Swapnal Sheth

Children Drama Inspirational

1.9  

Swapnal Sheth

Children Drama Inspirational

મારૂં ગામડું

મારૂં ગામડું

3 mins
15.1K


ડબલ બેડનાં મખમલી ગાદલાં પર રઘુદાદા પડખાં ફેરવી રહ્યાં હતાં. શહેરમાં આવે મહીનો થવાં આવ્યો પણ રઘુદાદાને અહીં ગોઠતું જ ન્હોતું.

રઘુદાદાનાં દીકરા મોહનને શહેરમાં સરસ નોકરી મળી હતી, એટલે મોહન પરાણે રઘુદાદાને સમજાવી શહેરમાં લઇ આવ્યો હતો. મોહનની પત્ની મીરાં પણ મોર્ડન વિચારોની હતી. અને નોકરી કરતી હતી. રઘુદાદા જેમતેમ દિવસો કાઢતાં હતાં, એક દિવસ એમણે છોકરા વહું ની વાત સાંભળી, મીરાં કહી રહી હતી મોહનને કે આપણે હવે ગામડા નું ઘર, ખેતર, વાડી બધું વેચી દઈએ. આપણે તો હવે ગામડે જવાનાં નથી. એટલાં પૈસા છુટાં થાય.

એ રાત રઘુદાદાએ જેમ તેમ પસાર કરી. સવાર પડી અને મોહને બુમ પાડી બાપુજી... બે ત્રણ બુમ પાડી પણ કોઈ જવાબ નાં મળતા મોહને જોયું તો રઘુદાદા રૂમમાં ન્હોતા. મીરાં તેં બાપુજીને જોયાં. સવાર સવારમાં ક્યાં જતાં રહ્યાં?

મોહને બાપુજીનાં રૂમમાં જોયું તો સામાન પણ નહોતો, અચાનક મોહને ટેબલ પર પડેલી ચિઠ્ઠી જોઇ.

ચિઠ્ઠીમાં લખ્યું હતું :

બેટા મોહન તું અને તારો પરિવાર સુખી રહે હું બસ એટલું જ ઈચ્છું છું, પણ દીકરાં ઘડપણમાં મારો સથવારો મારૂં ઘર છે, તારી માં ની અસંખ્ય યાદો, તારું બાળપણ જોડાયેલું છે એ ઘર સાથે, મને મારું ઘર, મારી ગાયો, ભેંસો, મારી બકરીઓ બોલાવે છે. બેટાં, હું મારી ઘેર જવું છું. એ ઘરમાં તો મારો આત્મા વસેલો છે, હું એને વેચવાનું સપનાંમાં પણ નાં વિચારી શકું. તને ક્યારે પણ મારી જરૂર પડે કે પૈસાની જરૂર પડે તો મને કહી દેજે.

સુખી રહો.

ચીઠ્ઠી વાંચીને મોહને મીરાં સામે જોયું, મીરાં શું બોલે ??? ચાલ હવે જલ્દી કર, રામપુરની બસ પકડીએ જલ્દી.

રઘુદાદા આવ્યા.. રઘુદાદા આવ્યા..જેવો રઘુદાદા એ ગામમાં પગ મૂક્યો નથી કે બધા છોકરાં એમને વીંટળાઈ વળ્યાં. દાદા હવે અમને છોડીને નહીં જાવને ..તમારા વગર અમને કોઈ વાર્તા નથી કહેતું.

રઘુદાદા!! તમારા વગર આ રામપુર સાવ સુંનું થઈ ગયું હતું, રામજી બોલ્યો.

અલ્યા રામજી, તું મારા આંબાને સાચવે છે કે નહીં? મારી બોરડીનું ઝાડ.. મારી દાડમડી..મારી ભગરી ક્યાં છે? મારાં વગર સુકાઈ ગઈ લાગે છે. એ દૂધ આપે છે કે નહીં બરાબર?

બેં..બેં..બેં..બેં..અરે મારી વ્હાલી બકરીઓ ચિંતા ના કરશો હું તમને છોડીને હવે કયાંય નહીં જઉં.

રામજી સૌને ખબર આપી દે કે હું આવી ગયો છું, અને સૌને આમંત્રણ આપી દે કે આજે મારા આંગણે ભજન - કીર્તન કરીશું અને તારી વહુ મીઠી ને કહી દે કે ભીંડાનું ખાટું શાક, રોટલો અને ઘી-ગોળ, અને હા, આપડા ખેતરની શેરડી અને બોરડી..તો ખરી જ..બધી જ વ્યવસ્થા કરી દે.

કોઈ આપણાં આંગણે થી જમ્યા વગર પાછું ના જવું જોઈએ..

છલકાતી આંખોએ ગીત ગણગણતા રઘુદાદા લીમડાંનાં છાયામાં બેઠાં.

"આવજે મારે ગામ ને ખેતર...ધાન લનાં પાક લહેરાય જો...આવજે મારે ગામ ને કૂવે...મીઠાં પાણી નાં ઘડાં છલકાય જો...આવજે મારે ગામને ચોતરે...હરિનાં ગુણ ગવાય જો...

પાછળ આવી પહોંચેલાં મોહન અને મીરાં રઘુદાદા ને અવાક બનીને સાંભળી જ રહ્યાં. એક શબ્દ પણ બોલવાની હિંમત ના કરી શકયાં!

નીચા મોંઢે બસ સ્ટેશન ભણી ચાલવા લાગ્યા..


Rate this content
Log in

More gujarati story from Swapnal Sheth

Similar gujarati story from Children