સાપુતારાની લોકપ્રિય મીના
સાપુતારાની લોકપ્રિય મીના
આ વાર્તા મીનાની હતી. તે ૧૦ વરસની છોકરી હતી જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં પ્રખ્યાત ગિરિમથક સાપુતારાની હતી. તે સાપુતારાના ટેબલ પોઈન્ટથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં રહેતી હતી. તે ટેકરીના રસ્તા પરથી અર્ધા કલાકમાં ટેબલ પોઈન્ટ પહોંચી જતી હતી.
સ્થળ ૧: મીનાનું ઘર
મીના સવારે ઊઠીને તૈયાર થઈને નાસ્તો કરવા નીચે બેસી હતી. ત્યાં એની માતા એને ગરમા ગરમ નાસ્તો પીરસતી હતી. મીનાએ નાસ્તો કરીને એની માતાને કહ્યું “નાસ્તો બહુ જ સરસ છે”. એને મીઠું સ્મિત આપ્યું પછી તેણે માતાને ભેટીને કહું હું શાળામાં જાઉં છું. માતાએ કીધું સંભાળીને જજે, એને કહ્યું હા માતા. મીનાના શાળાનો સમય થઈ ગયો હતો એટલે એ ફટાફટ એની બેગ લઈ શાળા માટે નિકળી ગઈ.
સ્થળ ૨: સાપુતારાનું ટેબલ પોઈન્ટ : મીનાની માતા સવારે મકાઈ વેચતી હતી. ત્યાં મોદી પરિવાર અહીંયા સાપુતારા ફરવા આવ્યા ત્યારે એમને મીનાની માતાની મકાઈ ખાઘી. એમને મજા પડી ગઈ ને તે વખાણ કરવા લાગ્યા ને કહ્યું અમે આવી મકાઈ ક્યારે નથી ખાધી. પછી મોદી પરિવાર રીનાની માતાના ભજીયા ખાવા બેસી ગયા. થોડી વારમાં ભટ્ટ પરિવાર આવ્યા મુંબઈથી ત્યારે મીનાની માતાએ એમને મકાઈ શેકી આપી. એમને પણ મકાઈ એટલી ભાવી કે એ પણ બહુ વખાણ કરવા લાગ્યા. આટલામાં શાળા છુટ્ટી ગઈ હતી એટલે મીના અહીંયા પહોંચી ગઈ એની માતાની મદદ કરવા. એના માતાની મકાઈના વખાણ સાંભળીને તે ખુબ જ ખુશ થઈ ગઈ.
પછી થોડી વારમાં જ મીના પણ માતા સાથે ઊભી હતી મકાઈ સાથે. ત્યાં જ મહેતા પરિવાર,સાેની પરિવાર, ઠાકર પરિવાર એને ગાંધી પરિવાર સુરતથી આવ્યા. ત્યારે મીનાએ ગરમા ગરમ મકાઈ મસાલા સાથે શેકી આપી એની માતાની જેમ. એ પરિવારોને પણ મકાઈ ખૂબ જ ભાવી ને કહ્યું મકાઈના સ્વાદનો તો જબાવ જ નથી. તે સાંભળીને એ આનંદપ્રદ થઈ ગઈ.
તેના મુખ પર કાયમ સ્મિત જ સ્મિત રહેતું. મહેતા પરિવારએ ખુશ થઈને મીનાને વધારે પૈસા આપતા હતા પરંતુ તેણે કહ્યું હું કોઈ પણ પાસેથી કિંમતથી વધારે પૈસા નથી લેતી. તેણે કહ્યું હું ફક્ત મહેનતના જ પૈસા લઉં છું. આ સાંભળીને તેની આવી રીતભાતથી મહેતા પરિવાર દંગ રહી ગયા. મકાઈ ખાઈને બધા પ્રવાસીઓ અહીંયા ફરવા ગયા .પછી અહીંયાનાે રમણીય નજારાે જોઈને પ્રસન્ન થઈ ગયા અને ત્યાંજ ઘોડેસવારી કરીને ખુશ થઈ ગયા.
મીના અહીંયા આવતા બધા લાેકાે સાથે સભ્યતાથી વર્તતી હતી અને એકદમ શાંત રહેતી. તે બહુ જ મહેનતું અને સ્વમાની હતી. તેનામા઼ં શિષ્ટચાર, સંસ્કાર અને વિવેક છલકાતા હતા. આટલી નાની ઉંમરમાં જ આવી વાતો સાંભળીને પ્રવીસીઓ સ્તબ થઈ જતા.
મીના ત્યાંના પ્રવાસીઓની જ નહી સ્થાયી લોકોની પણ પ્રિય બની ગઈ હતી. બધાને એ ખુબ જ વહાલી હતી.
બધી મકાઈ ખતમ થઈ ગઈ ત્યારે સૂર્યાસ્તનો સમય થઈ ગયો હતાે. પછી એ સૂર્યાસ્ત જોવા પ્રવાસીઓ સાથે અહીંયા જ થોડે દૂર પહોંચી ગઈ એને તેને એ જોઈને બહુ જ મજા આવી ગઈ ને પ્રવાસીઓનાે પણ આનંદિત થઈ ગયા.
તેના અદ્ભુત વ્યવહાર ને કારણે તે લોકો માટે જ નહીં એના ગામ માટે પણ મિસાલ ને પ્રેરણારૂપ બની ગઈ.
