શા માટે ?
શા માટે ?
એ સાંજ કંઈક અલગ હતી નિશા શાળાએથી ઘરે આવી. દફતર મૂકીને ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ, એના મોં પર ઉદાસી છવાઈ ગઈ હતી, કારણ ખબર ન હતું ઘરમાં કોઈની સાથે વાત કરવાનો એનો બિલકુલ મૂડ નહતો !
થોડીવારમાં મમ્મી માર્કેટમાંથી શાકભાજી લઈને ઘરે આવ્યા અને નિશાને આમ ઉદાસ બેસેલી જોઈને પૂછવા લાગ્યા શું થયું બેટા નિશા ? તબિયત ખરાબ થઈ ગઈ કે શું ? નિશા ચૂપચાપ હતી એણે ઉત્તર આપ્યો ન હતો. ફરીવાર મમ્મી નજીક આવી ને પૂછ્યું બેટા શું થયું, કંઈક તો બોલ તો ખબર પડે નિશાનો ચહેરો રડવા જેવું થઈ ગયો હતો. મોટા આંસુઓ આંખમાંથી ગાલ પર ઉભરાઈ આવવાની તૈયારીમાં હતા.<
/p>
નિશાએ પોતાનું માથું મમ્મીના ખોળામાં મૂકી દીધો અને તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી ! મમ્મી એ પૂછ્યું બેટા આમ રડવાથી શું ? શું થયું એ કહે.
નિશા બોલી મમ્મી આજે મને સ્કૂલમાં એક છોકરાએ ચિડવી મને ખૂબ ખરાબ લાગ્યું હું સ્કૂલમાં પણ રડી હતી, બેટા નિશા આમ રડવાનું હોય કોઈના ચિડાવવાથી ? એને તો સામો જવાબ ના આપવો જોઈએ ? તું તો મારી બહાદુર દીકરી છે રડવાથી ન ચાલે . કાલે જ્યારે શાળામાં જઈશ ત્યારે જો તારી સાથે આવું કંઈક બને તો સામો જવાબ આપીને આવજે જરૂર પડે તો બે લાફા મૂકી દેજે,બહાદુરી એ તારી અસ્તિત્વની પહેચાન છે દીકરીઓ શા માટે અપમાન સહન કરે ?