The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

yogi Thakkar "પલ"

Inspirational Others

5.0  

yogi Thakkar "પલ"

Inspirational Others

મનોદશા

મનોદશા

3 mins
350


એ સમય પણ કંઈક અજીબ હતો, જ્યારે મારો જન્મ થયો હતો. લોકો મારા જન્મની સાથે જ મને કાળ, અપશુકનિયાળ કહેતા હતા. ખબર નહિ કેમ, પણ હું જન્મતાની સાથે જ અનાથ થઈ ગઈ હતી અને તેમાં પણ હું દીકરી. મારા જન્મ પહેલાંના ફક્ત એક મહિના અગાઉ મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અને પાક્કા એક મહિના પછી મારો જન્મ અને મને જન્મ આપતા જ મારી મમ્મી પણ મૃત્યુ પામી. 

"આવતાની સાથે જ મમ્મી પપ્પાને ભરખી ગઈ, અપશુકનિયાળ છે, કાળ છે." આવા અનેક શબ્દો સાંભળ્યા હતા અને આ કારણે જ કોઈ મને સાચવવા તૈયાર ન હતું. એ સમયે શહેરમાં એક નવું જ અનાથ આશ્રમ બન્યું હતું. એક દાદા મને ત્યાં છોડી આવ્યા હતા. ત્યાં ગયા પછી મારા મિત્રો બન્યા, મને પણ ગમતું હતું એ આશ્રમમાં. પણ અમુક એવા હતા જે હજી મને ઘણું ખરાબ સંભળાવતા ત્યારે ઘણું દુઃખ થતું મને.

પણ લોકોની વાતો અને તેમના શબ્દોને અનસુની કરીને હું મારા ભણતર પર ભાર આપવા લાગી, ડોક્ટર બનવાનું સપનું હતું મારુ એટલે બસ દિવસ રાત ફક્ત ભણતી જ રહી અને મારા સપનાને સાકાર કરવા મહેનત કરતી રહી. ધીમે ધીમે સફળતાની સીડી તો હું પાર કરતી ગઈ. પણ સાથે સાથે જેમ મારી તરક્કી વધી તેમ તેમ લોકોના મારા પ્રત્યેના શબ્દો ઓછા થતા ગયા. જે લોકો મારી સાથે વાત પણ નહોતા કરતા એ જ લોકો મારી સાથે વાત કરતા થયા હતા.

મહેનતની સીડી પકડીને હું મારી મંજિલ સુધી તો પહોંચી ગઈ હતી. પણ ક્યાંક ડર હતો કે જે લોકો મને અપશુકનિયાળ કહેતા હતા શુ એ લોકો મારી પાસે ઈલાજ કરાવવા આવશે ? શુ એ લોકો મારા પર અને મારા ઈલાજ પર વિશ્વાસ કરશે ? આવા અનેક વિચારો આવ્યા છતાં મેં મારું દવાખાનું શરૂ કર્યું. એ વિચારથી 100 લોકોમાંથી 1 તો વિશ્વાસ કરશે.

બસ મારો આ વિશ્વાસ મને જંગ જીતાડી ગયો. ધીમે ધીમે દર્દીઓ મારી પાસે પોતાના દર્દનો ઈલાજ કરાવવા આવવા લાગ્યા. હું અનાથ આશ્રમમાં રહી હતી એટલે મારા દિલમાં લોકોની સેવા ભાવના વધુ હતી એટલે બીજી હોસ્પિટલ કરતા હું ઓછી ફીમાં લોકોના દર્દનો ઈલાજ કરવા લાગી. મને ખુબ ગમતું જ્યારે હું લોકોને મારી પાસે આવતા જોઉં, અને મારા વખાણ કરતા સાંભળું. મને કોઈ જ સાથીની જરૂર નહીં બસ હું અને મારા દર્દીઓ.

પણ ફરી એક દિવસ એક વ્યક્તિએ મને વિચારમાં મૂકી દીધી. અંદાજીત 5-6 વ્યક્તિ વાતો કરી રહ્યા હતા ત્યારે મેં સાંભળ્યું કે તેમાંની એક વ્યક્તિ બોલે છે કે "ડો. રાશિ પાસે આમ તો ઈલાજ કરાવવા કોણ જવાનું, એ તો અપશુકનિયાળ છે. જન્મતાની સાથે જ મા-બાપ બંનેને ભરખી ગઈ હતી, આ તો હવે એ પૈસાદાર બની ગઈ છે, ગાડી-બંગલા વાળી થઈ ગઈ છે, ઉપરથી ઈલાજ પણ સસ્તામાં કરે છે એટલે જ જાય છે બધા તેની પાસે ઈલાજ કરાવવા, બાકી તો કોઈ તેની પાસે જાય એવા નથી..."

ત્યારે થયું કે કોઈને મારા પર હજી વિશ્વાસ તો નથી જ એ લોકો તો બસ ઓછી ફીને કારણે આવતા હતા. તો શું જીવનમાં પૈસા જ મહત્વના છે ? અત્યારે ઉંમર છે કે પૈસા કમાવી શકીએ છીએ પણ જ્યારે ઘરડા થાશું ત્યારે ? ત્યારે શું, ફરીથી એ જ પરિસ્થિતિ આવશે જે બાળપણમાં હતી, એકલા રહેવું પડશે ? કોઈ જ સાથે નહિ હોય ?

અને થયું કાંઈક એવું જ મારી સાથે. લોકોની સેવા કરતા રહેવામાં મેં ખુદ માટે કાઈ વિચાર્યું જ ન હતું. બસ સેવા કરતી ગઈ, પણ જ્યારે મને જરૂર હતી ત્યારે મારી સાથે કે મારી પાસે કોઈ જ ન હતું...


Rate this content
Log in

More gujarati story from yogi Thakkar "પલ"

Similar gujarati story from Inspirational