BINA SACHDEV

Inspirational

3.5  

BINA SACHDEV

Inspirational

પુત્રવધૂ

પુત્રવધૂ

5 mins
1.3K


જયારે મેં મારા પુત્રને જન્મ આપ્યો ત્યારે સાથે એક 'મા' નો પણ નવો જન્મ થયો. આજ આટલા સમયે તું પુત્રવધૂ તરીકે આવી ત્યારે ફરી સાસુ તરીકે મારો અને પુત્રવધૂ તરીકે તારી પણ નવી જિંદગી શરુ થશે. તું અમને બધાને અને અમે બધા તને જાણવાની કોશિશ કરીશું. આશા રાખુ કે જેમ દુધમાં સાકર ભળે એમ આપણે એકબીજા સાથે ભળી જઇશું

મારી દિકરી જેમ દિકરી જ ગણીશું.


    અમારી જિંદગીના રંગમાં રંગ બની ભળી જઇશ તું. આ આશા દરેક મા-બાપની હોય છે. પણ આ ત્યારે જ શક્ય છે જયારે દિકરી અને પુત્રવધૂ વચ્ચે આ ભેદરેખા સરખી અને સમજી અને સ્વાર્થ વગરની બંને બાજુથી હોવી જોઈએ.


પુત્રવધૂ એટલે પુત્ર કરતા પણ વધુ નસીબદાર છે જેને આ માન મળે છે. પણ આપણા માટે, આપણા સમાજ માટે આ સામાન્ય બની ગયું છે એટલે જ આવનાર દિકરી ને વિદાય કરનાર દિકરી બંને પક્ષે ફરક છે તો પણ સહજ છે.


જે બાપને દિકરી ને વળાવામાં પોતાનો જીવ એટલે જાણે જીવતર સોપયું હોય ને એજ દિકરી જયારે સામા પક્ષે જાય ત્યારે પુત્રવધૂ તરીકે તેનુ સ્વાગત થાય છે. ત્યાં પણ મા—બાપ જ છે પણ, બંને પિતા વચ્ચે ખાસો ફરક છે.


બહુ પહેલાના સમયની વાત છે જયાં સંબંધો અંકબધ સચવાતા જયાં પેટે ચાંદલા થતાં ને દિકરા ને દિકરી ના સંબંધ સામસામા થતા. આજ તો જમાનો બદલાઇ ગયો લોકો સુધરી ગયાં પણ હું જે કહેવા જઇ રહી છું તે આજે પણ જુદી રીતે પણ થોડાક અંશે તો જોવા મળે જ છે.


આવી જ વાત એક સારા ઘરની છે એ છે અલ્કા ને ભૂમિની છે અલ્કા પુત્રવધુ બનીને આવી ભૂમિ જે ઘરની દિકરી, ઘરનું નૂર અને બાપના હૈયાનો કટકો જયારે અલ્કા નું સગપણ નકકી થયું ત્યારે જ અલ્કાના ભાઇ સાથે ભૂમિનું સગપણ નકકી થયું. પરંપરા મુજબ ચાલતું હતુ એટલે બંને પરિવાર ખુશ હતા ને મનમાં શાંતિ હતી પોતીકુ પરિવાર ને જે કંઇ સારુ નરસુ બંને તેના સહભાગી સાથે.


બધુ બરાબર જ ચાલતું હતુ સમય અનુસાર અલ્કા ને ભૂમિ બંનેના લગ્ન થઇ ગયા. સંબંધ બદલાયા જે નણંદ ભોજાઇ હતા એ ઉલટુ થયું પણ અલ્કા ને તેના પપ્પાએ શીખવેલ ને સંસ્કાર મારા તને વારસામાં આપું છુ કંઇ પણ થાય ગમતું કે અણગમતું આપણે આપણી મર્યાદા નહી મુકવાની નહીતર ખાનદાની કોને કહેવાય....!


ભૂમિને વળાવી ત્યારથી અસ્વસ્થ રહેતા ને ચિંતા રહેતી કે દિકરીને બધુ બરાબર હશે ને ગોઠવાઇ તો ગયું હશે ને?


ભૂમિની આટલી ચિંતા કરતા જોઇ અલ્કાથી કહેવાય ગયું પપ્પાજી હું પણ તમારી દિકરી જેવી જ છુ ને તમે ચિંતા ના કરો હું મારી કોશિશ કરીશ કે હું 'પુત્રવધુ' છું પણ તમારી દિકરીની ખોટ પૂરી પાડીશ ને ભૂમિ પર કયારેય આંચ નહી આવા દઉં કયંક હૈયે સારુ લાગ્યું ને સમય વીતતો ગયો ને ખુશી ડબલ થઇ ગઇ ને બંને ઘરને ત્યાં દાદા—દાદી બનવાના હતા. પણ ફરક એટલો કે અલ્કાએ પુત્રને ભૂમિએ પૂત્રીને જન્મ આપ્યો હતો, હરખ સમાતો ના હતો ને જાણે કોકની નજર લાગી હોય બંને માટે દિકરો ને દીકરી એક સમાન હતા સોનાના હતા.


અલ્કા તેના મા-બાપને જાણતી હતી ને ખાસ મમ્મીને બધા ખુશ થશે પણ તેની મમ્મીનો ભૂમિ માટેનો અણગમો, નાખુશી વર્તાય આવતો હતો મારા એકના એક દિકરો ત્યા દીકરી આવે તો મારા વંશનું શું? એમાં આંધળા બનેલા મા-બાપને જાણતી હતી. એ જાણતી હતી કે ભૂમીએ દિકરીને જન્મ આપ્યો છે અને મમ્મી ને દિકરાનો મોહ કે મારો વંશ સાચવે તો મારા દિકરા ઘરે પણ દિકરો જ આવે એ મોહ એને મમ્મી કયારેય ખુશીથી કે પ્રેમથી સ્વીકારશે નહીં એ જાણતી હતી.


અલ્કા પોતાના મા-બાપ અને જયાં 'પુત્રવધૂ ' બનીને આવી હતી જયાં તેને પુત્ર કરતા પણ વધુ ની ફરજ હતી એ અલ્કાની પોતાના સસરાને આપેલુ વચન નીભાવાનુ નો વારો આવીયો ને ભૂમિ સાથે થતુ ગેરવર્તનમાંથી ઉગરવા પોતાનો કાળજાનો કટકો એટલે કે પોતાનો પુત્ર સોંપવાનો વારો આવીયો ને ત્યાં એ જ સમયે સંતાનની અદલાબદલી થઇ એ વાત અલ્કા ને ભૂમિ સિવાય કોઇ જાણતુ ના હતું ભૂમિની દિકરી ને પોતે અપનાવી પોતાના ભોગે ભૂમિ નો સંસાર બચાવીયો. કેમ કે ભૂમિ ફરી બીજા સંતાનની મા બની શકે તેમ ના હતી એટલે અલ્કા એ સમજદારી અને ભૂમિનો સંસાર બચાવવા અને એક જગ્યાએ દિકરીનુ પાત્ર અને બીજુ પૂત્રવધૂ નુ પાત્ર નિભાવી બંને કુંટુંબને તારવી લીધા.


પણ અહી અલ્કા પણ કોઇની દિકરી છે એ જ સ્ત્રીજાત એક પુરુષ જાતને જન્મ આપે છે. આજ જે અલ્કાએ કર્યુ પોતાના કુળ નો દિકરી ધર્મ નિભવીયો ને 'પુત્રવધુ' નો પણ ને એક સ્ત્રીજાત જ મા, બહેન, ભાભી, નણંદ કે કોઇ સ્વરુપમાં ભોગ આપી શકે તો એ સમય તો હતો એવો કરી આપીયુ પણ આજ તો બધુ શકય છે તો કેમ આજે દિકરી ના જન્મ પર આંગળી ચિંધાય છે?


જયારે સમય જતા વાતની અલ્કાના મા-બાપને જાણ થશે ત્યારે તેની જુનવાણી વિચારસરણી કોરી ખાશે કે મે જેને જન્મ આપીયો તે મારુ કુળ સાચવી ગઇ ને હું મારા વંશને સાચવવા વિનાશ તરફ ગઇ?


એટલુ કહીશ બધે અલ્કા ને ભૂમિ જેવુ શકય નથી થતુ પણ નથી આ દાખલા પરથી સરવાળે જે દિકરી સ્ત્રીજાત તમને તમારા કુળને તારવે છે તેને કેવી રીતે હત્યા જેવુ વલણ કરી શકાય પ્રેમ આપો, પ્રેમ મળશે તેને જતન કરી ઉછેર સાચો વારસો જોઇતો હોય તો જતન કરવુ પડશે જેમ આંબામાં લાંબા સમયે કેરી આવે તેમ તમને પણ વળતર અચુક મળશે.

 સ્ત્રી જાતમાં એટલી શકિત છે, જો તેને યોગ્ય રીતે કેળવાય તો અશક્ય નું શક્ય હોય તે બધું કરી શકે છે.

     આજના જમાના માં આવી વાતું ઓછી સમજ જેવી લાગે જે ભૂમિ અને અલ્કાએ કર્યુ તે અત્યારે તે શક્ય પણ ના બની શકે કદાચ કેમ કે લોકો વધારે ભણેલા, સમજદાર થઇ ગયા છે કોઇના માટે કોઇને સમય નથી. કોઇને પુછવામાં લોકોને નાનપ લાગે છે.

એ બને બંને કુળને તારવી ગઇ.આજનો મોર્ડન જમાનો પણ એવું ઇચ્છે પણ કરી નથી શકતી કેમ કે કયાંક ને કયાંક હું પણુ સ્વાર્થ ટકરાય છે. આજ લોકો ગમે તેટલા હોશિયાર હોય પણ થોડુ પણ જતું કરવાની વૃતિ નથી.

માણસ, માણસથી અળગો થતો જાય છે તો એ કોઇના માટે કંઇ કરે એવા આશા કયાંથી રાખવી.


કહેવાનું એ કે આજ બધી સુવિધા છે, લોકો પહેલા કરતાં સધ્ધર છે, ભણતર છે પણ કયાંક ગણતરની ખોટ વર્તાય છે. આ તો અલ્કા અને ભૂમિ થકી એક દ્રષ્ટાંત આપ્યું કે પોતાના લોકો અને એક સમાજ શ્રેષ્ઠ સર્જન આપણે કરી શકીએ તેમ છીએ.

       એક સ્ત્રી ને માન આપો ખુદ ઇશ્વરે પણ તેને આ જન્મ આપવાનો દરજ્જો આપેલો છે. જયાં પુરુષને એ જન્મ આપે છે. એક હકારત્મક વલણ રાખી સ્ત્રી જાતને અપવાનો સમાજનુ શ્રેષ્ઠ સર્જન થશે એ શ્રેષ્ઠ બનાવવાં આપણે પહેલા શ્રેષ્ઠ બનવું જ રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational