Irfan Juneja

Inspirational Romance

3  

Irfan Juneja

Inspirational Romance

પત્ર એક આત્મિય સંબંધનો

પત્ર એક આત્મિય સંબંધનો

4 mins
14.3K


ડિયર સંધ્યા,

આજે આટલા વર્ષો પછી હું એટલું તો તને સમજુ છું કે હું તને જે પણ કઈશ એનો જવાબ તું ખૂબ વિચારીને આપીશ, અને કદાચ મારા મતમુજબ એ ખોટું હશે તો પણ તું મને સુધારીશ અને પ્રેમથી વાત સમજાવીશ.

તું મને ઘણાય સમયથી જાણે છે, કદાચ હું તને જાણતો ન હતો એ સમયે પણ બિંદિયાની સાથે વાતોથી તું મને જાણતી હોઈશ, એ સમય એ તું મારા વિશે શું વિચારતી હતી એનો અંદાજો તો મને નથી પણ આપણે ફેસબુકમાં મિત્ર બન્યાં એ એક મારા જીવનનો અમૂલ્ય ભાગ હું માનું છું.

શરૂઆતની ફેસબુકની વાતોમાં હું તને મોટી બહેન કહેતો અને એ કહેવા માટે તેજ કહેલું કે બિંદિયાની બેન થઇને હું તારી મિત્ર કેમ બની શકું? પણ સમય જતાં તું મારી વાતથી સહમત થઇ ને હું તને મારી મિત્ર માનવાનો હક મેળવી શક્યો.

ખૂબ જ ખુશી મળી મને તને મિત્રના રૂપમાં જીવનમાં જગ્યા આપીને અને તારા મનમાં એક મિત્રની જગ્યા મેળવીને. સમય વીતતો ગયો ને આપણે ક્યારેક વાતો થતી તો ક્યારેક ના થતી એમ કરતા કરતા એકબીજાંને જાણતાં ગયા.

હવે સમય હતો મારા લગ્નનો, મારે મારી આ અનોખી અને મારા દિલની ખૂબ જ નજીક રહેલી મારી મિત્રને મારે મારા જીવનના અમૂલ્ય ડગલાં ભરતાં સમય એ મારી સાથે જોવી તી જેથી હું પણ પોસિટીવ અનુભવુંને મને સાચીને સારી સલાહ મળે. એટલે મનમાં એક અનેરા આનંદ સાથે કંકોત્રી આપવાનું વિચાર્યું.

સમય નજીક હતો ને તને નવરાસ હશે કે નહિ એનો મને ખ્યાલ નહોતો પણ એક વિશ્વાસ હતો કે જીવનમાં મારી આ મિત્રને હું એકવાર રુબરુ જરૂર મળીશ એ વિચારીને મેં તને મળવાનું નક્કી કર્યું અને સાંજના તે મળવાની હા પાડી, હું મારા લગ્નની ખરીદીનું થોડું કામ પતાવીને તને મળવા આવ્યો.

તું ટ્રાફિક માં ફસાઈ હતી એટલે મેં તારી રાહ જોઈ , એ પળોમાં મેં તને ઈમેજીન કરી, તું કેવી દેખાતી હોઇશ, કેવા કપડાં પહેરીને આવીશ, તારો વાસ્તવમાં અવાજ કેવો હશે, હું તારી સાથે વાત કરી સકિસ કે નઈ ને ઘણું બધું. પછી થોડા જ સમયમાં તારો ફોન આવ્યો ને એની થોડી જ ક્ષણોમાં તું બ્લેક એક્ટિવા પર મને દેખાઈ, હલકા લીલા રંગની કુર્તી ને આંખો પર સ્પેક્સ લગાવેલા હતા, મોઢું દુપટ્ટાથી બાંધેલું હતું.

તું આવીને ઉભી રહીને કહ્યું બહુ રાહ જોવડાવી નઈ તને ને એ શબ્દો સાથે નાજુક હાસ્ય હતું, પછી તે કહ્યું ચાલ બેસી જા ક્યાં જવું છે ને આપણે જમવા ગયા.

એક્ટિવા પાર્ક કરીને તે દુપટ્ટો દૂર કર્યો, ગુલાબની પાંખડી જેવા તારા કોમળ ગાલને લજામનીના છોડની જેમ સ્પર્શતાંજ બિડાઈ જાય તેવી તારી સુંદર આંખો તારા ચહેરાની રોનક વધારી રહી હતી, મને તારા સ્વભાવનો તો ફેસબુક ને વોટ્સઅપની વાતોથી અનુભવ થઇ ગયો હતો ને હું પોતાને લકી માનતો હતો. પણ આજે તારા રૂપને જોઈને એક ગર્વ થતું હતું કે મારી મિત્ર આટલી સુંદર છે.

આપણે સાથે ડીનર કર્યું ને ઘણી વાતો કરી એ પછી આપણે મારા લગ્નમાં મળ્યા. તું આવીશ તને સમય હશે એનો મને ખ્યાલ ન હતો પણ તું મારા માટે સમય કાઢીને આવી ખુબ જ સુંદર લાગી રહી હતી, એ સમય એ હું બધા મહેમાનોના આવકારમાં વ્યસ્ત હતો એટલે મન ભરીને વાતોના કરી શક્યો. પણ એ પછી તું મારી ઘરે આવી, મને ખુશી હતી કે મારી આ અનમોલ મિત્ર મારા માટે લકી ગર્લ છે ને એના આવવાથી મારા જીવનમાં ખુશીઓ આવશે. તે મારા લગ્નમાં રાત્રી સુધી સમય આપ્યો ને મારા માટે હાજર રહી એ જાણીને પણ ખુબ જ ખુશી મળી. એક ચિંતા હતી કે તું ઘરે પહોંચી ગઈ હશે કે નઈ ને તને તકલીફ તો નઈ પડી હોયને વગેરે-વગેરે...

પછી આપણે પાછા ચેટમાં જ વાતો કરવા લાગ્યા, ને ઘણા સમય પછી ફરીવાર રિવરફ્રન્ટ પર મળ્યા, બેસીને ઘણી વાતો કરી, હું તારી સાથે હોઉં ત્યારે સાચે મનમાં એક અલગ જ ખુશી હોય છે, શબ્દો નથી કે એને વર્ણવી શકું. એ પછી આપણે વૃદ્ધાશ્રમ ગયા ને ત્યાંથી સાથે આઇસક્રીમ લેવા ગયા, એ સમય હું ખુબ ખુશ હતો કે આપણે સાથે સમાજ માટે કંઇક કરીએ છીએ ને તું પણ મારા જેવી જ છે.

બસ આજ રીતે ફરી એકવાર રવિવારે વૃદ્ધાશ્રમમાં તારી સાથે મુલાકાત થઇ ને પછી આપણે ત્યાંથી સાથે જમવા ગયા મ્યુન્સીપલ માર્કેટ, પાવભાજી ખાધી અને ઘણી વાતો કરી, મને તારા એ કપડાં બહુ ગમ્યાં. નારંગી કલર તારા પર ખુબ જ સરસ લાગે છે.

આ રીતે આપણે જીવનમાં મળ્યા ને ચેટમાં વાતો કરી, સંધ્યા સાચું કંઉ તો તાર થી કઈજ વાત હું નથી છુપાવતો અને હંમેશાં આમ જ બધી જ વાતો કહેતો રઈશ, મને નથી ખબર કે હું તને પ્રેમ કરું છું કે તારા પ્રત્યે આટલો લગાવ છે કે આપણી મિત્રતા એટલી ગાઢ છે કે આપણે એકબીજાંને ગમીએ, પણ હા જે પણ છે પવિત્ર છે, અને આ સંબંધનું નામ મને આ કાજલ ઓઝાના શબ્દોમાંથી જ મળ્યો, અને હું માનું છું કે આપની વચ્ચે આ ગાઢ મિત્રતા છે એ એક 'Platonic Relation' જ છે. આ શબ્દ નો અર્થ મને નથી ખબર પણ કાજલ ઓઝા એ વર્ણવેલ સબ્દો પરથી કહું છું.

શું તું આ વાત માં મારી સાથે સહમત છે?

તારા જવાબ ની રાહ જોઇશ..

તારો પ્રિય મિત્ર,

અવિનાશ...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational