જિંદગી અને વિશ્વ
જિંદગી અને વિશ્વ
પર્યાવરણ શબ્દ બે શબ્દોથી બનેલો છે. એક “પરિ” એટલે આસપાસનું અને બીજો “આવરણ”. આમ, પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ.
પર્યાવરણ કુદરતી સંતુલન જાળવી રાખે છે. માનવ-સર્જિત વસ્તુઓએ પર્યાવરણને વિભિન્ન રીતે વિકૃત કર્યું છે, જે અંતે કુદરતી સંતુલનને બગાડે છે.
એકવીસમી સદીને ઉંબરે આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે આ કોરોના વાઇરસની જેની મહામારી આખા વિશ્વમાં ભરડો લીધો છે, જેનાથી બચવા આખુ વિશ્વ મથી રહ્યું એમાં આપણે જે કરી શકીએ એટલું મદદરુપ થવું જોઇએ. આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેક વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલાઓની પણ ઊંઘ હરામ કરી દીધી છે.અને આ સિલસિલો કયાં સુધી લંબાશે અને કોને હડપ કરી જશે એ કોઈ જાણતું નથી.
વીસમી સદીમાં એવું તે શું બન્યું કે પર્યાવરણની જાળવણી માનવહસ્તી માટે એક પડકાર બનીને ઉભી થઈ હતી. આજે કુદરતી સાયકલ સુધરી રહી છે અને માનવની બગડી રહી છે,પણ અત્યારે જે બની રહયું છે તે કોઈ કુદરતસર્જિત આપત્તિ છે? કે માનવસર્જિત આફત છે? એ પણ નક્કી થતું નથી, ત્યાં એટલું તો સૌ કોઈ સમજે છે કેમ કે આ તો "હાથના કર્યા જ હૈયે વાગ્યા" છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓની ફુલાઈ ગયેલા માનવીએ
અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્યા તેને એ લીધે જ આ પરિસ્થિતી છે.
અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત અને વાઇરસયુકત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઊભો થયો. કોરોના વાઈરસના સતત વધતા કેસ અને મોતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. માણસ માણસથી દૂર અને ડરતો થઇ ગયો.
કુદરતે જન્માવેલી જળસંપત્તિ પ્રાણજીવનને નષ્ટ્ થતું અટકાવવું. તેના અમલીકણ માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ જાગૃત નાગરિક તરીકે આપણે પણ આગળ આવી સરકારને અને આપણા માટે તેને સહયોગ આપી તો જ આપણે જાણવળીનો પ્રશ્ન ઉકેલી શકીએ.
કોરોના વાયરસને નિપટવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. તમામ લોકોએ હાથ મીલાવવાની જગ્યાએ હાથ જોડીને અભિવાદન કરવું જોઇએ. બને ત્યાં સુધી બહાર જવાનું ટાળીએ અત્યાર સુધી વિજ્ઞાન, કોરોના મહામારીથી બચવા માટે, કોઈ નિશ્ચિત ઉપાય નથી. તો આપણને જે ખબર છે કે વારંવાર હાથ ધોઇએ મોઢે માસ્ક બાંધીએ અને બીજી બધી સાવચેતી રાખી પોતે સુરક્ષિત સાથે પરિવાર સુરક્ષિત તો સમાજ સુરક્ષિત સાથે દેશ પણ તો આવો સાથે ચાલી મુશ્કેલીનો સામનો કરીએ.આ પરિસ્થિતીમાંથી ચોક્કસ બહાર આવી જશું.