AKSHAY SHAH

Children Drama Inspirational

4  

AKSHAY SHAH

Children Drama Inspirational

પારકી આશા સદાય નિરાશ

પારકી આશા સદાય નિરાશ

2 mins
14.2K


એક ગામ હતું. તે ગામમાં અનેક કુટુંબ રહેતા હતા. તેમાં મોહન નામના એક વિદ્યાર્થીનું કુટુંબ પણ રહેતું હતું. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી. તેમ છતાં તેને માતા પિતા ગમે તેમ કરીને તેને ભણાવતા હતા. પણ મોહન ભણવામાં મહેનત કરતો નહિ. અને પરીક્ષાના દિવસોમાં આજુબાજુના વિદ્યાર્થીઓમાં જોઈને નકલ કરીને પાસ થઈ જતો. આવો તેનો એક મિત્ર હતો. તેનું નામ મગન હતું. તેઓ ધોરણ ૧ થી ૯ સુધી સાથે જ ભણ્યા હતા. પરીક્ષામાં મોહન મગનના પેપરમાં જોઈને જવાબ લખી નાખતો અને પાસ થઈ જતો.

હવે દસમાં ધોરણમાં પણ મોહન અને મગન સાથે જ ભણતા હોય છે. મોહન આખું વરસ કશી જ મહેનત કરતો નથી. બસ રમવામાં સમય બગાડે છે. એમ કરતાં કરતાં પરીક્ષાના દિવસો નજીક આવે છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ પણ ભરાય છે. થોડાક દિવસોમાં રિસીપ્ટ પણ આવી જાય છે. રિસીપ્ટ લઈને મોહન મગનના ઘરે જાય છે. અને જુવે છે તો મગન અને મોહનનો નંબર એક જ બેંચ પર જોડે જોડે આવ્યો હોય છે. મોહન તો રાજી રાજી થઈ જાય છે. કે હવે તે પાસ થઈ જશે. મગન તેને સમજાવે છે કે દસમાની પરીક્ષા કડક હોય છે. તેમાં ચોરી થતી નથી. સીસીટીવી કેમેરા પણ હોય છે. માટે તારે ચોરીની આશા છોડીને મહેનત કરવી જોઈએ જેથી તું પાસ થઈ જાય. પણ મોહન આ બાબતે ગંભીર બનતો નથી.

હવે એમ કરતાં પરીક્ષા શરુ થઈ ગઇ. પહેલું પેપર ગુજરાતી વિષયનું હતું. પહેલાં પેપરમાં વર્ગનિરીક્ષક બેદરકાર આવે છે. એટલે મોહન મગનના પેપરમાં જોઈને બધું લખી નાખે છે. એટલે તેનું ગુજરાતીનું પેપર સારું જાય છે. મોહનને એમ કે બધા જ પેપર આવા જશે. એટલે તે બીજા પેપરમાં પણ મહેનત કરતો નથી. પણ એવું બનતું નથી. બીજા દિવસોમાં વર્ગનિરીક્ષક સાહેબ ખુબ જ કડક આવે છે. તેઓ વિદ્યાર્થીઓને ચોરી તો શું પણ આજુબાજુમાં જોવા પણ નથી દેતા.

મોહનને મગનના પેપરમાં જોઈને લખવાનો કોઈ ચાન્સ મળતો જ નથી. પરિણામે મોહનના ગુજરાતી સિવાયના બધા જ પેપર ખરાબ જાય છે. એમ કરતાં કરતાં પરિણામનો દિવસ આવે છે. મગન તો પરીક્ષામાં પાસ થઈ જાય છે. પણ મોહન ગુજરાતી સિવાયના બધાં જ પેપરમાં નાપાસ થાય છે. તેને હવે પોતાની ભૂલ સમજાય છે. કે ‘મેં મગનને ભરોસે બેસી રહેવાને બદલે મહેનત કરી હોત, તો હું પણ ચોક્કસ પાસ થઈ જાત.’ પણ હવે પસ્તાવો કરવાથી શું થાય?

એટલેજ તો કહ્યું છેને કે પારકી આશા સદાય નિરાશ.


Rate this content
Log in

Similar gujarati story from Children