Manisha Dave

Children

3  

Manisha Dave

Children

મારી શાળા

મારી શાળા

1 min
8.1K


મારું નામ મનીષા છે. હું દિયોદર ગામમાં રહું છું. હું છઠ્ઠા ધોરણમાં ભણું છું. હું દિયોદર પ્રા.શાળામાં ભણવા જાઉં છું. મારી શાળા એ દિયોદરની એક મોટી શાળા છે. મારી શાળામાં ૧ થી ૮ ધોરણ ચાલે છે. દરેક ધોરણનાં અલગ અલગ વર્ગો પણ છે. મારો વર્ગ ધોરણ ૬ ક છે. મારા વર્ગમાં કુળ ૩૨ વિદ્યાર્થીઓ ભણે છે. અમારા વર્ગશિક્ષકનું નામ રમેશભાઈ છે. તે અમને ખુબ સારી રીતે ભણાવે છે. અમારી શાળામાં તાસ પદ્ધતિ ચાલે છે. બધા જ શિક્ષકો અમને સરસ ભણાવે છે.

અમારી શાળા ઘણી મોટી છે. શાળાના ઘણા બિલ્ડીંગ છે. શાળાનું એક મોટું મેદાન પણ છે. મેદાનમાં અમે દોડ, ખોખો, કબડ્ડી વગેરે રમત રમીએ છીએ. અમારી શાળાના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ સાહેબ છે. તે પણ અમારું ખુબ ધ્યાન રાખે છે. અમારી શાળામાં ભણવા માટે ‘જ્ઞાનમકુંજ’ પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટમાં અમને ઓડીઓ, વીડીઓ, લેપટોપ, પ્રોજેકટર અને ઇન્ટર-એક્ટીવ બોર્ડથી ભણાવવામા આવે છે. અમને અવનવું ઘણું જાણવા શીખવા મળે છે.

અમારી શાળામાં ભણતા બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. બધા બાળકો રીસેસમાં સાથે બેસીને ભોજન કરે છે. ભોજન પણ ગરમ અને સ્વાદિષ્ટ હોય છે. અમને શાળામાં ભણવાની, રમવાની અને જમવાની ખુબ જ મજા પડે છે.


Rate this content
Log in

More gujarati story from Manisha Dave

Similar gujarati story from Children