માસિક ધર્મ સમજો
માસિક ધર્મ સમજો
માસિક ધર્મ શું છે એ વાત બધા ને ખબર પડે છે પણ બસ ઉપર ઉપર થી જ, અંદર થી પૂરી વાત ની કોઈ ને ખબર હોતી નથી અને એક કહેવત જેવું થાય "અધૂરો ઘડો વધુ છલકાય" એની જેવું જ છે આજ ના જમાના મા પૂરી વાત કોઈ ને ખબર ન હોય ન જાણવાની કોશિશ કરે બસ જે અધૂરી માહિતી હોય એ જ બોલ્યા રાખે કા તો જાણીતા ને પૂછે અલ્યા ભાઈ જાણીતા ને ન પૂછવાનું હોય ડોક્ટર ને પૂછો નિદાન પણ થાય અને પૂરી જાણકારી પણ મળે.... એક કિસ્સો નીચે મુજબ છે ..
( સવાર મા જાગી ને જ પ્રિયાને માસિક આવે છે એ પછી શું થાય છે એ જોઈએ)
પ્રિયા: "પ્રેમ ઓ પ્રેમ જાગ ને જો તારો ઓફિસ જવાનો સમય થઇ ગયો છે જાગ ને અને આજે જા ને બહાર જઇ ને ચા લાવી આપ ને મને."
પ્રેમ: "( સફળો જાગી ને) કેમ પિયુ શું થયું તને તારી તબિયત તો ઠીક છે ને..??"
પ્રિયા: "હા પ્રેમ બસ માસિક આવ્યું છે તો મને થોડી અશક્તિ લાગે છે અને મને પેટ મા અને પગ ખૂબ જ દુ:ખે છે ને તો મારે આરામ કરવો છે બસ બીજું કશું જ નહીં."
પ્રેમ: "ઓકે બકા તું આરામ કર હમણાં મસ્ત ચા અને નાસ્તો લઇ આવું તારી માટે."
(પ્રેમ રૂમ માથી રસોડા મા નાસ્તો લેવા જાય છે ત્યાં પ્રિયા ના સાસુ હોય છે રસોડા મા અને પ્રેમ ને પૂછે છે પ્રિયા વિશે)
પ્રેમ ના મમ્મી: "પ્રેમ કેમ આજે તું અને પ્રિયા ક્યાં છે આજે આવી પણ નહિ હજુ હું તો રાહ જોવું છું એની"
પ્રેમ: "મમ્મી આજે એમાં એવું છે પિયુ ને મજા નથી અને એને માસિક આવ્યું છે તો આરામ ની જરૂર છે તો એ આરામ કરે છે એને એવું લાગે તો 2 દિવસ આરામ કરવા દેજે ને."
પ્રેમ ના મમ્મી: "( અકળાય ને) પ્રેમ જો બેટા આ કુદરતી પ્રક્રિયા છે બધા ને માસિક આવે જ છે મારે પણ આવતું મને તો કોઈ દિવસ કોઈ તકલીફ નથી પડી અને મે આવું સાંભળ્યું પણ નથી કે કોઈ ને તકલીફ પડે એ શું નવી નવાઇ ની માસિક મા આવી છે કે આવા બધા નખરા કરે છે જા તું સમજાવ એને."
પ્રેમ : "હા મમ્મી વાત કરી જોવું."
પ્રેમ ના મમ્મી: "વાત શું કરવાની સમજાવી જ દે કે આવા બધા નાટકો નહિ ચાલે એ ઢોંગ કરે છે ખોટા"
પ્રેમ: "મમ્મી આવું ના બોલો તમે એને સારું હોય ત્યારે તો કામ કરે તો છે એ કરી શકે એટલું એ તમે નથી જોતા અને 2 દિવસ ના કામ માટે એને હેરાન કરો છો."
પ્રેમ ના મમ્મી: "(રોતા રોતા) હા તું એની બાજુ જ રેહજે હો ને અમે તો હવે તને દેખાવા ના જ નથી ને એ એક ને જ થોડી માસિક આવે છે અને તું પણ માથે ચડાવે છો એને ખોટી."
( આ બધી વાત સાંભળી ને પ્રિયા રૂમ માથી કંઈ ખબર જ ન હોય એમ અવાજ સાંભળી ને બહાર આવે છે અને કામ કરવા લાગે છે આ જોઈ ને સમજુ પ્રેમ ને દુઃખ થાય છે કે હું મારી જવાબદારી એ લાવેલી પત્ની ને 2 દિવસ નો આરામ પણ નથી આપી શકતો અને લગ્ન મા મે વચન આપ્યું હતું કે તને કોઈ તકલીફ બને ત્યાં સુધી નહિ થવા દઉં પ્રેમ મન મા વિચારે છે પ્રિયા કેટલી સારી છે મારે સાંભળવું ન પડે માટે બહાર આવી ને એને તકલીફ પડતી હોવા છતાં કામ કરે છે અને એ હતાશ થઇ ને રૂમ મા જતો રહે છે થોડી વાર પછી પ્રિયા આવે છે ચા લઇ ને)
પ્રિયા: "એ પ્રેમ તું હજુ નાહવા નથી ગયો જા તું નાહવા જા તારે મોડું થશે"
પ્રેમ: "પિયુ તે ખરેખર બહાર કંઈ સાંભળ્યું ન હતું કે પછી કંઈ બોલી નહિ..???"
પ્રિયા: "સાંભળ્યું હતું ને બધું જ પણ શું બોલું કે તને પણ એમ થતું હશે આને એક ને જ દુઃખે છે મમ્મી ને તો દુખાવો થતો ન હતો કેમ..??? આપણે ઝઘડો પણ માસિક ના લીધે થાય છે એ પણ તું માનીશ નહિ હું કહું છું મારું મગજ ખરાબ થઇ જાય છે હું એકલી છું એવું મેહસૂસ થાય મને મને કોઈ સાથ નથી આપતું એવું અનુભવું હું મને કોઈ સમજતું નથી કોઈ મને આરામ નથી કરવા દેતું એ વાતે ખૂબ દુઃખી થાવ તને મે ઘણા સમય થી કહ્યું છે ને તને પણ તું નથી માનતો સાચું કેમકે મમ્મી તને દર વખતે આવું બધું કહી ને ભુલાવી દે છે મમ્મીની વાત ખોટી નથી પણ એ ડોક્ટર પણ નથી ને તું વિચાર એકવાર તે આ બાબતમાં ડોક્ટર પાસે જઈને જાણવાની કોશિશ કરી લે મને લઇ ને જા તો તને કંઇક ખબર પડે ને પણ નહિ મમ્મી કે એ સાચું એમ ન હોય ને તું મને તો કોશિશ કર સમજવાની આ દુઃખે છે એના લીધે હું સુઈ પણ નથી શકતી ખબર જ છે તને અને તો પણ આ નાટક લાગે છે નાટક હોય તો તો આરામ થી સૂતી રહું ને પણ એ પણ નથી થતું ખેર તું નાહવા જા હું બહાર જાવ છું."
( પ્રેમ પ્રિયા ની વાત સાંભળી ને વિચારે છે 4 મહિના થયા લગ્ન ને અને લગ્ન પેહલા પણ બધું મને કહ્યું છે હું કેમ નથી સાંભળતો પિયુ નું એક વાર પણ હું શું ખાખ પ્રેમ કરું છું પિયુ ને દુઃખ તો દૂર નથી કરી શકતો અને સુખ આપુ છું પછી એ શું કામ સમજે મારી વાત ને હું એની આ એક વાત પણ નથી સમજી શક્યો તો માફ કરજે મને પિયુ આજે જ હું કોઈ સારા ડોક્ટર ને મળી ને બધું પૂછીશ પછી તને અને મમ્મી ને લઇ જઇશ તું સાચી હશે તો હો ને અને પછી પ્રેમ તૈયાર થઇ ને એક સારા ડોક્ટર પાસે જાય છે અને બધી વાત કરે છે પ્રિયા ની દરેક તકલીફ જણાવે છે..)
ડોક્ટર: "હા તો પ્રેમ સાહેબ તમારી પત્ની ને આ તકલીફ થાય છે આટલા સમય થી અને તમને એ કહેતા તો તમે કેમ ન સાંભળ્યું..?"
પ્રેમ : "સર એમાં એવું હતું મમ્મી મને કહેતા બેટા એવું કંઈ ન હોય એમ કરી ને વાત ટાળી દેતા એટલે હું નહોતો આવતો."
ડોક્ટર: "જોવો તમારા મમ્મી ની વાત સાચી છે પણ તમે તમારી જવાબદારી તો સમજો તમારી પત્ની છે એ અને આ બધું એને થાય એનું વ્યાજબી કારણ છે આજ નો ખોરાક આજ નો ખોરાક શુદ્ધ નથી હોતો એટલે મોટા ભાગ ની સ્ત્રી ને દુખાવા ની તકલીફ રહે છે અને આ કોમન વાત છે આનો એક જ ઈલાજ છે કે તમે એને એ દિવસો મા આરામ કરવા દો."
પ્રેમ: "પણ સાહેબ એનું મગજ પણ ખૂબ ખરાબ થઈ જાય છે આવા દિવસો મા કેમ...???"
ડોક્ટર: "કેમકે એ સમય માં એમને ઘણા વિચારો આવતા હોય છે એ બધી ન કરવાની વાત કરશે તમારી સાથે ગુસ્સા થી વાત કરશે કારણકે આ બધા ફેરફારો એની જાણ બહાર જ એના માસિક ચક્ર ને લીધે થતા હોય છે આ સમય દરમિયાન કે પેહલા આવું બધું બને છે અને એ સમય મા જો તમે ગુસ્સો કરશો તો એ ખૂબ ડરી જાય છે કેમકે એમની સ્થિતિ ખરાબ હોય તમે ગુસ્સો કરો તો એ તૂટી જાય છે અને ખરાબ વિચારો કરે છે એ સમય દરમિયાન એમને ખાસ પ્રેમ લાગણી અને હૂંફ ની જ હોય અને આરામ બસ એટલું કરી જોવો જો તરત જ એના સ્વભાવ મા પરિવર્તન દેખાશે તમને કેમકે એ સમય મા જો તમે સાથ નહિ આપો તો એ યાદ રાખશે કેમકે એ સમય એક સ્ત્રી નો એટલો ખરાબ સમય હોય જેમાં ખુદ ભગવાન એની પરિક્ષા કરતો હોય અને જો તમે પણ ખરાબ વર્તન કરો તો એટલું વિચારજો એ શું કરે કોની પાસે જાય પછી બધું રોવા મા કાઢે જે સ્ત્રી જલ્દી રોતી હોય ને એ સમજી લેજો આ બાબત થી જ તૂટી ગઈ હોય છે."
પ્રેમ: "ઓકે ડોક્ટર સાહેબ હું પ્રિયા ને અને મમ્મી ને લઇ આવીશ તમે મમ્મી ને સમજાવી આપજો ખૂબ ખૂબ આભાર..."
( આવી તો સમાજ મા કેટલી બધી પ્રિયા છે જે માસિકધર્મ મા ખૂબ જ હેરાન થાય છે પણ કોઈ વાત સમજવા કે સાંભળવા તૈયાર નથી હોતા મિત્રો મારે એટલું જ કહેવું છે કે તમે જો પૂરી વાત જાણતા ન હો ને તો પ્રિયા ની જેમ કોઈ ને હેરાન ન કરતા અને છોકરાઓ ને તો ખાસ કેહવા માંગુ છું કે કોઈ કંઈ સમજી ન શકો તો ડોક્ટર પાસે જાઓ ઘર ના ને ન પૂછો એ લોકો ડોક્ટર નથી એ લોકો પોતાના અનુભવો કહે છે અને દોસ્તો પત્ની ને અનુભવો થી નહિ પોતાની ક્ષમતા થી સાચવવાની હોય છે તમે બધા પ્રેમ બનવાની કોશિશ જરૂર કરજો)
( અસ્તુ)
