શિયાળ અને છોકરો
શિયાળ અને છોકરો


એક હતો કુકડો અને એક હતું શિયાળ. બંને પાક્કા ભાઈબંધ હતા. એક દિવસની વાત છે. કૂકડે અને શિયાળે ભેગા મળીને બોરડી વાવી હતી. કુકડો તો દરરોજ બોરડીને પાણી પીવડાવે. પણ પણ શિયાળ તો કોઈ દિવસ બોરડીને પાણી ના પાય. એમ કરતાં કુકડાંની બોરડીએ તો બોર આવ્યા. અને શિયાળભાઈની બોરડી તો સાવ સુકાઈ જ ગઈ.
હવે એક દિવસ શિયાળ તો હડકાયું થયું. એતો કૂકડાની આખી બોરડી ખાઈ ગયું. પછી કુકડાને પણ ખાઈ ગયું. પછી ઉભા રસ્તે દોડ્યું જતું હતું. ત્યાં રસ્તામાં એક ડોસો મળ્યો. ત્યારે તેને કહ્યું,
કદસી બોર કાચા ખાધા
કદસી બોર પાકા ખાધા
કુકડો કુદાવી ખાધો
હવે ડોસા તારો વારો
એમ કરીને ડોસાને પણ ખાઈ ગાયો. ત્યાંથી વળી આગળ ગાયો. ત્યાં એક ડોસી છાણા ઠેપતી હતી. ત્યારે તે ડોસીને કહે,
કદસી બોર કાચા ખાધા
કદસી બોર પાકા ખાધા
કુકડો કુદાવી ખાધો
વાડ કરતો ડોહો ખાધો
હવે ડોસી તારો વારો
એમ કહીને એતો ડોસીને પણ ખાઈ ગાયો. આગળ જતા રસ્તામાં એક છોકરી ભાત લઈને જતી હતી. ત્યારે શિયાળે એ છોકરીને કહ્યું,
કદસી બોર કાચા ખાધા
કદસી બોર પાકા ખાધા
કુકડો કુદાવી ખાધો
વાડ કરતો ડોસો ખાધો
છાણા ઠેપતી ડોસી ખાધી
હવે છોકરી તારો વારો
એમ કરીને પછી તે છોકરીને પન્ખાઈ ગાયો. આગળ જતાં એક છોકરો ગાડું લઈને જતો હતો. પછી શિયાળે એ છોકરાને પણ કીધું,
કદસી બોર કાચા ખાધા
કદસી બોર પાકા ખાધા
કુકડો કુદાવી ખાધો
વાડ કરતો ડોસો ખાધો
છાણા ઠેપતી ડોસી ખાધી
ભાત લઇ જતી છોકરી ખાધી
હવે છોકરા તારો વારો
આ સાંભળી છોકરો બોલ્યો, તે બધાને તો ખાઈ લીધા, પણ મને ખાવો એમ્ સહેલો નથી. મને ખાતા પહેલાં તારે મારી સાથે એક શરત લગાવી પડશે. શિયાળ કહે સારું હું શરત માટે તૈયાર છું. છોકરો કહે આપને બંને દોડવાની હરિફાઈ લગાવીશું. હું ગાડું દોડાવીશ. તારે ગાડા નીચે દોડવાનું. જે પહેલાં પહોંચી જાય તે જીત્યો.
શિયાળ તો કહે મને મંજુર છે. અને શિયાળ તો દોડવા માટે તૈયાર થઈ ગયું. શિયાળ દોડવા માટે ગાડા નીચે આવ્યું, છોકરાએ ગાડું તેના ઉપર ચલાવી દીધું. અને શિયાળ ગાડા પૈડા નીચે દબાઈને મારી જ ગયું. અને આખું ગામ હડકાયા શિયાળના ભયમાંથી મુક્ત બન્યું.