STORYMIRROR

MANOJ PANDYA

Inspirational Children

3  

MANOJ PANDYA

Inspirational Children

પર્યાવરણ પ્રેમી - જય

પર્યાવરણ પ્રેમી - જય

2 mins
254

જયને વૃક્ષો, છોડ, વૃક્ષોની છાયામાં બેસીને કલરવ કરતા પક્ષીઓ,વૃક્ષોની ઘટાદાર છાયામાં બેસીને વાગોળતા પશુઓને જોવા બહુ જ ગમે. નિશાળમાં પણ બગીચાના ફૂલછોડને નિયમિત પાણી પાય. તેના ક્યારા સાફ કરે. મોટા વૃક્ષોના છાયડામાં ડાળી પર પક્ષીઓ માટે પાણીની પરબ બાંધે. ઘરેથી પક્ષીઓને ચણવા માટે ચણ લઈ આવી ચબૂતરામાં નાંખે.           

કલબલાટ કરતા પક્ષીઓ તથા છોડમાં ઊગેલા રંગબેરંગી ફૂલોને જોઈ તેનું મન ખૂબ જ હરખાય. આ તેનો રોજનો ક્રમ. ઘરના બગીચાના ફૂલછોડ ને ઉછેરે ને તેની પણ નિયમિત પાણી પાઈને સાફસફાઈ કરીને માવજત કરે ને તેને તરોતાજા રાખે.           

એક દિવસ નિશાળેથી જય એક છોડ લઈ આવ્યોને ઘરના આંગણામાં ખાડો ખોદી તેમાં એ છોડ ને વાવી દીધો. ફરતી કાંટાની તથા ઈંટોની આડશ ઊભી કરી દીધી. જેથી કરીને કોઈ પણ પશુ તેને નુકશાન ન પહોંચાડે. તેને ખાઈ ન જાય.           

સવારમાં ઊઠીને જય પહેલું કામ ઘરનો દરવાજો ખોલી ને આંગણામાં વાવેલા છોડને જોઈ લે તેને સલામત જોઈને આનંદ અનુભવે ત્યાર પછી જ તેના દિવસ ઊગવાની શરૂઆત થાય. બ્રશ કરી ચા પાણી નાસ્તો કરી નાહી ધોહીને નવરો થાય પછી બગીચાની તથા આંગણામાં વાવેલ છોડની માવજતમાં લાગી જાય. પાણી પાવું માટીને સરખી કરવી ખાતર નાખવું વગેરે.           

આમ જયની માવજતથી થોડા સમયમાં તો આંગણામાં રોપેલ છોડ ખૂબ જ વિકાસ પામ્યો ને ઘટાદાર વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ જોઈને જય ખૂબ જ હરખાયો પોતાની મહેનત રંગ લાવી.           

થોડા સમયમાં તો તેમાં ફૂલ પણ આવવા લાગ્યા. જય રોજ એ ઝાડના ફૂલો ભગવાનને અર્પણ કરતો. આમ આખો દિવસ તેનો આનંદમાં જતો.           

આમ અનાયાસે જ બાળક જયે પર્યાવરણ જાગૃતિ માટેનો વૃક્ષ વાવી સંદેશો ફેલાવ્યો.         

 તેના આવા પર્યાવરણ જાગૃતિના કાર્યમાં મદદરૂપ થવાની નોંધ લઈ વનવિભાગના અધિકારીના વરદ હસ્તે જયનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા પણ શાળાના જાહેર કાર્યક્રમમાં જયનું ભવ્ય સન્માન. . . સ્વાગત કરવામાં આવ્યું.         

તેનું અનુકરણ કરીને શાળામાં સાથે ભણતા જયના મિત્રો તથા શેરી મિત્રોએ પણ પોતાના ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો. તેમને વનવિભાગ તરફથી વૃક્ષોના છોડ તથા રક્ષણ માટેના પિંજરાઓ પણ આપવામાં આવ્યા. . . બોધ. . વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવું એ આપણી પહેલી ફરજ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational