મિત્ર : મિત્રતાનો મહિમા
મિત્ર : મિત્રતાનો મહિમા


આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક વસ્તુનો ખૂબ મહિમા ગવાયો છે. ત્યારે મિત્રતાએ મહત્વનો ભાગ ભજવે છે, મિત્ર એવો બનાવો કે જે સફળતાના શિખર સુધી પહોંચવામાં સહાયક બને.
જીવનમાં મિત્ર બનાવો પણ આ મિત્ર એવો હોવો જોઈએ કે જે સુખમાં અને દુઃખમાં સદાય સાથે રહી તમારા વિશ્વાસ ને જાળવે, મુશ્કેલીના માર્ગમાં તમને માર્ગદર્શન આપનાર હોય, સંકટ સમયનો સાથી બને, મિત્ર એવો હોવો જોઇએ કે જે ક્યારેય શ્રીમંતાઈ કે ગરીબાઈ ન જોવે, સુંદર ના હોય તો કાંઈ વાંધો નહિ પણ ગુણકારી, ગુણવાન, સંસ્કારી હોવો જોઇએ.
એમ કહેવાય છે કે જીવનમાં તમે એક સારો મિત્ર બનાવો તો એ તમને આગળ વધારે, તમારા નામને રોશન કરાવે અને એક મિત્ર એવો જો ખરાબ સંગતવાળો બનાવો તો એ જ ટાળી દે, કોઈ જ જગ્યાએ આગળ ન વધવા દે, જીવનમાં સારા મિત્રો બનાવો સારી સંગતમાં રહેવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે, મિત્રતાનું જો કોઈ સાચું પ્રતીક હોય તો એ છે કૃષ્ણ સુદામા..જીવન એવું બનાવો.