સાચી મિત્રતા
સાચી મિત્રતા
એક નદી હતી. તે નદીમાં એક કાચબો રહેતો હતો. તે નદીના કિનારે એક ઝાડ હતું. તેની બખોલમા એક સસલું રહેતું હતું. નદીની નજીક કાચબો રોજ રમવા આવતો. કાચબો અને સસલો રોજ મળવા લાગ્યા. એમ કરતાં કરતાં તે બંને પાક્કા મિત્રો બની ગયા. જયારે કાચબો નદીની બહાર ના આવે તો સસલો એકલો પડી જાય.
એકવાર એક શિયાળ ત્યાં આવ્યું. તેણે સસલાને અને કાચબાને સાથે રમતા જોયા. સસલાને જોઈને તેને વિચાર આવ્યો. આ સસલું કેટલું સુંદર છે. અને આ કાચબો કેટલો વિશાળ છે. જો આ બંને મને ખાવા મળી જય તો મજા આવી જાય. પણ હું આ બંનેને એક સાથે કેવી રીતે પકડું ! જયારે કાચબો પાણીમાં જાય છે ત્યારે સસલું તેની પીઠ પર બેસે છે, અને જયારે સસલો બખોલમાં હોય છે ત્યારે કાચબો બખોલની બહાર બેસે છે. શિયાળે વિચાર કર્યો. બંનેને સાથે પકડવા શકય નથી. એટલે બંનેને એકલા જ પકડવા પડશે.
એક દિવસ કાચબાને પેટમાં દુખાવો ઉપાડ્યો. તે પથારીમાં પડ્યું પડ્યું પડખા ઘસતું હતું અને બુમો પાડતો હતું. સસલાથી આ જોઈને રહેવાયું નહિ. સસલાએ કહ્યું 'અહિયાથી બહાર ન નીકળતો. હું હમણાં જ દવા લઈને આવું છુ.' સસલું દવા લેવા ગયું. એટલો કાચબો એકલો પડ્યો. આ જોઈ શિયાળને લાગ્યું કે આ સારો મોકો છે. શિયાળે એક બેગ ખોલીને કાચબાની બાજુમાં મૂકી દીધી. પડખા ઘસતો કાચબો ક્યારે એ બેગમાં પૂરાઈ ગયો તેની તેને ખબર ન રહી. શિયાળ તે બેગ લઈને પોતાની ગુફામાં પર્વતમાં ચાલ્યો ગયો.
સસલું દવા લઈને બખોલમાં પાછો આવ્યો. જોયું તો તેનો મિત્ર કાચબો ત્યાં ન હતો. તેણે રસ્તામાં શિયાળને હાથમાં એક બેગ લઈને જતાં જોયું હતું. તેણે વિચાર્યું નક્કી તે શિયાળ જ આ કાચબાને ઉઠાવી ગયું છે. સસલું શિયાળના રસ્તામાં આગળ જઈને સુઈ ગયું. સસલાને રસ્તામાં પડેલું જોયું કાચબાને લાગ્યું કે આ સસલું મરી ગયું છે. આજે તો મને સસલો અને કાચબો બંનેનું ભોજન મળશે. આમ વિચારી શિયાળ કાચબાવાળી બેગ પોતાની ગુફામાં મૂકી રસ્તામાં પડેલા સસલાને લેવા પાછો આવ્યો. ત્યાં જઈને જોયું તો સસલો ન હતો. તે સસલાની તપાસ કરવા સસલાની ગુફા બાજુ ગયો. ત્યાં જઈને જોયું તો ત્યા પણ સસલો નહતો.
બીજી બાજુ સસલું ધીમેથી ઉઠીને શિયાળની ગુફામાં ગયું હતું. તેણે કાચબાને ધીમેથી બેગમાંથી બહાર કાઢ્યો. ત્યાં નજીકમાં એક મધપૂડો હતો. તેણે ધીમે રહીને તે મધપૂડો શિયાળની બેગમાં મૂકી દીધો. અને બંને જણ એક ઝાડ પાછળ સંતાઈ ગયા. થોડીવાર પછી શિયાળ પોતાની ગુફામાં પાછું આવ્યું. તેણે કાચબાને ખાવાના વિચારથી પોતાનું આખું મોઢું બેગમાં ઘાલ્યું. ત્યારે બધી જ મધમાખીઓ શિયાળ પર તૂટી પડી અને ચટકા ભરવા લાગી. શિયાળ તો બુમો પાડવા લાગ્યું અને આંખો બંધ કરી દોડવા લાગ્યું. દોડતાં દોડતાં તે નીચે નદીમાં જઈને પડ્યું. આ જોઈને સસલો અને કાચબો જોર જોરથી હસવા લાગ્યા.
