STORYMIRROR

Mital Patel

Others

2  

Mital Patel

Others

માનસિક મનોબળ

માનસિક મનોબળ

1 min
28

વહી શકે તો વહી જજે..

સાવ પથ્થર બની ના તૂટી જશે તું...

કસોટી હોય કે સંવિધાન...

સાવ નિર્મમ બની જીવી જશે તું..

તાકાતવર વાવાઝોડા જ જીવનમાં આપણને સ્થિર રહેતાં શીખવાડે છે. ડગી જવું, વિચલિત થઈ જવું તો ખૂબ સરળ બાબત છે. અઘરુ તો છે સ્થિર રહેવું, અડગ રહેવું ! ખુલ્લી આંખે પોતાની જાતને ખરતા તારાની જેમ જોતાં હોય તેમ સાક્ષીભાવે જોઈ શકો તો જ એ તકલીફોને પગથિયા બનાવી મનોબળનાં દીપકથી શ્રેષ્ઠતાને પામવા પોતાની જાતને તૈયાર કરી શકો છો. સરળ રસ્તે ક્યારેય શ્રેષ્ઠતાને ન પામી શકાય. માટે ફરિયાદો કરવાનું ટાળો. આ "ફરિયાદ કરવી" એક ખરાબ આદત છે. તે આદત પડવા કોઈ મોટી મુશ્કેલી આવે એ જરૂરી નથી. કેટલાક લોકો નાની-નાની અળચણોમાય પોતાનાં જીવનને, દુનિયાને, ઈશ્વરનેય કોસતા રહે છે.

કેટલીકવાર જોડાવા માટે તૂટવું ખૂબ જરૂરી છે. માણસ હંમેશા પોતાનો સેફ ઝોન શોધતો રહે છે. હંમેશા પોતાને સુરક્ષિત જ ફીલ કરાવવાં ઈચ્છે છે. હંમેશાં પોતાની કેર કરવી, બીજાને કેર લેવી, જેવી બાબતોને જરા વધુ પડતું મહત્વ આપતા રહે છે. ખરેખર તો તોફાનો જેવી જીવનની પરિસ્થિતિઓ માણસને જીહવળતા, ટકી રહેતા ઝઝૂમતા શીખવાડે છે.

ઝંઝાવાતોમાં ફસાઈને..

કુરુક્ષેત્રને ભેદી તો જો...

તું ક્યાંક મળી શકીશ ખુદને જોજે

તું ભાળ પોતાની તોફાનોમાં શોધી તો જો.


Rate this content
Log in