STORYMIRROR

Anisha Anjaria

Inspirational

3  

Anisha Anjaria

Inspirational

સેલ્ફી

સેલ્ફી

6 mins
29.3K


ફળીયામાં બાઈકનો અવાજ આવતાજ ટીવીનું રીમોટ બાજુ પર મુકી ઉતાવળા પગલે મમ્મી સ્મીતાબેન બહાર ફળીયા તરફ આગળ વધ્યા. દિકરા નયનને અંદર આવતો જોઈ મમ્મીએ ભાઈની રાહ જોઈ રહેલી પલકને ઉદ્દેશીને થોડા મોટા અવાજે, " બેટા... ભાઈ આવી ગયો છે " કહ્યું અને ત્યાંજ ભાઈની લાડકી બહેને દોડીને પોતે સ્કુલ કોમ્પીટીશનમાં ફર્સ્ટ આવી છે તેની વધામણી આપી ભાઈને ભેટી પડી. સાથે ભાઈએ પણ નાની બહેનની ખુશીમાં સામેલ થઈ લાગણીવશ થઈ બહેનને ભેટી અભિનંદન આપ્યા. થોડીજ વારમાં

"મમ્મી..ચાલ બહુ ભુખ લાગી છે જમવાનું પીરસતી થા હું હેન્ડવોશ કરીને આવું છું, " દિકરા નયને મમ્મીને સંબોધીને કહ્યું. "હા બેટા પીરસુ છુ, તમે બન્ને ભાઈ બહેન જમી લો. " મમ્મીએ ટેબલ પર ડીશ મુકતા કહ્યું. તરતજ નયન તરફથી વળતા જવાબની સાથે પ્રશ્ન આવ્યો, "મમ્મી પલક હજુ સુધી જમી નથી ? " જ્યારે ભાઈના સામા સવાલના જવાબમાં પલકે કહ્યું, "ના ભાઈ હું તારા માટે રાખડી લેવા ગઈ હતી, કાલે રક્ષાબંધન છે, તું ભુલી ગયો? જો કેવી સરસ રાખડી લઈ આવી છું. મારા ગ્રેટ ભાઈ માટે ગ્રેટ રાખડી," કહી વહાલથી ભાઈના ગાલ ખેંચ્યા અને નયનના ચહેરા પર લાગણીસભર હાસ્ય આવી ગયું. બન્ને ભાઈ બહેન જમવા બેઠા. જમતા જમતા નયન ગાઢ વિચારોમાં ડુબી ગયો અને તેને કોલેજથી વળતી વખતનો પ્રસંગ યાદ આવ્યો,

"સમીર હિંમત હોય તો મારી સાથે બાઈક રેસ લગાવી જો હમણાં ખબર કે કોણ કેટલા પાણીમાં છે," અભિમાની સ્વરે લાગણીશીલ છતાં તોફાની નયને ભાઈબંધ સમીરને ઉલ્લેખીને કહ્યું. સમીર થોડો શાંત પ્રકૃતિનો હતો એટલે એણે રેસ બાબતે અણગમો વ્યકત કર્યો. નયને પણ સ્વીકારી લીધુ કારણકે સમીર એનો ખાસ દોસ્ત હતો. પરંતુ એના ભાઈબંધોએ રેસ કરવા માટે નયનને ઉશ્કેરતા તેની અસર થતા નયને સમીરને રેસ લગાવવા માટે મજબુર કર્યો. પાંચ વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને એના માટે હાઈવેની પસંદગી કરવામાં આવી હતી. એટલામાં નયન ગાઢ વિચારો માંથી બહાર આવ્યો અને મમ્મીને કેવીરીતે સમજાવવી તે માટે મનોમંથન કરવા લાગ્યો. મમ્મીની અનુભવી આંખોએ દિકરો કાંઈક વિચારી રહ્યો છે તે સમજી તેને કારણ પુછતા મમ્મીને બાઈક રેસની ખબર પડે તો બાઈક ચલાવવાની મનાઈ આવે તે ડરથી મમ્મીને, ''હું મારા ફ્રેન્ડની પાર્ટીમાં જવાનો છું.'' તેમ કહી બાઈક લેવાનું એને વધારે યોગ્ય લાગ્યું. જો કે, મમ્મીએ પુછપરછ કરી પણ દિકરો ચપળ હોવાથી મમ્મીના પ્રશ્નોના જવાબ ખોટા પણ સહજતાથી આપ્યા.

જમીને ઉભા થયા ત્યાંજ પપ્પા આવ્યા ''અરે પપ્પા...આટલા જલ્દી ? '' નયને પુછ્યું, ત્યાંજ પપ્પાએ નયનના હાથમાં નવો મોબાઈલ મુક્યો, કે જે ખરીદવાની ઈચ્છા તે રાખતો હતો. ત્યારબાદ દિકરી ફર્સ્ટ આવી છે એટલે ચારેય સાથે કાર લઈને લોંગડ્રાઈવ પર જવા માટે વહેલા આવવાના કારણ સાથે સરપ્રાઈઝ આપેલ હોવાનું જણાવ્યું. બધા ખુબ ખુશ હતા અને નયન અને પલકે તો ક્યાં ક્યાં ફરવા જવું એના માટેના પ્લાનીંગ પણ બનાવી દીધા. જોકે નયન માટે બાઈક રેસની ઉત્સુકતા પણ કાંઈ કમ નહોતી. પાંચ વાગવા આવ્યા એટલે નયને "હું મારા ફ્રેન્ડની પાર્ટીમાં જઈ કલાકમાં આવું છું, તમે તૈયાર રહેજો, એટલે તરત આપણે ફરવા નીકળી જઈશુ " તેમ કહીને તે ઘરની બહાર નીકળી અને રેસના સ્થળે પહોંચ્યો. ત્યાં સમીર અને તેના સાથીદારો પણ પહોંચી ગયા અને કોણ વધારે ઝડપથી ડ્રાઈવ કરી શકે છે એ નક્કી કરવા રેસ શરૂ કરી. બન્ને માટે પોતાને બેસ્ટ સાબીત કરવાની આ ઘણી મહત્વની તક હતી. એટલે શરૂઆતમાં તો સમીર અને નયનની સ્પીડ લગભગ સરખી રહી પરંતુ નયનને તો જીતવુંજ હતુ એટલે તેણે પેતાના બાઈકની સ્પીડ વધારી. જ્યારે સમીર સમય સમજતો હતો એટલે એણે થોડા ઉંચા અવાજે નયનને આમ ન કરવા ટોક્યો. પણ નયન ઉપરતો પોતાની મહત્તા બતાવવાનું ભુતજ સવાર હતું એટલે એ એકનો બે ન થયો અને પોતાની સ્પીડ વઘારતોજ ગયો. તે જેમ જેમ સ્પીડ વધારતો ગયો તેમ તેમ તેના મોઢા ઉપર આભિમાની હાસ્ય રેલાતુ ગયુ અને સમીરને તેણે રેસમાં પાછળ રાખી દીધો હોય, આ ક્ષણને કેમેરામાં કેદ કરી અને શોશ્યલ મીડીયામાં અપલોડ કરવા સેલ્ફી લેવાની પણ ઈચ્છા થતાં ખીસ્સા માંથી નવો મોબાઈલ કાઢી અને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતાની સાથેજ બાઈક પરનો કાબુ ગુમાવી દીધો અને રસ્તા પર ફંગોળાયો અને બાઈક સાથે ઢસડાતા રસ્તાની સાઈડમાં આવેલા એક વિશાળ વૃક્ષ સાથે અથડાયો. ત્યાં આજુબાજુના માણસો એકઠા થઈ ગયા અને તાત્કાલીક ભાઈબંધો પણ પહોંચી ગયા અને સમયસર હોસ્પીટલે પહોંચાડી અને ટ્રીટમેન્ટ પણ શરૂ કરાવી દીધી.

જ્યારે આ તરફ નયનના ઘરના બધાજ સભ્યો તૈયાર થઈ ગયા હતા અને બસ ઘરના કુલદીપકનીજ રાહ જોવાતી હતી. પરંતુ નયનને સમય કરતા ઘણું મોડુ થઈ ગયુ હોય અને તેથી સ્વાભાવિક રીતેજ થતી ચિંતાના કારણે ઉત્સાહમાં થોડી ઝાંખપનો અનુભવ થઈ રહ્યો હતો. મમ્મી સ્મીતાબેન આજે અજુગતી બેચેની અનુભવી રહ્યા હતા. પપ્પા હીરેનભાઈ દિકરાને મોબાઈલ પર સતત કોન્ટેક્ટ કરવાની કોશીષ કરી રહ્યા હતા. જ્યારે નીની બહેન પોતાના ભાઈની આતુરતાપુર્વક રાહ જોતી ફળીયાના દરવાજાની બહાર તરફ ઉભી રહી હતી. ત્યાંજ હીરેનભાઈનો ફોન રણક્યો અને પલકે વચ્ચેથી ટોકતા કહ્યું કે, પપ્પા ભાઈનોજ ફોન હશે એને મોડુ થયું છે ને એટલે, પણ એને ખીજાતી નહીં હો....ત્યાંજ હીરેનભાઈએ ફોન પર દિકરાના હોસ્પીટલાઈઝડ થવાના સમાચાર સાંભતાજ તેમના પર જાણે આભ ટુટી પડ્યું. સ્મીતાબેન અને પલક ફોન બાબતે પુછવા લાગ્યા પણ હીરેનભાઈની જીભ થોથવાવા લાગી અને જમીન પર બેસી ગયા. પલક અને સ્મીતાબેન કારણ તો સમજી ન શક્યા પણ કાંઈક અજુગતુ બન્યાને ખ્યાલ આવી ગયો અને ફોન ચાલુ હોવાનો ખ્યાલ આવતાજ સ્મીતાબેને ફોન લઈ અને વાત કરતા સમીરે ખચકાટ સાથે પરિસ્થિતિ વર્ણવતા તેઓ હાંફળા ફાંફળા થઈ હોસ્પીટલે દોડી ગયા.

ત્યાં દિકરાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો જોઈ મમ્મીને થોડીક્ષણ માટે તેના બાળપણના સંસ્મરણો તાજા થઈ ગયા. દિકરો નાનો હતો અને નવું નવું ચાલતા શીખેલો ત્યારે હીરેનભાઈ અને સ્મીતાબેન કેટલા ખુશ હતા, અને અરે અરે બેટા પડી જઈશ... તેમ કહી ઉત્સાહી અવાજે સ્મીતાબેનતો બધુજ કામ બાજુ પર મુકી તેની પાછળજ દોડતા અને કાંઈ નવું પરાક્રમ કરે તો દો...ડીને ઉત્સાહથી હીરેનભાઈને ફોન કરતા અને હીરેનભાઈ પણ તેનું કામ બાજુ પર મુકીને દિકરાના પરાક્રમ પર ગર્વ લેતા અને એજ એમના હ્લદયનો ટુકડો આજે ઓપરેશન થીયેટરમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાને ખ્લાય આવતા તેઓ પોતાની લાગણી ઉપર કાબુ રાખી શક્યા નહીં અને ચોધાર આંસુએ રડી પડ્યા. જ્યારે હીરેનભાઈ સ્વસ્થતાનો નકાબ ઓઢી પત્નીને સાંત્વના આપી રહ્યા હતા અને પલક પણ આંખમાં આંસુ સાથે સુન-મુન બેઠી હતી.

સમય પસાર થતો ગયો. ઓપરેશન થીયેટરમાં અવર-જવર કરતા નર્સ કે ટોક્ટર સામે તેઓ દોડી જઈને આશાભરી નજરે જોઈ રહેતા અને ડોક્ટર કાંઈ કહયા વગર સાઈડ માંથી નીકળી જાય તો પાછા પોતાની જગ્યાએ ઉભા રહી જતા. બીજા દિવસે પલક હાથમાં રાખડી લઈને ઉભી રહી અને સગાસંબંધીઓને આંખમાં આંસુ સાથે કહેતી કે, ભાઈ હમણાં ઉભો થશેને એટલે હું એને રાખડી બાંધીશ, બધાની આંખોમાં પણ ઝળઝળીયા આવી જતા. છેવટે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને નયનને ભાન આવતાના સમાચાર સાંભળતાજ મમ્મી પપ્પા અને બહેન દોડી રૂમ તરફ ગયા. જાણે ત્રણેય વચ્ચે દોડવાની રેસ ન લાગી હોય, રૂમમા પહોંચતાની સાથેજ મમ્મી પપ્પા અને બહેન નયનને ભેટીને ખુબ રડયા અને પલકે હરખના આંસુ સાથે દવાખાનામાંજ રાખડી બાંધી દીધી. બધાની આંખોમાં ખુશીના આંસુ હતા. નયને હવે ક્યારેય આની ભુલ ન કરવાનું વચન આપ્યું. બસ ત્યાંજ સ્મીતાબેન તેમના દસવર્ષ પહેલાના સંસ્મરણો માંથી બહાર આવ્યા, તેમની આંખમાં ઝળઝળીયા હતા. દિકરાના યુવાનીની મસ્તીના લીધે એક કુટુંબ વેરવિખેર થઈ જાત, જો ભગવાનના આશીર્વાદ અડે ન આવ્યા હોત તો. હવે તો બાળકો એમનામાં પડી ગયા છે પણ આજેય કોઈને બાઈક સ્પીડમાં ચલાવતા જોઈ નયન પોતે પોતાની આપવીતી જણાવી અને તેને તેનું બાઈક ધીમે ચલાવવાની શીખામણ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational