મારા અને મિત્રના પ્રયોગો
મારા અને મિત્રના પ્રયોગો
મારું નામ યશપાલ છે. હું બનાસકાંઠા જીલ્લાના દિયોદર ગામમાં રહું છુ. અને શાળા નંબર ૨માં સાતમાં ધોરણમાં ભણું છું. મારે એક મિત્ર છે. તેનું નામ શૈલેશ છે. તે પણ મારી સાથે ભણે છે. અમે બંને હમેશા સાથે જ રહીએ. અમને અવનવા પ્રયોગો અને અખતરા કરવાનું ખુબ ગમે. એક વખત અમે વેકેશનમાં સાથે રમતા હતા. રમતા રમતા અમને વિચાર આવ્યો કે ચાલો કોઈ રમકડું બનવઈએ. મને અને શૈલેશને ગાડી ખુબ ગમતી એટલે અમે ગાડી બનવાનું નક્કી કર્યું.
એ માટે અમે બંને બજારમાં ગયા. અને બજારમાંથી પૂંઠું, કાગળ, અને બીજી જોઈતી બધી જ વસ્તુ લઇ આવ્યા. અમે આખું વેકશન મહેનત કરી એક સરસ મજાની ગાડી પણ બનાવી. તેને સરસ મજાના ટાયર પણ લગાવ્યા. સરસ કાચ પણ લગાવ્યા. સરસ કલર પણ કર્યો.બસ હવે એક ગાડીનું સ્ટેરીંગ જ બાકી હતું. પણ આ સ્ટેરીંગ કેવી રીતે બને અને કેવી રીતે કામ કરે તે અમને સમજાતું નહિ.
એટલે હું અને શૈલેશ ગેરેજમાં ગયા. ગેરેજવાળા ભાઈને વિનંતી કરી. પણ તે ભાઈએ અમને કોઈ જાતની મદદ કરી નહિ. એટલામાં વેકેશન ખુલવા આવ્યું. મને અને શૈલેશને ખુબ જ અફસોસ થયો. આખું વેકશન મજુરી કરી. ગાડી પણ બની ગઇ. પણ તેમાં સ્ટેરીંગ કેમ કરી લાગવું તે ન આવડ્યું. પણ અમે હિંમત હારીએ તેમ ન હતા. અમે ગમે તેમ કરીને ગાડીનું સ્ટેરીંગ બનવાનું નક્કી કરી લીધું. એ માટે અમે છાનામાના છુપાઈને ગેરેજ જતાં. ત્યાં સંતાઈને ગેરેજવાળાભાઈ કેવી રીતે કામ કરે છે તે જોતા.
એમ જોતા જોતા અમને સ્ટેરીંગની આખી રચના ખબર પડી ગઇ. અને અમે બે મિત્રોએ એ જ રીતે આમારી નાની ગાડી માટે નાનું સ્ટેરીંગ બનાવ્યુ. અને અમે સફળ થયા. અમારી ગાડી પરફેક્ટ ચાલવા લાગી. અમારી ખુશીનો પાર ના રહ્યો. વેકેશન ખુલ્યું એટેલ થોડાક જ દિવસોમાં વિજ્ઞાન મેળો આવ્યો. અમે અમારી ગાડીને વિજ્ઞાનમેળામાં કૃતિ તરીકે મૂકી. અને નિર્ણાયકોને મારી જાતે બનાવેલી કૃતિ ખુબ જ પસંદ આવી અને અમને વિજેતા જાહેર કરવામાં આવ્યા.
એટલે જ કહ્યું છે ને કે, 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને મન મુકીને કામ કરો તો સફળતા મળે જ છે.'
