સમયપાલન
સમયપાલન
એક ગામ હતું. તે ગામમાં એક સરસ મજાની પ્રાથમિક શાળા હતી. આ શાળામાં ગામના બાળકો ભણતા હતા. તે બાળકોમાં એક મોહન નામનો બાળક પણ ભણતો હતો. આ મોહન ભણવામાં ખુબ જ હોંશિયાર હતો. તે ભણવાની સાથે સાથે રમત-ગમત અને ઈતર પ્રવૃતિઓમાં પણ ખુબ જ હોંશિયાર હતો. આ મોહનને વાર્તાઓ ખુબ સુંદર આવડતી હતી. તે સરસ મજાની વર્તો કહેતો હતો. અને લખતો પણ હતો. શાળામાં હંમેશા વાર્તા કહેવામાં મોહન જ વિજેતા બનતો હતો.
હવે એક દિવસની વાત છે. મોહનની શાળામાં એક વખત એક સંસ્થા ધ્વારા વાર્તાલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ વાર્તા સ્પર્ધામાં દરેક બાળકે પોતાને ગમતી વાર્તા લખવાની હતી. શાળાના બધા બાળકો અને શિક્ષકોને એમ હતું કે આ સ્પર્ધા મોહન જ જીતશે. આ વાર્તા લખવા માટે એક મહિનાનો સમય હતો. મોહનને એમ કે ઓહો હજી તો એક મહિનો બાકી છે, લખીશું શાંતિથી. શું ઉતાવળ છે ! આવી હળવાશમાં અને હળવાશમાં સમય વીતતો ગયો. અને મોહન આ સ્પર્ધા ભૂલી જ ગયો.
હવે સ્પર્ધાનો સમય પૂરો થવામાં આવ્યો. હવે બે જ દિવસ બાકી હતા. અને અચાનક મોહનને સ્પર્ધા યાદ આવી. તેને ખુબ જ મહેનત કરી. પણ બે દિવસમાં તે વાર્તા સારી લખી શક્યો નહિ. અને સ્પર્ધામાં તેનો નંબર લાગ્યો નહિ. જયારે પરિણામ આવ્યું ત્યારે મોહન હારી ગયો હતો. બીજી કોઈ શાળાનું બાળક વિજેતા બન્યું હતું.
હવે મોહનને પોતાની ભૂલ સમજાઈ હતી. તેને વાર્તા લખવામાં આળસ કરી હતી. તેને જો સમયસર પોતાનું કામ પૂરું કર્યું હોત તો તે ચોકાસ વિજેતા બનત. હવે મોહને નિશ્ચય કર્યો કે તે પોતાનું બધું જ કામ સમયસર જ પૂરું કરશે.