STORYMIRROR

Hanny Modi

Children

3  

Hanny Modi

Children

મારું મનગમતું પક્ષી

મારું મનગમતું પક્ષી

1 min
16K


મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરનો અવાજ મીઠો હોય છે. તે કળા કરીને નાચે છે. તેણે રંગ બેરંગી સુંદર પીંછા હોય છે. મોર ખૂબ જ સુંદર પક્ષી છે.

મોર વરસાદ આવે અને વડાલા ગાજે ત્યારે ટેહુક ... ટેહુંક... એમ ગાય છે. તેને માથે એક સુંદર કલગી હોય છે. મોરને સરસ્વતી માતાનું વાહન કહેવામાં આવે છે. સાથે સાથે તે ભગવાન શિવ પર્વતીનાં પુત્ર અને ગણપતિના મોટાભાઈ કાર્તિકેયનું પણ વાહન છે. તે બધાને ગમતું પક્ષી છે.

મોર વરસાદમાં નાચે છે. તેણે ખેડૂતનો મિત્ર પણ કહેવામાં આવે છે. તે ખેતરમાં પાકને નુકશાન કરતાં ઉંદર અને બીજા અન્ય જંતુઓનો નાશ કરે છે. મોરના ઈંડા ખુબ જ સુંદર હોય છે. એટલે જ આપણા સમાજમાં એ કહેવત પણ છે.

કે ‘મોરના ઈંડાને ચીતરવા ના પડે'.


Rate this content
Log in

Similar gujarati story from Children