Khyati Thanki

Romance

4  

Khyati Thanki

Romance

પ્રતિક્ષા ભાગ 8

પ્રતિક્ષા ભાગ 8

4 mins
179


હંમેશા ઝડપથી ચાલતા શિલ્પાબહેન આજે અનેરીથી પણ પાછળ રહી ગયા. અને અનેરીને જાણે અચાનક બીક લાગવા માંડી. જાણે બધું થંભી ગયું. કશુક અટકી ગયું. જાણે કે અખંડિતતા ખંડિત થવા લાગે..

તેણે જોયું કે મમ્મી શ્વાસ પણ ઝડપથી લે છે તે મનમાંનો

ંધ્યું પણ મમ્મીને ચિંતા નથી કરાવવી એ વિચારથી ચહેરા પર આવવા ન દીધું. તો સામા પક્ષે શિલ્પાબેન પણ અનેરીના જ મમ્મી જાણે તબિયતને અવગણીને

વર્તમાન પરિસ્થિતિને શાંતિથી માણવા માંગતા હોય મનમાંને મનમાં "થાક ઉતરશે તો બધું સરખું થઈ જશે" એવું વિચારવા લાગ્યા અને આગળ વિચાર્યું કે ડોક્ટરના રિપોર્ટ એક વખત સારા આવી જાય પછી થોડો સમય પોતાના પર ધ્યાન આપવું છે અને એક સારી કામવાળી પણ શોધી લેવી છે જેથી કરીને અનેરીનાં ભણવામાં ખલેલ ન પહોંચે.

જમીને અનેરી એ શિલ્પાબેનને આરામ કરવાનું કહ્યું અને પોતે કંઈક શાંતિથી વિચારીને ભગવાનના મંદિર સમક્ષ આંખો બંધ કરીને થોડો વધારે સમયે માંગી લીધો મમ્મી સાથે રહેવા માટે. ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા, સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે. હેમેન શાહ

ત્યાં તો કવનનો ફોન આવ્યો

અનેરી:- "હેલ્લો".

કવન:- "હા કેમ છે?"

અનેરી:- "હું બરાબર છું કવન પરંતુ...."

કવન:- "પરંતુ શું અનેરી ? જલ્દી બોલ મને ચિંતા થાય છે".

અનેરી:- "કવન મમ્મીની તબિયત સારી નથી."

કવન:- "શું થયું આંટીને?"

અનેરી:- "મમ્મી થોડાક સમયથી વધારે પડતી થાકી જાય છે જમે છે પણ ઓછું અને આજે તેને ઉધરસ એવી આવી કે હું તો થોડીકવાર ગભરાય જ ગઈ. રોજિંદી ક્રિયાઓ પહેલાની જેમ જ નથી કરતી મમ્મી..."

કવન:- "ડોક્ટરને બતાવ્યું?"

અનેરી:- "હા, રિપોર્ટ પણ કરાવ્યા બે દિવસ પછી આવશે."

કવન:- "બરાબર તો હવે તો ચિંતા ન કર એક વખત નિદાન થઈ જાય પછી બધુ વ્યવસ્થિત થઈ જશે."

અનેરી:- "વધુ વ્યવસ્થિત થઈ જાય તો જ સારું કવન નહીંતર હું મારી જાતને સંભાળી નહિ શકું.."

કવન:- "અરે શું થયું અને આંટીને કંઈ નહીં થાય be brave".

અનેરી:- "મને કંઈ નથી ગમતું ન આવવાના વિચારો આવે છે."

કવન:- "અને તું ક્યાંથી આવી થઈ ગઈ ?"

અનેરી:- "ખબર નહીં કવન બસ નથી ગમતું."

કવન:- "ભગવાનને પ્રાર્થના કર મારી મદદની જરૂર છે તો હું થોડા દિવસ આવી જાવ."

અનેરી:- "ના અત્યારે નહિ એવું હશે તો હું તને કહીશ."

કવન:- "થોડું ભણવામાં મન લગાડ અને ખોટી ચિંતા કરતી નહીં ઓકે ?"

અનેરી:- "હા, ચાલ પછી મળીએ ,તારી સાથે વાત કરી થોડું સારું લાગે છે."

***

વહેલી સવારના બધું કામ પતાવી અનેરી વહેલી તૈયાર થઈ ગઈ મમ્મીને આરામ કરવાનું કહી કોલેજ જવા નીકળી. રસ્તામાં ભાડે મકાનની જાહેરાત જોઈ કવિતામેમ યાદ આવી ગયા અને તેની વાત કરવાનું વિચારી કોલેજે પહોંચી.

આજે અનેરી બધા સાથે વાતો કરવાનું ટાળી વર્ગમાં ઝડપથી લેક્ચર શરૂ થવાની રાહ જોતી હતી. ઈચ્છતી હતી કે જલ્દી લેકચર પૂરું થઈ જાય અને મમ્મી પાસે પાછી પહોંચી જાય. ઈશ્વરીય સંકેત કહો કે માનવીના મનનું રહસ્ય જ્યારે પણ કોઈ વ્યક્તિ ગહન વિચાર તે સમસ્યા અનુભવે ત્યારે ઈશ્વર કોઈ પણ સ્વરૂપે તેને હળવી કરવાના ઉપાયો સૂચવે છે

અનિકેત સરના ગુડમોર્નિંગના લહેકાથી અનેરી વિચારવસ્થામાંથી બહાર આવી. અનિકેતસર આજે ધ્યાન અને સમસ્યાના પ્રકરણ સમજાવતા હતા અને સાથે વ્યવહારિકતાને વણી લેવાની તેમની શૈલી અને શબ્દ અનેરી માટે જાણે પ્રેરણાસ્ત્રોત બન્યા. એક જગ્યાએ સ્થિર થઈ ગયેલા, વમળમાં ફસાઈ ગયેલા મનને બહાર નીકળવામાં ઘણી મદદ થઈ.

અનિકેત:- "અમુક ઘટનાઓને તે સમય અને સ્થળ પર જ છોડી દેવા જોઈએ તે સમસ્યાનો ઉકેલ યોગ્ય સમયે જ થશે તે પહેલા નહીં એટલે આપણે સમય સાથે સમાધાન સાધવું જ રહ્યું નહિતર સમય સાથે આપણું સમતોલન આપણે ગુમાવી દઈએ છીએ.

અનિકેત સરના એક-એક શબ્દને વિચારો જાણે અને તે તરફ બોલાવતા હતા અનિકેત પોતે અનિકેત હતો જેને પોતાની અલગ દ્રષ્ટિ,અલગ જીવન હતું. તેના માટે બધા સમગ્ર રૂપે હતા જેમાં એક અનેરી પણ હતી પરંતુ સામાન્ય સ્વરૂપે. જ્યારે અનેરી માટે અનિકેતના વિચારો કેન્દ્ર બિંદુ બનતા જતા હતા. લેકચર પૂરું થયું ત્યાં તો અનેરીને વાત કરવાનું મન થઇ ગયું

અનેરી:- "એક્સક્યુઝ મી સર"

અનિકેત :- "હા, બોલો."

અનેરી:- "સર મારે થોડું માર્ગદર્શન જોઈએ છે."

અનિકેત: "કઈ બાબતમાં?"

અનેરી:- "સંદર્ભ પુસ્તકો વિશે સર."

અનિકેત:- "અત્યારે મારે મોડું થાય છે આવતા અઠવાડિયે આવીશ ત્યારે ચોક્કસ આપીશ."

અનેરી:- "ઓકે સર આભાર."

અનિકેત:- "એમાં આભાર શાનો આ તો મારું કામ છે".તમારું નામ શું ?"

અનેરી:-" અનેરી, સર.

અનિકેત:- "સાચું નામ આ જ છે ?"

અનેરી:- "હા પણ કેમ ?"

અનિકેત:- "ના બસ ખાલી અમસ્તુને આવું નામ પહેલી વાર સાંભળ્યું એટલે."

અનેરી:- "સારુંને સર, હું હંમેશા અલગ રીતે તમારી સ્મૃતિમાં રહીશ."

અનિકેત:- "હા તમે કદી ભૂલાશો નહિ એ વાત પાકી."

અનેરીને અનિકેત સરની વાતોમાં અલગ જ નિખાલસતા અનુભવાઈ, જે અનેરીની આંખમાં ચમક આપી ગઈ. સવારે કોલેજ આવી અને અત્યાર સુધીમાં તેના મનમાં કંઈક અલગ જ બદલાવ આવી ગયો મનને ગમવા લાગ્યું અનિકેત સર સાથેના સંવાદને મન ફરીથી વાગોળવા ઈચ્છવા લાગ્યું. હવે દરેક સમસ્યાને ફરીથી અનેરી બની વિચારવા લાગી, બીકનું કારણ શોધવા સંશોધક બનવા લાગી અને શકિત પાછળનું કારણ અનિકેતના વિચારોનુ સૌદર્ય હતું. અને ત્યાં રસ્તામાં જ કવિતા મેમ મળી ગયા.

અનેરી:- "કેમ છો મેડમ હું તમને જ શોધતી હતી."

કવિતા મેમ:- "અરે અનેરી કેમ છે?"

અનેરી:- "મજામાં મેમ, અમારા ઘરની પાસે જ એક નવું નાનું મકાન ભાડે આપવાનું છે જો તમારી ઈચ્છા હોય તો આપણે તપાસ કરીએ."

કવિતા મેમ:- "હા ચોક્કસ અનેરી તુ ફ્રી હોય ત્યારે કહેજે હું તો કોલેજ પછી ફ્રીજ છું.

અનેરી:- "આમ તો હું ફ્રી છું પણ હમણાં મમ્મીની તબિયત થોડી નરમ રહે છે તો થોડું ઘરમાં પણ ધ્યાન આપવું પડે."

કવિતા મેમ:- "હા ચિંતા ન કર બધું સારું થઈ જશે હું ઘરે આવીશ તો તારા મમ્મીને ખબર પણ પુછાઇ જશે."

અનેરી:- "હું તમને મારા ઘરનું સરનામું મોકલી દઈશ મેસેજમાં સેન્ડ કરી દઈશ. સાંજે મળીએ મેમ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Romance