ઓહ્ આમ પણ હોય
ઓહ્ આમ પણ હોય
હું જ્યારે બાલવાડીમાં ભણતી ત્યારે મને એવું યાદ છે કે મારી સાથે નયન કરીને મારી મિત્ર હતી, અમે દરરોજ સાથે જ બેસતા અને સાથે જ નાસ્તો પણ કરતા. વર્ષ પૂરું થતાં અમે એકબીજાથી છૂટા પડ્યા. મને હમેશા નયન સ્મૃતિમાં તો ખરી જ. સમય સંજોગોની હારમાળામાં મળવાનું તો થાય જ નહિ. કોણ જાણે હવે તે ક્યાં હશે, સતત મનમાં વિચાર રહ્યા કરે.
એક વાર બન્યું એવું હું કોલેજમાંથી નીકળીને બસ સ્ટોપ પર રાહ જોતી ઊભી હતી, ત્યાં અચાનક મારી નજર એક મારા જેવી સુંદર છોકરી પર પડી, તેને કોઈ ભાઈ હાથ પકડીને દોરીને મારી તરફ જ આવતા હતા. હું પણ એકી નજરે આ જોયા કરતી. બન્યું પણ એવું તેઓ મારી નજીક જ આવીને ઊભા રહ્યાં. થોડીવાર તેઓની વાત પરથી હું જાણી શકી કે તે છોકરી કમનશીબે અંધ છે. મને મનમાં અંદર એવું થતું કે અને હું પહેલા મળી ચૂકી છું. મારાથી રહેવાયું નહિ, મે તે છોકરીને ઔપચારિક વાતમાં પૂછ્યું, ત્યારે તે પ્રત્યુતરથી હું એકદમ અવાક્ થઈ ગઈ. હું ખૂબ ખુશ થઈ ગઈ કે આ નયન છે મારી બાળપણની મિત્ર..!
મે તેના અંધનું કારણ પૂછ્યું ત્યારે તેને જવાબ આપ્યું કે પૈસાની સગવડ ન હોવાથી આંખોના નંબર વધારે હોવાથી ધીરે ધીરે જોવાનું બંધ થઈ ગયું. ચાલ તું ચિંતા બિલકુલ ના કરીશ હું છું ને ! નયનની ખુશીનો પણ પાર ન રહ્યો, કારણ ? હું મળી ગઈ હવે શું ચિંતા. મે નયનની આંખોનો ઈલાજ કરાવીને તેનું આંખોની રોશની પાછી આવી પણ જે તેને ક્યારેય જોયું નહતું તે તેની આંખની પટ્ટી ખોલતા જ પહેલો ચહેરો તેના ચાંદના ટુકડાનો જોયો જે એના માટે અવર્ણનીય હોય. હું પણ એટલી ખુશ થઈ કે મારી મિત્રની આંખ તો પાછી આવી ગઈ.
આ વાતની ચર્ચા ચારેય કોર થવા લાગી, મિત્ર હોય તો આવો હોય. વૃદ્ધ બિચારા માણસોને તો એવી નવાઈ લાગે અને સહજ બોલી ઊઠયા 'ઓહ્ આવું આ હોય,.....' મદદ કરવાની ભાવના હંમેશા રાખવી જોઈએ.
