લગ્નની વાત
લગ્નની વાત
હું ગઈકાલે રાત્રે આમંત્રણ વગર મસ્ત તૈયાર થઈ એક મેરેજના રીસેપ્શનમાં ઘુસી ગયો. જેવો અંદર ગયો ત્યાં જ કન્યા પક્ષવાળા સામે આવી ગયા અને મને પૂછ્યું કે તમે કયા પક્ષમાં ?
વળી બાજુમાં જ વર પક્ષવાળા હતા તો તેમણે પણ મને પૂછ્યું કે તમે કયા પક્ષમાં છો ?
મનમાં થયું આ તો સલવાણા...પણ જરાપણ ગભરાયા વિના હું મારી આજુબાજુમા ઊભેલા માણસોને ગણવાનું ચાલુ કરી દીધુ.. પછી બધાયે મને પ્રેમથી પૂછ્યું તમે કોણ છો ? અને માણસો કેમ ગણો છો ?
મે બિન્દાસ કહી દીધુ કે ગવરમેન્ટમાંથી આવું છું અને મારે ચેક કરવાનું છે તમે કેટલા લોકોને ભેગા કર્યા છે ?
તરત જ મારા માટે ખુરશી આવી ગઈ અને મને સાહેબ બેસો બેસો કહી બેસાડ્યો અને પ્રેમથી જમાડ્યો અને કોઈને ખબર ના પડે તેવી રીતે રૂપિયા 11000/ નું કવર આપી મને વિદાય કર્યો.
સીધુ પડી ગયું બાકી જો ઊંધુ પડ્યું હોત તો 108 માં જાત.
