STORYMIRROR

Parmar Hetal

Others

3  

Parmar Hetal

Others

કુદરત

કુદરત

1 min
270

આપણે કુદરતને જોઈને સુંદર કાલ્પનિક દ્રશ્ય કાગળ પર ઉતારતા હોઈએ છે અને એ જ દ્રશ્ય જ્યારે કુદરત પોતાની જાતે આકાશમાં બનાવે એ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. 

આજે કંઈક એવું જ અદભુત દ્રશ્ય જોયું આકાશમાં !  વાદળોના બનેલ પર્વતો અને વચ્ચેથી નીકળતો સૂર્ય. ખરેખર જોઈને જ મન ખુશ થઈ જાય, ખરેખર તો એવા દ્રશ્યો જોવાની દ્રષ્ટિ પણ આપણી પાસે હોવી જોઈએ અને પછી એને કાલ્પનિક રૂપ પણ આપવાનું હોય, તો જ એનો ખરેખર આનંદ માણી શકાય.

આકાશમાં વાદળોના પર્વત અને ધરતી પર નદી જાણે આકાશમાંથી જ નીકળતી હોય ? નાના બાળકો બનાવતાં હોય છે ને કુદરતી દ્રશ્ય એવું જ્ લાગે. 

 કેટલું અદભુત અને નયનરમ્ય કુદરતનું સૌદર્ય ! જોઈને જ આકાશ અને ક્ષિતિજ વચ્ચે જાણે અદભુત પ્રેમની અનુભૂતિ થાય. પરંતુ આજનો માનવી પોતે પોતાનામાં જ એટલો વ્યસ્ત છે કે કુદરતી સૌંદર્યનો આનંદ માણવાનો સમય જ ક્યાં છે કોઈની પાસે. કુદરતે તો આપણને અમુલ્ય ખજાનો આપ્યો જ છે, બસ આપણે જ એનો આનંદ નથી લઈ શકતા અને ભૌતિક વસ્તુઓની પાછળ  દોડતાં રહીએ છે.


Rate this content
Log in