પિતા એક જ એવા
પિતા એક જ એવા


પિતા એક જ એવા હોય છે,
જે હંમેશા આપણી સાથે,
પરછાઇ ની જેમ હોય છે.
જેની છત્રછાયાંમાં
હર એક સુખ હોય છે.
એક મા જેમ તેના માતૃત્વમાં ઓતપ્રોત હોય છે. અને જન્મદાતા બને છે. એમ જ એક દિકરો જયારે પિતા બને ત્યારે જીવનદાતા બને છે. જયારે પહેલીવાર બાળક 'મા' બોલે ત્યારે નવ મહિનાની સફરે બંને ને ઋણબંધી બની જાય છે. જયારે એક પિતાનો બાળક સાથે જન્મ પછી જોડાય છે. જયારે પોતે અંતરથી એટલો જ વ્યાકુળ હોય છે પણ મા જેટલી તેની નોંધ નથી લેવાતી.
સંતાનનો જ્ન્મ થયો હોય ત્યારે એ પહેલાથી એના વિશેની ચિંતા પપ્પાને હોય છે. દીકરાનું કે દિકરીના વિશે મા-બાપે કેટકેટલા સપના જોયા હોય છે.
બોલી શકે તે 'મા' અને મૌન રહી સમજી જાય તે પિતા. લાડ ' મા' લડાવે અને જીદ કાયમ પપ્પા જ પૂરી કરે છે. ભલેને મમ્મી સાથે આવે પણ એ જીદ કે જરુરિયાતના પૈસા ની સહમતી પપ્પાની સમાયેલી હોય છે. પહેલા જેવું નથી રહ્યું અત્યારે મા-બાપ બંને ભણેલા છે, બંને કમાય છે બંને પાસે સ્વતંત્ર નિર્ણય શકિત છે. અને આપણે જોતા આવીયે છીએ કે 'મા' વિના બાપે સંતાન મોટા કર્યાં હોઈ અને 'પપ્પા' વિનાના સંતાનને મા મોટા કરે છે. જેને એ ખાલીપો ભોગવીયો હોય અને એ ખોટમાં જીવીયાં હેય તે જ સમજી શકે.
દિકરીના જીવનમાં પપ્પા જ પુરુષ જાત માટેનો પહેલો પરિચય છે. આ સાથે પપ્પા ની જીંદગીમાં બેનની અને મા ની કમી દિકરી પૂરી પાડે છે.દિકરી લાડકવયી છે કેમ કે પોતાના પિતાના ઘરે રહેવાની મર્યાદા ટૂંકી છે. જયાં સુધી સાસરે વિદાય નથી ત્યાં સુધી અને ત્યારપછી એ પોતાના સસરામાં પિતાની છબી જોવા મંડે છે. એ સસરા જે પિતાના રુપ માં પૂરી કોશિશ કરે છે આવનાર દિકરી જરી પણ ખોટ ના વર્તાય અને મનોમન પોતાની વળાવેલી દિકરીને આજ પ્રેમ મળે એવું ઝંખતા હોય છે. હું ગર્વથી કહું છું બંને પિતાનો પ્રેમ મળ્યો અને આજ તેના સંસ્કાર મુશીબત ના સમયે મળેલ સહકાર અને સમજણથી પાર કેમ ઉતરવું અને સાથ બદલ હું આભારી રહીશ. જયારે દિકરો જીવનભર સાથે રહી પિતાની છત્રછાયાં ભોગવી તેની ઘડપણની લાકડી બની શકે છે.આ પણ જીવનનો અમુલ્ય લાવો છે પણ બઘા કરતાં નથી કરી શકે એ તો જાણે મારાં પપ્પાને હું સાચવું છું એવું અભિમાન રાખે છે જે પપ્પાએ તને અહીં સુધીની લાયકાત વાળો કર્યો તેને ફકરથી કહીએ તમે શું કર્યુ અમારા માટે અને શું આપયું એ કાળજાને બાળશો તો તમે પણ કાલે એ જગ્યાએ હશો...પૃથ્વી ગોળ છે ભોગવું જ રહ્યું.
તમારા જીવનનો પિતા વડલો છે. 'મા' ડાળી રુપી શાખ છે અને એ ડાળીનાં ફૂલ આપણે જે કુળની શોભા બન્યાં છીએ તેનો ભાર થડ રુપી પપ્પા સાચવે છે અને સંભાળે છે તો આજીવન કાંયમ તેની ઋણી છીએ જેટલું થળ મોટું એટલો છાયો વધારે કયારેક તેમાં પાનખર આવે તો પણ વસંત રુપી ફરી ખીલી તેની શોભા વધારીશું. મારા મતે પિતા માટે કહેવા શબ્દો ખૂટે કોઇ પિતા ફાધર્સ ડે નો મોહતાજ નથી. આ દિવસ આપણને શીખવે છે કે એક દિવસ માટે નહી કાયમી જીવનરુપી જે વડલાંએ તમારું જતન કર્યુ અને હજી કરે છે તેના જતનમાં કાંઇ કમી ના રાખશો. બે ઘડી તમારો સાથ માંગે છે અને જીંદગી આખી પોતાનો સમય તમારામાં આપી તમારો સમય બનાવીયો એને સમય આપજો . એનું અંતર આત્મા રાજી તો તમારો બેડોપાર થઇ જશે.ભગવાનના રુપે મા-બાપ મળ્યાં છે તો સેવા ચાહે સેવા કરવી એ આપણી ફરજ છે. જે આંગળી પકડી દુનિયા જોઇ તેની બુઢાપાની આંગળી બનતા સંકોચ ના કરીએ. જયારે આપણને ખબર ના પડતી, બીક લાગતી ત્યારે પપ્પા સાથે ઉભા રહેતાં એની ઉંમર એને સાથ ના આપે ત્યારે તેની લાકડી બની ઊભા રહીએ.