Surabhi Shukla

Children Inspirational

3  

Surabhi Shukla

Children Inspirational

નિવૃત્તિ પછી પ્રવૃત્તિ

નિવૃત્તિ પછી પ્રવૃત્તિ

2 mins
7.7K


શર્માજી તેમના રોજિંદા નિત્યક્રમ અનુસાર આજે પણ સાંજે છ વાગ્યે 'દાદા-દાદી' પાર્કમાં આવીને એમના રોજીંદા બાંકડા પર બેઠા અને પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. નિવૃત્તિ લીધાને બે વર્ષ થયાં હતાં પરંતુ આજે પણ તેમનું શરીર નિયમિત કસરતથી કસાયેલું હતુ. નિવૃત થયા પહેલા તેઓ શાળામાં આચાર્ય હતા. નિવૃત્તિ લીધા પહેલા તેઓ વિચારતા કે નિવૃત્તિ લઈને શાંતિનું જીવન પસાર કરીશ અને તેવું જ થયું પ્રથમ એક વર્ષ શાંતિથી જ પસાર થયુ પરંતુ છેલ્લા એક વર્ષથી તેમનો જીવ અકળાતો હતો. હવે તેમનું ઘરમાં માન ઓછું થઈ ગયું હોય એવું લાગ્યા કરતું પોતે હવે તેમના સંતાનો પર બોજ બની ગયા હોય એવું લાગ્યા કરતું. હવે તેમને આમ પ્રવૃત્તિ વગર બેસવું ખટકવા લાગ્યું હતું. પરંતુ હવે પ્રવૃત્તિ શું કરવી એ તેઓને સમજાતું નહોતું. ત્યાં અચાનક કોઈએ પાછળથી આવીને એમની આંખ આડે હાથ મૂકી દીધા અને માસુમ અવાજમાં પૂછ્યું 'કોણ છે બોલો?' શર્માજીને ખબર હતી કે રોહન સિવાય અત્યારે કોઈ ના હોઈ તો પણ રોહનને ખુશ કરવા દરરોજની જેમ 'અ અ અ....મને નથી ખબર તમે જ કહો!' દરરોજની જેમ રોહને હાથ લીધાને સામે આવ્યો 'શું દોસ્ત આજે પણ ના ઓળખી શકયા? રોજ હારી જાઓ છો!'

રોહન આઠ વર્ષ નો હતો. ટ્યૂશનનો રસ્તો પાર્કમાંથી પસાર થતો એટલે લગભગ છેલ્લા એક વર્ષથી એ રોજ શર્માજીને મળતો, બંનેની વચ્ચે અનોખી દોસ્તી હતી. 'આવી ગયો તું?' શર્માજી બોલ્યા. 'હા, હું આવી ગયો અને દર વખતેની જેમ તમને હરાવી પણ દીધા' અને બન્ને પોતાની રોજિંદી વાતોમાં વળગ્યા...'રોહન, મને એક વાત તો કહે, તું આખો દિવસ શાળાએ જાય અને સાંજે ટયુશન જાય તો તને રમવાનો સમય તો મળતો જ નથી, તને તારા બીજા મિત્રોની જેમ રમવાનું મન નથી થતું?' શર્માજી એ પૂછ્યું. 'હા! દોસ્ત, મન તો થાય જ છે પણ તેના માટે સમય નથી કાઢી શકતો તેથી પપ્પાએ મારા માટે ઘરની લોનમાં જ અમે બંને રમી શકીએ એવું ગોઠવી દીધું છે. અમે બંને રાત્રે જમીને કોઈ દિવસ ક્રિકેટ તો કોઈ દિવસ પકડા પકડી તો કોઈ દિવસ ફુટબોલ રમીએ.' રોહને જવાબ આપ્યો. અને તેની વાત સાંભળીને અચાનક જ શર્માજીના મનમાં એક વિચાર આવ્યો અને તેમની સમસ્યાનું સમાધાન મળી ગયું હોય એમ રોહનને તે ભેટી પડ્યા અનેે તેનો આભાર માન્યો પરંતુ રોહન આ બાબતોથી અજાણ વિચારતો હતો કે દોસ્તને આજે આ શું થઈ ગયું.

બીજા દિવસે સવારે શર્માજી એ પોતાના ઘરની બહાર બોર્ડ મારી દીધું 'નિઃશુલ્ક ટ્યૂશન કલાસીસ, તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે'! ત્યારે શર્માજીના ચહેરા પરના સ્મિતની ચમક જ અનોખી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Children