komal Talati

Inspirational

4.6  

komal Talati

Inspirational

સૌભાગ્ય #સીધીવાત

સૌભાગ્ય #સીધીવાત

2 mins
89


મનિષા અને મનિષના લગ્નના દસ વર્ષ થયા હતા, બંનેના પ્રેમલગ્ર હતા, જીવન પણ પોતાની રીતે તેની મંજીલે પહોંચતો હતો. મા સ્વરૂપ સાસુ હતા જે મનિષાને પોતાની દિકરીની જેમ જ રાખતા હતા. મનિષા પણ એમને એટલો જ પ્રેમ અને આદર આપતી, બસ એમને એક જ વાતનું દુઃખ હતું કે તેમના ઘરે હજુ સુધી પારણું નહોતુ બંધાયું. સગાંસંબંધીઓ મનિષાને વાતવાતમાં સંભળાવી દેતા હતા, એને અહેસાસ કરાવતા હતા કે તે હજુ સુધી મા નથી બની, બોલનાર બોલીને પોતાનુ મન હળવું કરી દેતા પણ તેની અસર ધીરે ધીરે મનિષા પર થવા લાગી, તે વધારે ને વધારે મુંજાવા લાગી, ફૂલની માફક ખીલેલો ચહેરો ફિક્કો પડવા લાગ્યો હતો. તેની અસર મનિષ પર અને ઘરના બાકી સભ્યો પર પણ થવા લાગી.

આખરે એ સમય પણ આવ્યો. લગ્નના દસ વર્ષ પછી મનિષાને મા બનવાનું સૌભાગ્ય મળ્યુ. ઘરના બધા જ ખુશ હતા, સિવાય સાવિત્રીબેન ( મનિષાની સાસુ ) તેઓ પૌત્રની આશ રાખીને બેઠા હતા. તેમને પોતાનો વંશ વધારવા પૌત્ર જોઈતો હતો. તેથી અવારનવાર તેઓ મનિષને કહેતા પણ હતા કે.- " ડોક્ટરને ત્યા જઈને તપાસ કરાવી આવો કે દિકરો છે કે દિકરી ખબર પડે." ત્યારે મનિષ કોઈને કોઈ રીતે વાત ટાળી દેતો હતો. અને સાવિત્રીબેન ગમ ખાઈને માળા જપવા બેસી જતા. 

એ સમય પણ આવ્યો, જ્યારે મનિષાને દવાખાનમાં દાખલ કરવામાં આવી, થોડાક જ કલાકોમાં તેમને ત્યા દિકરી અવતરી. એક માતાપિતા તરીકે તેઓ ખુબજ ખુશ થયા, પરંતુ સાવિત્રીબેને તે બાળકીનું મોં પણ ન જોયુ અને ગુસ્સામાં નિરાશ થઈને કોઈને પણ કહ્યા વીના તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.

સમય પોતાની વેગે ચાલતો હતો. દિકરી પણ મોટી થઇ, મનિષાનું ગંભીર બીમારીના કારણે અકાળે અવસાન થયુ, તેના વિયોગમા મનિષ એકલો દિવસ પસાર કરતો, સાવિત્રીબેન પણ ઉંમરલાયક થયા હતા. મનિષને તેની દિકરી નેહાના લગ્નનો વિચાર આવવા લાગ્યો, પરંતુ નેહાએ મનિષની સામે એક શરત રાખી, તે ઈચ્છતી હતી કે લગ્ન પછી પણ તે મા અને બાનું ધ્યાન રાખી શકે, મનિષને એવો જમાઈ પણ મળી ગયો, 

નેહાની વિદાય વખતે સાવિત્રીબેનને ખુબ જ પસ્તાવો થયો હતો કે આ એજ દિકરી છે જેનુ મેં મોં પણ નહોતુ જોયુ, અને આજ સુધી ક્યારેય પ્રેમથી તેના માથા પર હાથ નહી રાખ્યો. ખરેખર દિકરીઓ સૌભાગ્યશાળી લોકોને ત્યાં જ અવતરણ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational