STORYMIRROR

Parmar Hetal

Inspirational

3  

Parmar Hetal

Inspirational

મિત્ર

મિત્ર

2 mins
238

જીવનમાં મિત્રો તો ઘણાં મળતાં હોય છે, પણ સાચા, સારા, પ્રામાણિક અને નિ:સ્વાર્થ મિત્રો આજે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે, મારી એવી જ એક ફ્રેન્ડ બીના, જેની સાથે કોલેજમાં મુલાકાત થઈ હતી. બંનેના વિષય પણ અલગ અને ડિપાર્ટમેન્ટ પણ અલગ, લાયબ્રેરીમાં રોજ મળવાનું થાય કેમ કે અમે બંને પુસ્તકોના શોખીન. ધીરે ધીરે બંને એકબીજાને સારી રીતે ઓળખતા થયા.

બીનાનું જીવન એકદમ સાદું અને સરળ. જીવનનો એક જ્ ઉદેશ્ય સારામાં સારું એજ્યુકેશન મેળવવું, પોતાની મહેનતથી નેટ એકઝામ પાસ કરી એ પણ JRF (ફેલોશિપ્) સાથે એટલે ઘરમાં કોઈની પાસે ભણવા માટે પૈસા માંગવાની જરૂર જ નહીં. એને આજે બહુ જ મહેનત અને સંઘર્ષ સાથે પીએચડી પૂરું કર્યું.અને એ પણ કોઈ જ પ્રકારની ફેસિલિટી વગર. પીએચડી કરવામાં વચ્ચે કદાચ બહુ નિરાશ પણ થઈ, તબીયત પણ બગડતી કેમ કે કોલેજ જવા માટે બસ, ટ્રેનનાં ધક્કા ખાવાના, ઘરનું કામ પણ જોવાનું બધું જ મેનેજ કરીને આખરે પોતની ધગશ અને મહેનતથી પીએચડીની ડિગ્રી મેળવી તો ખરી જ.

તારી આ ઈમાનદારીની મહેનત અને સંઘર્ષ બદલ તને ખૂબ ખૂબ ખૂબ જ અભિનંદન કેમ કે પીએચડી પૂરું કરવા સુધીની તારી આખી જર્ની જોઈ છે.     

અને સૌથી મહત્વની વાત તો એ કે લગ્ન જ જીવનનું કેન્દ્ર બિંદુ છે એવું માનનાર આપણા સમાજ અને કુટુંબના લોકોને તે એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે,લગ્ન કરી લીધા હોત તો અહીં સુધી પહોંચી હોત કે નહીં એ તો નથી ખબર પણ એટલું કહીશ કે તારા નામની આગળ મિસિસ બીના લાગતા પહેલા હવે ડોક્ટર બીના લાગશે એ મને બહુ જ ગમ્યું. અને એ તું ડિઝર્વ કરતી હતી.  હવે જીવનમાં બહુ જ પ્રગતિ કર એવી દિલથી બેસ્ટ વિશિસ 

કોનગ્રેચ્યુલેશન્સ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational