STORYMIRROR

Jadav Kailas

Others

3  

Jadav Kailas

Others

મારાં સ્વપ્નની દુનિયા

મારાં સ્વપ્નની દુનિયા

1 min
222

બસ એક એવી દુનિયા, એક એવી જગ્યાની શોધ છે જ્યાં બસ કાંઈ જ બંધન ન હોય. ન હોય બાળક બનવાનું બંધન, ન હોય જલ્દી મોટા થવાનું બંધન. બસ કાંઈ ભલે મળે નહીં પણ જે છે એને જાણવાનો મોકો મળે. ન હોય પોતાનાથી પોતાની દોડ કે ન હોય કોઈને સંતોષ આપવાની દોડ. જ્યાં સ્થળ, સમય, પરિસ્થિતિ પર કોઈનો રોક ન હોય. જ્યાં પૈસો બધું ન હોય, બસ માણસનું હૃદય વંચાતું હોય. જ્યાં બધા જ સરખા હોય. સાબિતી નહીં પણ જીવવાની છૂટ હોય. જ્યાંના માણસો સ્વાર્થી નહીં પણ માણસ હોય, જ્યાં કોઈ પોતાનું છીનવાઈ જતું ન હોય. જ્યાં કોઈ જ હરિફાઈ ન હોય, બસ જે કરો ખુશીથી કરો. ડર અને દશાની પરવા ન હોય. કુદરતને જાણવાનો મોકો હોય.

દરેક સંતાન તેના માં - બાપ સાથે હોય, એ વ્હાલની આંગળી અને એ આંખોનું નૂર ક્યારેય ઓછું ન થતું હોય. ભલે ભગવાન સાથે ન હોય પણ સમજનાર હોય. જ્યાં ખુશીઓની કોઈ કિંમત દેવી પડતી ન હોય. ભલે બધાને બધી છૂટ ન હોય પણ ક્યાય કોઈ અંદરથી દુઃખી ન હોય..

હે ભગવાન, આ તે કેવી તમારી દુનિયા જ્યાં ખુશીઓના ઠેકાણા કરતા ઓછાયા વધુ દેખાય છે... હે ભગવાન, બસ બનાવી દયો એવી એક દુનિયા કે જ્યાં કોઈ જન્મ લેવા દરેક જાત ફરીથી ઈચ્છા રાખે...જ્યાં માણસ માણસ હોય.


Rate this content
Log in