SAGUNA THAKOR

Children Drama

3  

SAGUNA THAKOR

Children Drama

રાજા, ચોર અને સિંહ

રાજા, ચોર અને સિંહ

2 mins
3.6K


એક રાજા હતો. તે રાજાનું નામ વિશળદેવ હતું. એક દિવસ તેમણે મહેલમાં ચોરી થઈ. રાણીનો કિંમતી હાર ચોરાઈ ગયો. રાણીએ રાજાને ફરિયાદ કરી કે મારો હાર ચોરી ગયો છે. રાજાએ સૈનિકોને ચોરને પકડી લાવવા માટે હુકમ કર્યો. સૈનિકો ચોરની પાછળ ભાગ્યા. પણ ચોર તો જંગલમાં સંતાઈ ગયો. અંધારું થયું એટલે સૈનિકો ચોરને પકડ્યા વગર જ પાછા આવી ગયા.

બીજી બાજુ ચોર જંગલમાં ગયો. ત્યાં તેણે જોયું કે એક સિંહ દર્દથી બુમો પડતો હતો. ચોરે જોયું તો તેના પગમાં કાંટો વાગ્યો હતો. ચોર દયાળુ જીવનો હતો. તે ડર્યા વગર સિંહની પાસે ગયો. અને તેના પગમાંથી કાંટો કાઢી નાંખ્યો. સિંહનું દર્દ મટી ગયું. પછી સિંહ અને ચોર એ બંને મિત્રો બની ગયા.

બીજા દિવસે રાજાના સૈનિકો ચોરને પકડવા પાછા જંગલમાં આવ્યા. ત્યાં ચોર તો ના પકડાયો પણ સૈનિકો સિંહને પકડીને મહેલમાં લઇ ગયા. અને તે સિંહને એક જેલમાં પૂરી દીધો. થોડા દિવસ પછી વળી પાછા સૈનિકો જંગલમાં ચોરને પકડવા આવ્યા. આ વખતે સૈનિકોએ ચોરને પકડી પાડ્યો. તેને લઈને દરબારમાં આવ્યા.

ચોરને રાજા સામે હાજર કર્યો. રાજા એ તેને સજા આપતા કહ્યું, ‘આ ચોરને ભૂખ્યા સિંહના પાંજરામાં નાંખી દો. સૈનિકો ચોરને ભૂખ્યા સિંહના પાંજરામાં નાંખી દીધો. રાજાને એમ કે સિંહ ચોરને ખાઈ જશે. પણ એવું થયું નહિ. સિંહ પોતાના મિત્રને ઓળખી ગયો. અને બંને એકબીજાને ભેટી પડ્યા.

સૈનિકો ખુબ નવાઈ લાગી તેમણે જઈને આ વાત રાજાને કહી. રાજા પોતે પાંજરામાં જોવા આવ્યા. તો સિંહ અને ચોર એક જ પાંજરામાં બેઠા બેઠા આનંદ કરતાં હતા. રાજા એ ચોરને પૂછ્યું, ‘આ સિંહ તને મારતો કેમ નથી?’ ચોરે જવાબ આપ્યો કે, ‘એક દિવસ મેં તેના પગમાંથી કાંટો કાઢ્યો હતો. એટલે તે મારો મારો મિત્ર બની ગયો છે.

આ જોઈ રાજાએ વિચાર કર્યો કે જો જંગલનો રાજા સિંહ ભૂખ્યો હોવા છતાં આ ચોરને મિત્ર બનાવ્યા પછી નથી ખાતો. તો આ ચોર પણ મારી રૈયત છે, હું એનો રાજા છું મારે પણ તેને માફ કરી દેવો જોઈએ. આમ વિચારી રાજાએ ચોરને માફ કરી મુક્ત કરી દીધો. અને ચોરના કહેવાથી સિંહને પણ જંગલમાં આઝાદ કરી દેવામાં આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children