STORYMIRROR

Mital Patel

Inspirational

3  

Mital Patel

Inspirational

પર્જન્યતાથી ભરેલ જાત સાથે જીવ

પર્જન્યતાથી ભરેલ જાત સાથે જીવ

2 mins
184

ઈશ્વર જ્યારે બાળકને જન્મ આપે છે ને, ત્યારે તે બાળક ભીતરમાં પુષ્કળ શક્યતાઓથી ભરેલો, ક્ષમતાઓથી ભરેલો, અને નિર્મળ હોય છે. જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ દંભ,મોટાઈ, સ્વાર્થનાં ભાર હેઠળ દબાતો જાય છે. એ બધું ભરાતા તે જે ઈશ્વર દ્વારા અપાયેલ કશું પણ પૂરેપૂરું બહાર નથી આવી શકતું. જ્યારે દંભ, સ્વાર્થ બધું ભરાઈ ગયું પછી ઉપર પ્રયત્નો કરીને ગમે તેટલી ક્ષમતા કેળવવાની પ્રયત્નો કરે છલકાવાનુ જ. તે ભીતર પચી જ નથી શકવાનું કારણકે જગ્યા જ નથી, ભરેલું છે. માટે આપણે જોઈએ છે ને કે અમુક માણસો નાની અમથી સફળતા મળતા છકી જાય છે કારણકે તે પચાવી નથી શકતાં."આઈ એમ સમથીંગ" એવો અહમ તેમનામાં આવી જાય છે.

પચાવવા ભીતર જગ્યા જ નથી હોતી. તેથી તે બધું જ છલકાઈ જાય છે જ્યારે જે માણસ નિર્દંભ, નિ:સ્વાર્થી અને કોઈ જ પ્રકારના મોટાઈના હેતુ વગર કાર્ય કરતો હોય છે ને તે ભીતરથી ખાલી હોય છે. હળવો રહીને જીવી શકે છે. જેટલી હળવાશ એટલી પ્રસન્નતા. માટે આવા લોકો પ્રસન્નચિત્ત હોય છે. ઘણી બધી સફળતા, છતાં તે વ્યક્તિ નિર્લેપ અને આનંદિત રહેશે. કારણકે તે તેનાં કામને માણી શકે છે. તકલીફોને ઊજવી શકે છે. આત્મસન્માનને જાળવીને સંદિગ્નપણે સંબંધોને પણ એક ઊંડાણનાં લેવલ સુધી જીવી શકે છે.

થોડા ઊંડે ઊતરો

અને દેખાય તળિયું.,

આ તો માત્ર 'નામ' ના નામ

બાકી હોય છે દંભનું ભોયતળિયું !

"વાંચન" એ માણસ પોતાની જાતને વધુ સારી રીતે સમજવા, પોતે પોતાની જાત જોડે વધુ સારી રીતે સંવાદ કરવાં, વધુ ગુણવત્તા સભર, સત્વથી ભરેલ, જિંદગી છલોછલ જીવવા ઈંધણ પૂરું પાડે છે. આવી જ રીતે જ્યારે માણસ ભગવદ ગીતા વાંચે છે. ત્યારે તેનામાં સતત રોજેરોજ કંઈકને કંઈક સત્વ ઉમેરાય છે. જે તેનાં વ્યક્તિત્વની છબી બની જાય છે. જાણે પ્રોટેક્ટિવ કવરિંગ..!! જેમ મોબાઇલ ફોન પર ટફન ગ્લાસ તેની સ્ક્રીનને તૂટતા અટકાવે છે. તેમ વ્યક્તિના વ્યક્તિત્વને, તેની આત્માને, તેની જાતને, ઈમોશનલ માનસિક રક્ષણ પૂરું પાડે છે. નકારાત્મકતા, નિરાશા, ફ્રસ્ટેશન સામે રક્ષણ પૂરું પાડે છે. માત્ર ભગવદ્ ગીતાના એક અધ્યાય નહીં, માત્ર એક પાનું દરરોજ વાંચવામાં આવે તો પણ તે વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ પોતાનાં જીવનમાં આવતાં બદલાવ, સત્વનો ઉમેરો અને જીવનની સાચી સમજ અને દ્રષ્ટિકોણ સાથે નિર્લેપ ભાવ આપોઆપ તેનામાં વણાતો જતો તે પોતે અનુભવી શકે છે.

ભાખોડિયા ભરતું આખું જીવતર જોને,

ક્યાંક તારામાં રોજ કંઈક ઉગતું જોને,

તું તાગ મેળવજે કે, થઈ રહ્યું છે શું રોજેરોજ,

વહી જતું તે છે એક માત્ર ઝરણું જોને !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational