પારકાં પણ પોતાના
પારકાં પણ પોતાના


વીરપુર નામ ના એક ગામમાં મણિલાલ શેઠ રહેતા હતા.તે ખૂબ જ ધનવાન હતા. તેમને એક પુત્ર હતો રાહુલ. ખૂબ લાડકો એટલે દરેક વાત મનાવે. એક વાર જીદ કરી એટલે સરોવર જોવા જવું પડ્યું. તેના પિતા અને રાહુલ બંને સારોવર કાંઠે બેઠેલા ત્યારે કોઈને રડવાનો અવાજ આવ્યો. તો જોયું રાહુલ જેટલો જ છોકરો રડતો હતો. કારણ પૂછતા જણાવ્યું કે એ અનાથ છે. એટલે શેઠ ને દયા આવી અને પોતાના ઘરે એમની જોડે લઇ ગયા. પણ શેઠ્ઠાની ને આ વાત ન ગમી. કે કોઈ પણ છોકરો રાહુલ થી વધુ કેવી રીતે? એના પ્રેમ માં મમતામાં ભાગ કેવી રીતે? એટલે એ ચોરી છુપી વહેરો આતરો રાખવા માંડી.
એકવાર મણિલાલ બહારગામ જાય છે. આ તકનો લાભ લઈને રામુ ને ઘર બહાર કાઢી મૂકે છે. બિચારો અનાથ હતો તો શુ ફેર પડે. એ બીજે ઝૂંપડું બાંધી રહેવા લાગે છે. શેઠ ને ખબર પડે છે ઘણી શોધખોળ કરતા રામુ પાછો મળતો નથી. રાહુલ મોટો થાય છે. અને ધંધો સંભાળી લે છે. બાજુના નગર ના શેઠ ની દીકરી સાથે પરણી એમનો ધન્ધો સંભાળવા અહીંથી બધું વેચીને પોતાના માબાપને રસ્તે રઝળતા મૂકી સાસરે રહેવા ચાલ્યો જાય છે.
આ સમાચાર જ્યારે રામુ ને મળે છે ત્યારે તે એ બંને ને પોતાની ઝૂંપડીમાં લેતો આવે છે. એન સેવા કરે છે. શેઠાની ખૂબ જ દુઃખી થાય છે અને પસ્તાવો કરે છે. પોતાના પારકા થયા એન પારકા પોતાના, કેવી ભગવાનની માયા!