STORYMIRROR

Jadav Kailas

Abstract

2  

Jadav Kailas

Abstract

મુસાફરી માવતરની

મુસાફરી માવતરની

1 min
121

એક દિવસ એવી સફર ઉપર જવું છે કે જ્યાં ક્યારેય ગયા નથી કે જવાનાં નથી. બસ સાથે એ હશે જેમણે આંગળી પકડતા શીખવાડ્યું છે... મમ્મી - પપ્પા.

એવી જગ્યા કે જ્યાં મમ્મી પપ્પાની સાચી કિંમત સમજાય અને એમણે આપેલું ભાથું સમજાય.એ બન્ને નિખાલસ ચેહરાઓને હસતા જોવા છે. જ્યાં ભલે કાંઈ જ ન હોય પણ એમની એ નીરવ શાંતિ હોય. જ્યાં તેમના માટે સંતાનો તણો બોજ ન હોય.

એવી જગ્યા કે જ્યાં બસ એ હસતા ચહેરા પોતાની જાત જીવે, એ સંતાનો તણી ચિંતાથી મુક્ત થાય. ત્યાં એમણે નાના બનાવી બાળપણ જીવાડીએ. મમ્મી પપ્પા સાથે બસ એક એવી જગ્યાએ જવું છે, જ્યાં મમ્મી પપ્પા મારાં બને અને હું એમની પરી. ઘર અને દુનિયાની મીઠી જંજાળમાંથી મુક્તિ મળે. એક દીકરીના મમ્મી પપ્પા બહુ જવાબદાર નથી હોતા એ સમજાય.. જ્યાં સાવજ કરતા સિંહણની કિંમત કરાય છે, દીકરીના માં - બાપ અમીર બને.

બસ એક દીકરી તરીકે માતા પિતાને દુનિયાના શ્રેષ્ઠ માતા - પિતા બનાવવા છે, એવી જગ્યાએ લઈ જવા છે મમ્મી - પપ્પા ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract