Anjali Sheth

Inspirational Romance Classics

0  

Anjali Sheth

Inspirational Romance Classics

પરિણીતા

પરિણીતા

3 mins
441


"સ્મિતા... ઓ સ્મિતા... એક્દમ અક્કલની ઓથમીર છે ! ખબર નહિ આવું બૈરું મારા જ નસીબમાં કેમ હશે?" અમિતનો એ જ દરરોજ નો ગુસ્સો અને સ્મિતા માટે અપમાનજનક શબ્દો...

સ્મિતા એ શબ્દો ને પીવા ટેવાઈ જ ગયી હતી. સંબંધોની શુષ્કતા દરરોજ મનને મારીને જીવવા મજબુર કરતી હતી. ક્યારેક તો સ્મિતા જાત સાથે વાતો કરતી..." લગ્નજીવનમાં સ્ત્રીએ જોયેલા સપના અને પ્રેમની આશા ભગવાન બુદ્ધની પેલી વાર્તા જેવા છે, કોઈ એક ઘરેથી રાઈ લઇ આવ જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય! બસ, એ ઘર શોધવા સ્ત્રી આખી જિંદગી વેડફી નાખે છતાં પ્રેમ અને હૂંફ માટે સતત તરસતું મન ! હશે, આ જ જિંદગીની વાસ્તવિકતા હશે." 

પણ આજે? અચાનક વર્ષો પછી! કોઈકનો બર્થડે વિષ કરતો મેસેજ વાંચી ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ. ઓહ ! સિદ્ધાર્થ... મારી જિંદગીનું એક સુંદર પેજ ! સ્કુલમાં મને સતત જોયા કરતો, મને ખબર પણ ન પડે તેમ મારી નાની નાની વાતોને પોતાની યાદોમાં વણી લેતો... અરે એકવાર તો હિમ્મત કરી હોસ્ટેલમાં મારા નામનો પત્ર પણ લખ્યો હતો. ઓહ ! ત્યારે આટલીબધી આઝાદી જ ક્યાં હતી? સમાજના બંધનો અને માતા પિતાની આબરૂ સામે પ્રેમના તાંતણાની શી વિસાત? ત્યારે ક્યાં ફેસબુક અને વોટ્સઅપ જેવી જાદુઈ દુનિયા હતી? સિદ્ધાર્થને 'થૅન્ક્સ' લખ્યા પછી "હાઉ આર યુ?" લખવાનું ન રોકી શકી... પછી તો દરરોજ વોટ્સઅપ ઉપર વિસ વર્ષમાં શું મેળવ્યું અને શું ખોયું ? ના હિસાબ લખી નાખ્યા.  આજે પ્રેમ સામે એ જ સમાજના બંધનો અને આબરૂ હારી ગયા. એક મુર્ઝાયેલા ફૂલને સુગન્ધ અને રંગ ફરીથી મળવા લાગ્યા. હવે અમિતના અપમાન અને સંબંધોની શુષ્કતા કરતા કોઈકની કાળજી અને પ્રેમ દૂરથી પણ મનને ભીંજવવા લાગ્યાં હતા. 

છ મહિનાથી જે વાતો ફોન ઉપર થતી હતી તે આજે રૂબરૂમાં કરીશું તેવો નિર્ણય કરી વર્ષો પછી એકબીજાને એક કોફી શોપમાં મળ્યા. ઓહ ! બંને કેટલા મેચ્યોર અને જવાબદાર થઇ ગયા છે! હેર ડાઈ નીચે સફેદ વાળ પણ ઘુરકિયાં કરે છે. પ્રેમની હૂંફ સાથે એક મજબૂત તાંતણો બંધાઈ ગયાંનો અહેસાસ બંનેને થઇ રહ્યો હતો. "કાશ! આ દિવસ વિસ વર્ષ પહેલા આવ્યો હોત ! એ વાક્ય બંનેના મુખમાંથી સરી પડ્યું. પણ હવે શું? જિંદગીમાં ક્યાં રિવાઇન્ડ બટન હોય છે !

ઘર, બાળકો અને આબરૂનો વિચાર કરી ફરી ન મળવાનો વાયદો આપી આંખોથી એટલી જ વાત કરી શક્યા...

"પ્રેમ તો રહેશે જ, દૂર છે તો શું થયું?" એકબીજાના હૃદયમાં હંમેશા ધડકતા રહીશું. અને... હું છું ને તારી સાથે ! એવો લાગણી અને હૂંફનો અહેસાસ કરાવતા રહીશું. બસ, સિદ્ધાર્થને આંખોમાં ભરી ઘરે પાછી આવી... આજે ૨૦ વર્ષે અરીસા સામે ઊભી રહી સ્મિતા પોતાને નીરખવા લાગી. મનનો બદલાવ, આંખોમાં ચમક સાથે કોઈકના પ્રેમની સુંદરતાથી છલકાતો ચહેરો, સિંદૂરની ડબ્બી શોધતા હાથ... પ્રેમ વિનાના લગ્ન અને પ્રેમલગ્નનો અહેસાસ !


Rate this content
Log in

More gujarati story from Anjali Sheth

Similar gujarati story from Inspirational