નીડર ડોસીમા
નીડર ડોસીમા


એક ગામ હતું. તે ગામમાં અનેક લોકો રહેતા હતા. એ ગામમાં એક ડોસીમા પણ રહેતા હતા. એ ડોસીમાને એક દીકરી જ હતી. જેને બાજુના ગામમાં પરણાવી હતી. હવે એકવાર ડોસીમા પોતાની દીકરીને ઘરે મળવા જતા હોય છે. પણ દીકરીના ગામ જતાં રસ્તામા મોટું જંગલ આવતું હોય છે. આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હોય છે. વાઘ, સિંહ, ચિત્તો. દીપડો એવા હિંસક પ્રાણીઓ પણ રહેતા હોય છે. એટલે લોકો ત્યાંથી જતા ડરતા હોય છે.
હવે એકવાર આ ડોસીમાએ પોતાની દીકરીને ઘરે જવાનું નક્કી કર્યું. એ વખતે ડોસીના ગામમાંથી બીજા પણ કેટલાક લોકો ડોસીની દીકરીવાળા ગામ જવાના હોય છે. એટલે ડોસીમા એ લોકોનો સંગાથ લઈને જવા નીકળે છે. જતા જતા રસ્તામાં જંગલ આવે છે. જંગલમાં પહોચતા રાત પડી જાય છે. એટલે તે લોકો જંગલમાં જ રાતવાસો કરવાનું નક્કી કરે છે. પણ બધા જંગલમાં વાઘ અને સિંહથી ડરતા હોય છે.
એ લોકો નક્કી કરે છે. કે આપણે ઊંઘવું નથી. જાગતા જ રહીશું. જો ઊંઘી ગયા તો વાઘ કે સિંહ આવીને આપણને ખાઈ જશે. એટલે બધા જાગતા રહી ચોકી કરતાં હોય છે. પણ ડોસીમાને કહે છે, ‘માજી તમ તમારે સુઈ જાઓ. અમે જાગીએ છીએ.’ એટલે ડોસીમા તો સુઈ જાય છે. એટલામાં અડધી રાત થાય છે. અને એક વાઘ જંગલમાં શિકાર કરવા નીકળે છે. એ ફરતો ફરતો આ માણસો જ્યાં રોકાયા હોય છે ત્યાજ આવે છે.
વાઘને જોઇને બધા માણસો ડરી જાય છે. પણ ડોસી ડરતી નથી. બધા બુમો પાડવા લાગે છે.’વાઘ આવ્યો, વાઘ આવ્યો.’ એટલે ડોશી સામેથી બુમો પાડે છે. ‘ભલે આવ્યો વાઘ, ભલે આવ્યો વાઘ. હું તો વાઘથી પણ ના ડરુંકે હુંતો સિંહથી પણ ના ડરું.’ આ સાંભળીને વાઘ તો ગભરાઈ જાય છે.એને એમ કે આ ડોસી બહુ શક્તિશાળી લાગે છે. તે મને મારી જ નાખશે. આમ વિચારી વાઘ તો ઉભી પુંછડીએ જંગલમાં પાછો ચાલ્યો જાય છે. અને બધાનો જીવ બચી જાય છે.
એમ કરતા સવાર પડે છે, બધા જાગે છે. એટલે ડોસીમા જોડે જાય છે. બધા ડોસીમાના વખાણ કરે છે, ‘વાહ ડોસીમા વાહ ! તમે તો બહુ બહાદુર છો. તમે તો વાઘને પણ ભગાડી દીધો.’ દોશીને નવાઈ લાગી. તેણે પૂછ્યું, ‘એ કેવી રીતે ?’ લોકોએ કહ્યું, ‘તમારા હકોટાથી વાઘ ડરીને ભાગી ગયો. ડોસીમા કહે, ‘બાપ રે વાઘની તો મને બહુબીક લાગે છે ? ત્યારે લોકોએ પૂછ્યું, ‘પણ રાતે તો તમે કહેતા હતા કે હું તો વાઘથી પણ નાં ડરું કે સિંહથી પણ ના ડરું ! ત્યારે ડોસીમા એકહ્યું, ‘ભાઈઓ એતો મને ઊંઘમાં બકવાની ટેવ છે.
આ સાંભળી બધાના હોશ ઉડી ગયા.