તું જ છો
તું જ છો
ભારત દેશ પણ વિજ્ઞાનની દ્રશીએ ઘણો આગળ વધી ગયો છે. ભારતના વૈજ્ઞાનિકોનો પણ સંશોધનની બાબતમાં સિંહ ફાળો રહ્યો છે. ચુંબકીય શબ્દ આવ્યો એટલે વિજ્ઞાન યાદ આવ્યું.
અહીંયા મનના વિજ્ઞાનની વાત કરવા જઈ રહ્યા છીએ.
પહેલાના સમયમાં દીકરીઓને વધારે કંઈ બહાર નીકળવાની છૂટછાટ હતી નહીં એટલે તે વહું દીકરીઓ કૂવે પાણી ભરવા જાય ત્યારે ઘડીક વાતો કરીને ઉતાવળા પગલે ઘરની વાટ પકડતી. ત્યારે એવા સમયમાં દીકરીઓ મનોમન વિચારતી આપણે આપણાં મનની વાતો ક્યાં ઠાલવવી ? ત્યારે રેડિયો હતા પણ ઝાઝો ઉપયોગ કરી શકાય નહિ.
ત્યારે એવા સમયની રાહ જોવાય, ઘરમાં કોઈ જણ બહાર ગામ કામેથી જાય ત્યારે એનો ઉપયોગ કરી લેવો. સમય મળ્યે ઉપયોગ કરી મા, ભાભી, પોતે અવનવું રેડિયો દ્વારા સાંભળી એની ચર્ચા કરતાં. સાચું જ્ઞાન મેળવતા.
દીકરીઓને હજાર મનમાં પ્રશ્ન હોય એની ચર્ચા મર્યાદામાં કરાય. તે પણ કોણ હોઈ શકે ? ભાભી.
દીકરી ભાભીને હૃદય ઠાલવતા કહે 'તું જ છો ભાભી' કે મારી વ્યથા સમજી શકો છો.
ઘરમાં એક વ્યક્તિ પણ આપણને સમજે એટલું જ બહુ થઈ ગયું. જાણે જીવન જીવવા માટે નવી રાહ મળી ગઈ.
સમય આવ્યે આપણે પણ કોઈના ચુંબકીય જેવા આધાર બનીએ.
