માતૃત્વનું અસ્તિત્વ
માતૃત્વનું અસ્તિત્વ
માતૃત્વનો અસ્તિત્વ શું છે આજ સુધી કોઈ જાણી શક્યું નથી
જે માતા ની કદર ના કરે તે આ અસ્તિત્વને કદી માણી શક્યું નથી
પોતે ભીનામાં સૂઈ આપણને સૂકામાં સૂવડાવે
એનો ઉલ્લેખ અને આજ સુધી કોઈ જાણી શક્યું નથી
દુઃખમાં પણ પોતાનું હાસ્ય રાખી એ પોતાના સંતાનોને
સુખી જણાવે એવું વ્યક્તિત્વ આજ સુધી કોઈ લાવી શક્યું નથી
કડવું બોલી સાચું સમજાવી દે અને મીઠું બોલી મનને મનાવી દે
આજ સુધી બધાના જીવનમાં એવું વ્યક્તિત્વ કોઈ આવી શક્યું નથી
