મા નો પ્રેમ
મા નો પ્રેમ
એ છેલ્લા પંદર વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો. મમતાએ બાળકને જન્મ આપ્યો પરંતુ એ સમય ઝાઝો ટક્યો નહી. એ સમય પણ અવર્ણનીય હતો. એકબાજુ વર્ષો પછી ખુશીનો માહોલ હતો. મમતા પોતાના બાળકને ખુબ જ વહાલથી ચૂમી રહી હતી પણ તેને ક્યાં ખબર હતી કે તેના બાળક સાથેની છેલ્લી મુલાકાત છે. જેવું તેનું બાળક તેના હાથમાં આવે છે ને ખુશીના માર્યું મમતાનું હૃદય ધબકારા લેવાનું ચૂકી ગયું.
