ભાવેશ મીરાણી

Inspirational Others

2  

ભાવેશ મીરાણી

Inspirational Others

પ્રાર્થના

પ્રાર્થના

3 mins
457


અત્યારના આ ટેક્નોલોજીના જમાનામાં જાણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે. દુનિયાનો દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત છે અને તે ભૌતિક સુખોની પાછળ દોડયા કરે છે. આવા સુખોની પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહીં માણસ ક્યાં જઈને અટકશે ? આ દોડમાં ક્યાંક ને ક્યાકં મનની શાંતિ ખોવાઈ ગઈ છે.

તો અહીં પ્રશ્ન એ થાય છે કે આ બધાની વચ્ચે મનમાં શાંતિ અને શુદ્ધતા મેળવવી કેવી રીતે ?? દરેકને સુખ અને શાંતિ જોઈએ છે. ઘણીવાર ઘણી વ્યક્તિઓ એ મેળવવા કોઇ ખોટા માર્ગે વળી જાય છે. મુશ્કેલીઓમાંથી નીકળવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે. પણ હકીકતમાં તો આનો જો કોઇ અસરકારક અને સચોટ ઉપાય હોય તો એ છે પ્રાર્થના !

પ્રાર્થના એ મનની શાંતિ અને એને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે કરવામાં આવે છે. કોઈ પણ અશક્ય લાગતાં કાર્યને શક્ય બનાવવાનું કામ પ્રાર્થના કરે છે. પ્રાર્થનાથી આપણા દોષો આપણે જોઈ પણ શકીએ છીએ અને દૂર પણ કરી શકીએ છીએ માટે જ તો આપણા ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે 'પ્રાર્થના હૃદયનું સ્નાન છે.'

પ્રાર્થના એટલે અંતરની અભિવ્યક્તિ. જેના માટે શબ્દોની જરૂર નથી. અંગ્રેજીમાં એક કહેવત ખૂબ જ પ્રચલિત છે કે, પ્રેયર નિડ્સ નો સ્પીચ. અર્થાત પ્રાર્થના શબ્દોથી નહીં મનથી થવી જોઈએ. મનમાં પડેલા કચરાને સાફ કરવાનું જો કોઈ સાધન હોય તો તે પ્રાર્થના જ છે.

પ્રાર્થના જ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે ભગવાન સાથે સીધા સંપર્કમાં આવી શકીએ છીએ. સાચા ભાવથી અને શુદ્ધ મનથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે જેના અનેક ઉદાહરણો આપણે ઇતિહાસમાં જોયા અને સાંભળ્યા છે. આમાંનું એક ઉદાહરણ એટલે દ્રોપદીએ સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી તો પ્રભુએ તેના ચીર પૂર્યાં.

દ્રૌપદીના ચીર તેમણે પુર્યા પછી તે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! તમે આવવામાં આટલું મોડું કેમ કરી દીધું ? ત્યારે ભગવાન એને બહુ સુંદર જવાબ આપતાં કહે છે કે હું મોડો આવ્યો કારણ કે તે મને યાદ જ મોડો કર્યો હતો !! તે પહેલા તારા હાથનું બળ લીધું, પછી તે તારી બુદ્ધિનું બળ લીધું, એના પછી તે તારા સગાવ્હાલાઓને યાદ કર્યા. આ બધામાં અસમર્થ રહ્યાં બાદ તે મને યાદ કર્યો હતો...!! દ્રોપદી જ નહીં, આપણે પણ ઘણીવાર એવું જ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ જ રસ્તો કે ઉપાય ન દેખાય ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. કેમ ખરું ને?

ભગવાન આપણી પ્રાર્થનાનો જવાબ જરૂરથી આપે જ છે. જો ક્યારેક જવાબ ન મળે તો એનો અર્થ એ નથી હોતો કે ભગવાનને આપણી પરવા નથી ! એનો અર્થ એ થઈ શકે કે હજી રાહ જુઓ, હજુ સમય પાક્યો નથી અથવા તો એમણે આપણી માટે હજી વધુ સારું વિચાર્યું હશે!! એટલે જ સંતો તો એમ જ કહે છે કે, " તમે એક ડગલું ઈશ્વર તરફ ભરો છો ત્યારે  ઈશ્વર સો ડગલા તમારા તરફ ભરે છે."

માટે પ્રાર્થના તો દરરોજ કરવી જ જોઈએ. આપણે રોજ ઘણા બધા સાથે એપોઇન્ટમેન્ટ ગોઠવતા હોઈએ છીએ. તો પછી ભગવાન સાથે કેમ નહીં ?? અંગ્રેજીમાં ખુબ સરસ કહ્યું છે કે , 'પ્રેયર ઇસ એન એપોઇન્ટમેન્ટ વિથ ગોડ' એટલે કે પ્રાર્થના એ ભગવાન સાથેની એપોઇન્ટમેન્ટ છે. પણ હા, તેને ક્યારેય લેવાની જરૂર નથી પડતી, કારણ કે પ્રાર્થના તો કોઈ પણ સ્થળે અને કોઇપણ સમયે કરી શકાય છે.

પ્રાર્થના માટે એવું કહેવાય છે કે ,

" હશે કંઇક કેટલી પરિસ્થિતિ જીવનમાં અસ્થિર

કરશે પ્રાર્થના જ તમને તમારી અંદરથી સ્થિર ..."

છેલ્લે એટલું જ કહીશ કે આજના સમયમાં જ્યારે જીવન દોડાદોડી અને માનસિક અશાંતિ ભર્યું છે. ત્યારે જીવનને વધુ વ્યવસ્થિત રીતે જીવવા લાયક બનાવવા અને અંદરથી સ્થિર થવા માટે રોજ થોડોક સમય પ્રાર્થના માટે જરૂરથી કાઢવો. પ્રાર્થનાના ચમત્કારી પરિણામો મળે છે એ ચોક્કસ છે.

દિલથી કરેલી એક પ્રાર્થના ઘણીવાર આપણું ભાગ્ય બદલી શકે છે. માટે મિત્રો, રોજ પ્રાર્થના કરો અને જીવનને ધન્ય બનાવો. આવો દિવ્ય અનુભવ જાતે જ કરી જોજો.

છેલ્લે એટલું જ કહીશ કે આજના સમયમાં જ્યારે જીવન દોડાદોડી અને માનસિક અશાંતિ ભર્યું છે. ત્યારે જીવનને વધુ વ્યવસ્થિત રીતે જીવવા લાયક બનાવવા અને અંદરથી સ્થિર થવા માટે રોજ થોડોક સમય પ્રાર્થના માટે જરૂરથી કાઢવો. પ્રાર્થનાના ચમત્કારી પરિણામો મળે છે એ ચોક્કસ છે.

દિલથી કરેલી એક પ્રાર્થના ઘણીવાર આપણું ભાગ્ય બદલી શકે છે. માટે મિત્રો, રોજ પ્રાર્થના કરો અને જીવનને ધન્ય બનાવો. આવો દિવ્ય અનુભવ જાતે જ કરી જોજો.


Rate this content
Log in

More gujarati story from ભાવેશ મીરાણી

Similar gujarati story from Inspirational