Zahid Sora

Children

3  

Zahid Sora

Children

શાયર અને નીર

શાયર અને નીર

2 mins
536


એક યુવાન હતો શામો. તે મજુરી કરી ગુજરાન ચલાવતો હતો. તેને એક સુંદર સુશીલ કન્યા મળી અને ઘરસંસાર માંડ્યો. સમય જતા તેમને બે પુત્ર થયા. એકનું નામ શાયર અને બીજાનું નામ નીર. એકવાર ગામમાં દુકાળ પડ્યો. એક દિવસ પત્નીને કોઈ ઉપાડી ગયું. એને કેટલી શોધી પણ પત્તો ન લાગ્યો. છેવટે છોકરા લઇ પરદેશ જાવા નીકળ્યો. રસ્તામાં નદી આવી. બંને પુત્રને એક સાથે નદીના બીજા કિનારે લાઇ જવા શક્ય ન હોવાથી એકને સાફાના એક કટકાથી એક છેડે બાંધ્યો. અને બીજા છોકરાને સામે કિનારે જઈને બીજા કટકાથી ત્યાં બાંધી ફરી પહેલા છોકરાને લેવા નદીમાં પડે છે.

પરંતુ પૂર આવવાથી પાણી એકદમ ધસી આવે છે. અને શામો એક જાળાંમાં ફસાઈ જાય છે. પરંતુ છોકરાઓને એમ કે બાપુ ગયા. તેથી મૉટે મૉટેથી રડવા લાગે છે. સવાર પડે ગામથી કોઈ ત્યાં નીકળ્યું અને બંનેને છોડ્યા અને પોતાના શહેરમાં લઇ ગયો. અને પાણીના જાળાં પાસેથી એક ડોશી નીકળ્યા અને બે પાંચ જણાને બોલાવી શામાં ને બહાર કાઢ્યો.

વખત જતા ભાઈઓ મોટા થઈ ગયા. ત્યાં શહેરમાં એક ગાંડો બળદ આવ્યો. ને શાયર અને નીર એ તેમની બહાદુરી બતાવી એને કાબુમાં કરી લીધો. ત્યાં રાજા આવેલા એમને એમની બહાદુરીને બિરદાવી રાજદરબારમાં લઇ આવ્યા. અને તેઓનું સન્માન કર્યું. અને તેની બંને રાજકુમારી સાથે લગ્ન કરી આપ્યા. તેઓની મા પણ આજ રાજમાં કેદી હતી. અને તે અંધારામાં નીકળવા ગયી તો રાજદારબારીઓને કેદી જ ભાગે છે એમ લાગતા એને કેદી બનાવી હતી. અને રાજા સમક્ષ હજાર કરી. બંને છોકરાઓ તેમની માને ઓળખી જાય છે. અને પૂછે છે આ બધું કેવી રીતે વીત્યું.

તો કહે મને કોઈ બુરખાધરી લઇ આવેલા. તેમને મને કેદીઓની બાજુમાં ઝાડ પાસે બાંધેલી. જ્યારે હું અંધમાં છૂટી અને ભાગવા ગઈ ત્યારે સૈનિકોને કેદી ભાગે છે એમ માની કેદમાં નાખી દીધી. અને રાજાને ખબર પણ ન પડવા દીધી. અને બન્ને મને વળગીને ખૂબ રડે છે.

રાજકુમારી સાસુ ન પગ ધોવે છે અને સુખેથી રાખે છે. છતાં કોઈ શાંતિથી રહી નથી શકતું. સૌને શામાની યાદ આવી રહી હોય છે. એ પણ ગામે ગામે ભટકી આ રાજમાં નદી કિનારે બેસી રહેતો હોય છે. એક વાર નિરે તેના પિતા જેવું જ કોઈ નદીએ બેઠેલું જોયું જઈને તપાસ કારવાઈ તો ખબર પડી કે કોઈ વ્યક્તિ દુઃખી છે પરિવાર નથી રહ્યો એટલે, એમને રાજમહેલમાં બોલાવ્યા. અને ચેહરો ઓળખતા ભેટી પડ્યા. આખો પરિવાર ફરી એક થઈને સુખે થઈ રહેવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children