VIRAL JOSHI

Children

0.8  

VIRAL JOSHI

Children

નાનપણનો મિત્ર

નાનપણનો મિત્ર

5 mins
8.3K


એક સુરાણા નામનું ગામ હતું. ઘણા વર્ષો પહેલા આ ગામમાં એક મહેશ નામનો ખેડૂત રહેતો હતો. મહેશ ખેતીવાડી કરવામાં ઘણો જ હોંશિયાર હતો. તેની મહેનત અને આવડતથી આજુ બાજુના ખેડૂત કરતા પણ તેના ખેતરમાં વધુ પાક થતો હતો. તે માટીને મહેનતથી લાડ લડાવી ખેતી કરતો એટલે એ માટી જાણે સોનું બની જતી.

પણ ઘણા સમય પહેલા મહેશની પાસે પોતાની જમીન ન હતી એટલે તે બીજાના ખેતરમાં ખેતમજુર તરીકે કામ કરતો હતો. સમય જતાં તે પોતાની મહેનત અને લગનથી ખુબ કમાયો. અને આજ તે ઘમનો એક ધનવાન અને સુખી ખેડૂત બની ગયો હતો. તેની પોતાની ખુબ મોટી જમીન હતી. ઘરમાં ધનની કોઈ કમી ના હતી. તેણે પરિવારમાં એક પત્ની અને બે સંતાન હતા. એક આલીશાન મકાન હતું. મહેશની જિંદગી હવે આરામથી ગુજરતી હતી. પણ મહેશને જીવનમાં એક જ ચિંતા અને ઉદાસી હતી. તે હતી તેના બાળપણના મિત્ર સુમિતની. સુમીતથી છુટા પડ્યાને ઘણો સમય થઇ ગયો હતો.

સુમિતની યાદ મહેશને હમેશા આવતી રહેતી હતી. એક દિવસ મહેશ સુમિતના વિચારોમાં ખોવાયેલો પોતાના ખેતરમા કામ કરતો હતો. ત્યાં તેની નજર સામે ખાડાના એક કીચડમાં પડી. એ કીચડમાં બે વીંછી રમી રહ્યા હતા. રમતા રમતા એક વીંછીનો પગ લાપસી ગયો. અને તે ભોય પછડાયો. તેનો એક પગ ભાંગી ગયો. હવે તે વીંછી ચાલી શકતો ન'તો. આ જોઈને આગળ ગયેલો વીંછી પાછો આવ્યો. અને જેનો પગ ભાંગ્યો હતો તે વીંછીને પોતાની પીઠ પર બેસાડી આગળ ચાલવા લાગ્યો. મહેશ આ બધું જોતો જ રહ્યો. તેણે આમ વિચારોમાં ખોવાયેલો જોઈને બાજુના ખેતરમાંથી ગીરીશ નામનો માણસ તેની પાસે આવ્યો. તેનું ખેતર મહેશના ખેતરની બાજુમાં જ હતું. એટેલ ગીરીશ અને મહેશ મિત્રો જ હતા. તેણે આવીને મહેશને પૂછ્યું, ‘મહેશ તું આમ આ કીચડમાં શું જોઈ રહ્યો છે?’ ગીરીશનો અવાજ સાંભળી મહેશ વિચારમાંથી જાગ્યો. તેણે કહ્યું કે ,’ આ બંને વીંછીની મિત્રતા કેવી જોરદાર છે. એક મુસીબતમાં છે ટો બીજો તેણે છોડીને ભાગી જતો નથી. પણ તેની મદદ કરે છે. મને આ જોઈને ખુબ જ આનંદ થાય છે.’

આ સાંભળી ગિરીશે કહ્યું, ‘મહેશ લાગે છે તને તારા મિત્ર સુમિતની ખુબ યાદ આવે છે.’ મહેશે કહ્યું, ‘ હા ભાઈ ગીરીશ મને મારો મિત્ર સુમિત ખુબ જ યાદ આવે છે. એક દિવસ પણ એવો નથી ગયો કે મને સુમિત યાદ ના આવ્યો હોય.’ ગિરીશે પૂછ્યું પણ તમે બંને છુટા કેમ પડી ગયા?’ ત્યારે મહેશે માંડીને વાત કરી,

‘’સુમિત મને મારા જીવથી પણ વ્હાલો હતો.પણ શું કરીએ અમારા કિસ્મતે અમને એકબીજાથી દુર કરી નાંખ્યા. અમારી ઉમર એ વખતે લગભગ બાર વરસની હતી.અમે બંને મિત્રો સાથે જંગલમાં ફરવ ગયા હતા. કે અચાનક જ સામે સિંહ આવી ગયો. સિંહથી બચવા અમે બંને જણા દોડીને અલગ અલગ રસ્તે ભાગી ગયા. એ પછી તે ફરી ક્યારેય મળ્યો જ નહિ.’ અ સાંભળી ગીરીશે કહ્યું, ‘કદાચ એ સિંહ સુમિતને ખાઈ તો નથી ગયો?’ આ સાંભળી મહેશ બોલ્યો, ‘નાના ભગવાન કરે એવું ના જ બન્યું હોય. તે જ્યાં પણ હોય સુરક્ષિત હોય એટેલે બસ. સુમીતનો મારા પર ઘણો ઉપકાર છે. વળી તેની એક જવાબદારી અને અમાનત પણ મારી પાસે છે તે મારે તેને પાછી આપવાની છે. આ સાંભળી ગીરીશ બોલ્યો , ‘કેવી અમાનત ?’ મહેશે કહ્યું, તેણે માતા પિતાએ આપેલા પૈસા મારી પાસે છે, તે મારે તેને પાછા આપવાના છે.’

આ સાંભળી ગીરીશના મનમાં લોભ અને લાલચ જાગી. તેણે એક યોજના બનાવી. નમન નામના એક મિત્રને બોલાવી તેને બધું સમજાવી દીધું. એકવાર મહેશ પોતાના ખેતરમાં બેઠો હતો. ત્યાં ગીરીશ નમનને સુમિત બનાવીને મહેશની પાસે લઇ આવ્યો. ગિરીશે કહ્યું, મહેશ, આને ઓળખે છે? આ કોણ છે? આ તારો બાળપણનો મિત્ર સુમિત છે.’ મહેશ તેણે જોતો જ રહ્યો. આ જોઈ ગીરીશ આગળ બોલ્યો, ‘મહેશ તને હજી પણ કંઈ સમજાયું? આ તારો મિત્ર સુમિત જ છે.’ આ સાંભળી મહેશ ખુશ થઇ ગયો. તેણે નમનને સુમિત સમજી પોતાને ગળે લગાડયો. નમન પણ હવે સુમિત બનીને મહેશની સાથે રહેવા લાગ્યો. ગીરીશનો પ્લાન સફળ થયો હતો. પણ મહેશની પત્ની કોમળ ઘણી હોંશિયાર હતી. તેણે નમન (સુમિત)નું વર્તન થોડું અજુગતું લાગતું હતું. એટલે શક પણ જતો હતો.

એકવાર મહેશની પત્ની કોમલે મહેશને કહ્યું, તમને ખરેખર વિશ્વાસ છે કે આ જ વ્યક્તિ તમારો મિત્ર સુમિત જ છે? મને તો તેના પર શંકા જાય છે.’ મહેશ ખુબ ભોળો હતો. તેણે કહ્યું, ‘નાના એજ મારો મિત્ર સુમિત છે.’ હવે એમ કરતા કરતા એક દિવસ સુમિતે મહેશને કહ્યું, ‘મિત્ર મહેશ એક દિવસ મારા પિતાજીએ તને થોડાક પૈસા મને આપવા માટે આપ્યા હતા. મને વિશ્વાસ છે કે એ પૈસા હજી પણ તારી પાસે જ હશે.’ મહેશે કહ્યું, ‘હા એ પૈસા હજી પણ મારી પાસે સુરક્ષિત છે. કોઈ એક સારો દિવસ આવશે એટલે તને તારા પૈસા સોંપી દઈશ.’

એકવાર મહેશ ઘરે ન હતો. પણ તેની પત્ની કોમળ ઘરે હતી. ત્યારે એક મહેમાન મહેશના ઘરે આવ્યા. તેમણે જોઈને કોમલે પૂછ્યું, તમે કોણ છો ભાઈ?’ ત્યારે એ આવેલા મહેમાને કહ્યું, ‘મારું નામ સુમિત છે, હું મહેશનો નાનપણનો મિત્ર છું. તે દિવસે જંગલમાં સિંહ અમારી પાછળ પડ્યો અને અમે બંને જુદા જુદા રસ્તે ફંટાઈ ગયા હતા.’ કોમળ સુમિત બનીને આવેલા મહેમાનને ઘરમાં લઇ ગઈ. બેસાડયા. જયારે મહેશ ઘરે પાછો આવ્યો ત્યારે કોમલે મહેશને બધી હક્કત સમજાવી. આ સાંભળી મહેશને નવાઈ લાગી. બે જણા સુમિત હોવાનો દાવો કરતા હતા. પણ બેમાંથી સાચો સુમિત કોણ?

છેવટે મહેશને એક વિચાર સુજ્યો. પછી તેણે પોતાના મિત્ર બનીને આવેલા બંને મિત્રોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું. હું તમને બંને ને એક સવાલ પુછું છું, જે મારો સાચો મિત્ર હશે, તેણે એ સવાલનો જવાબ ખબર હશે.’ પછી મહેશે સવાલ પૂછ્યો, ‘ મારે બાળપણમાં કેટલા મિત્રો હતા. આ સાંભળી નકલી સુમિત ચુપ થઇ ગયો. પણ અસલી સુમિતે જવાબ આપ્યો, કે મહેશ તારે નાનપણમાં વીસ મિત્રો હતા. અને તે બધાના નામ પણ સાચો સુમિત બોલી ગયો. નમન અને ગિરીશની કાવતરું પકડાઈ ગયું. મહેશે નકલી સુમિતને ધક્કા મારીને બહાર કાઢી મુક્યો.

ત્યાર પછી મહેશ અને સુમિત બે બાળપણનાં મિત્રો ખુબ આનંદથી સાથે રહેવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children