Thakkar Hemakshi

Inspirational

4.5  

Thakkar Hemakshi

Inspirational

નાતાલ પેરિસમાં

નાતાલ પેરિસમાં

2 mins
164


આ વાર્તા ઝુબીન અને એલવિન જે પીટરના ખાસ મિત્રો હતા. અમે પીટર સાથે નાતાલ માટે પહેલીવાર પેરિસમાં ગયા હતા. અમે ત્યાં સાથે પહોંચી ગયા ત્યારે પીટરના પરિવારે અમારું સ્વાગત નાતાલના પુડિંગ સાથે કર્યું હતું. પછી પીટ૨ે ઝુબીન અને એલવિનની ઓળખાણ એના પરિવાર સાથે કરાવી હતી.                            

પછી ઝુબીન અને એલવિન ફ્રેશ થયા પછી પીટર એમને ગેલેરી લાફાયેટ લઈ ગયો હતો. તેને કહ્યું હતું કે આ સૌથી મોટું નાતાલ બઝાર છે. પછી અમે લોકો થોડું ચાલ્યા ત્યારે અમને નાતાલના વૃક્ષની નજીકમાં સાન્તા ક્લોસનું અવકાશ થીમનું મોહક વિન્ડો ડિસ્પ્લે સુંદર રંગો સહીત ખુબ જ પ્રકાશ સાથે જોયું. પછી અમે જોયું સાન્તા ક્લોસે બધાનું સ્વાગત પ્રતિકાત્મક ગુંબજની આસપાસ ફરીને કર્યું હતું. આ અદ્ભુત દ્રશ્ય જોઈને અમારા આનંદનો પાર ન હતો. એવું લાગતું જ ન હતું કે આ એક રમકડું હતું.           

ત્યાંથી થોડેક દૂર પીટર અમને પ્રખ્યાત ગરમ ચોકલેટ ક્રીમ સાથે પીવા લઇ ગયો હતો. એનો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ હતો..આવા પ્રકારની ગરમ ચોકલેટ ક્રીમ સાથે ક્યારે પીધી ન હતી. અમને બહુ મજા પડી ગયી પીટરની જાેડે. પછી પીટર સાથે ગેલેરી લાફાયેટના છત પર ગયા હતા. ત્યાં અમે એફિલ ટાવરનું ત્રણસો સાઈઠ ડિગ્રીનો રમણીય નજારો નિહાળી રહ્યા હતા. એ જોઈને પણ અમે અત્યંત આનંદીત થઇ ગયા હતા. થોડી જ વારમાં જ ત્યાં નાતાલનો કાર્યક્રમ ચાલુ થઇ ગયો હતો અને અમે પણ સદાબહાર નાતાલના કેરોલ ગાતા હતા.                    .       

થોડીવારમાં જ મધ્ય રાત્રિ માસ શરૂ થઇ ગયો હતો. અમે પણ એમાં બધા સાથે જોડાઈ ગયા હતા. માસ સમાપ્ત થઈ ગયો એટલે બધા એક બીજાને ભેટીને નાતાલની શુભેછાઓ આપી રહ્યા હતા. અમે પણ પીટર સાથે બધાને શુભેછાઓ આપી હતી. આવો ખુબસુરત રોશનીનો શણગાર જોઈને એમે ખુશ ખુશાલ થઇ ગયા હતા. પછી અમે પીટરના ઘરે ગયા હતા. અમે લિજ્જતદાર રાત્રિભોજન નાતાલનું પીટરના ઘરે કર્યું.એના પરિવારે પણ અમને ખુબ માન પાન આપ્યા. 

આવો ભવ્ય અનન્ય વિશેષ અનુભવ અમને પીટરને લીધે નાતાલ પેરિસમાં મનાવવાનું મોકો મળ્યો. અમે પીટરનું દિલથી આભાર માન્યો અને અમે એને સોગાદ આપી રહ્યા હતા પણ પીટરરે લેવાની ના પાડી. અમે પીટરને સોગાદ લેવા માટે બહુ આગ્રહ કર્યો પણ એણે લેવાની નાજ પાડી. અમે પીટર સાથે સમય પસાર કરીને ધન્ય થઇ ગયા હતા. તે દિલનો બહુ જ ઉદાર અને પ્રેમાળ હતો. પછી અમે ફરી હૃદયપૂર્વક આભાર માન્યો. ત્યાંથીથી અમે ઘરે જવા રવાના થઇ ગયા હતા.     


Rate this content
Log in

Similar gujarati story from Inspirational