાણ આશા મારફત શાળાના શિક્ષિકાબેનને થઇ. તે નિશાના વર્ગના બાળકોને લઈને નિશાની ખબર કાઢવા નિશાને ઘરે આવ્યા.
બેનને આવેલા જોઇને નિશા તો ગભરાઈ જ ગઈ. તેને ખબર પડી ગઈ કે હવે મારા ઘરે બધાને ખબર પડી જશે કે હું ઘણા મહિનાથી નિશાળ નથી જતી. શિક્ષિકાબેન અને નિશાન પિતા વચ્ચે બધી વાત થઇ. પણ બેને નિશાના પીતાને સમજાવ્યા કે તે નિશાને વઢશે નહિ. પછી બેન નિશાની બાજુમાં બેઠા. તેની પીઠ પર હાથ ફેરવી તેનો ડર દૂર કર્યો. અને બધી હકીકત પૂછી. બેનનો પ્રેમ જોઈ નિશા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અને પોતાની બધી ભૂલ કબુલ કરી. અને પોતાની ભૂલ બદલ માફી પણ માંગી.
બેને તેને માફ કરી દીધી. અને તેને સુધરવાની એક તક આપી. પછી તો નિશા ખુબ ડાહ્યી થઇ ગઈ. તેને ખરાબ માણસોની સોબત છોડી દીધી. વ્યાસન પણ છોડી દીધું અને રોજ નિશાળે જવા લાગી. સમય જતાં નિશા ખુબ ભણી. ભણી ગણીને હોંશિયાર થઇ. અને મોટી થઈને તે પોલીસની પરીક્ષામાં પાસ થઇ. અને આઈ.પી.એસ. અધિકારી બની.
ખરાબ સોબત અને વ્યાસન આપણને બરબાદ કરે છે. એટલે આપણે વિદ્યાર્થી જીવનમાં ખુબ જ્સવાધાની રાખવી જોઈએ.