Payal Luhar

Children Inspirational

3  

Payal Luhar

Children Inspirational

લાલચુ દુકાનદાર

લાલચુ દુકાનદાર

2 mins
7K


એક નાનું પણ સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં અનેક જાતિના લોકો રહેતા હતા. દરેક જણ પોતાના વ્યવસાય મુજબ કામ ધંધો કરતુ અને ગુજરાન ચલાવતું હતું. આ ગામના મોટાભાગના લોકો ખેતી કરતાં હતા. અને મોટભાગના લોકો અભણ પણ હતા. કોઈને વાંચતા લખતા કે ગણતરી કરતાં આવડતું નહિ.

ગામમાં એક નાનકડું બજાર પણ હતું. જ્યાં બધી જાતની ચીજ વસ્તુઓ માટેની દુકાનો આવેલી હતી. જેમાં એક વાણીયાની દુકાન હતી. આ વાણીયો ખેડૂતો પાસેથી અનાજ લેતો અને બદલામા જીવન જરૂરી ચીજ વસ્તુઓ અથવા પૈસા આપતો. પણ આ વાણીયો ખુબ જ લુચ્ચો અને લાલચી હતો. તે ખેડૂતોના અભણ હોવાનો ફાયદો ઉઠાવતો. અને તોલમાપ કરવામાં અને પૈસા ગણવામાં અભણ ખેડૂતોને છેતરતો.

આ ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો. તે પ્રમાણમાં ગરીબા હતો. પણ ઈમાનદાર હતો. આ ખેડૂતને બે દીકરીઓ ભણવામાં ખુબ જ હોંશિયાર હતી. એકનું નામ સંજુ અને બીજીનું નામ મંજુ. તેમને ભણવું ખુબ જ ગમતું. તે શાળામાં ખુબ જ મન લગાવીને ભણતીહતી. દિવસે શાળામાં શિક્ષકે જે ભણાવ્યું હોય તે બધું ઘરે આવીને પાકું કરતી. તેના પિતા પણ દીકરીઓને ભણવવામાં ખુબ મદદ કરતા. તેમને જોઈતી બધી ચીજ વસ્તુ લાવી આપતા.

હવે એક વખત શાળામાં શિક્ષિકા બહેને સંજુ-મંજુને ગણિતમાં ગુણાકારના દાખલા શીખવાડ્યા હતા. જેમાં કેટલા મણ અનાજ હોય અને કેટલો ભાવ હોય, તો કેટલા પૈસા મળે તેવી ગણતરી આવતી હતી. એટલે તેને આવા દાખલા પાકા કરવા માટે તેના પિતાને પૂછ્યું, ‘પિતાજી આપણે કેટલા મન અનાજ થયું ? એક મણનો કેટલો ભાવ હતો ? આપણને કુલ કેટલા પૈસા મળ્યા ?’ ખેડૂતે વાણીયા તરફથી મળેલો બધો હિસાબ દીકરીને બતાવ્યો.

પણ વાણિયાનો હિસાબ અને સંજુ મંજુનો હિસાન મેળ ખાતો ના હતો. શિક્ષિકા બહેને શીખવાડેલી ગણતરી મુજબ તેમના પિતાના અનાજના વધુ પૈસા થતા હતા. જયારે વાણીયાએ ઓછ પૈસા આપ્યા હતા. એટલે સંજુ-મંજુ એ ગણતરી લઈને શાળામાં શિક્ષિકાબેન પાસે ગયાને કહ્યું, ‘બેન અમારે આ દાખલા ગણવામાં ભૂલ આવે છે. દુકાનદાર અને અમારો હિસાબ સરખો આવતો નથી.

પછી શિક્ષિકાબેને વાણીયાની હિસાબની ચિઠ્ઠી જોઈ. તો એમને ખબર પડી કે સંજુ-મંજુનો હિસાબ સાચો હતો. અને વાણીયાએ ખોટો હિસાબ કરી સંજુ મંજુના પિતાને છેતર્યા હતા. અને વાણીયાએ એમનો અભણ હોવાનો લાભ લઇ ઓછ પૈસા આપ્યા હતા. પછી શિક્ષિકાબેને સંજુ મમંજુના પિતાને શાળામાં બોલાવ્યા. અને એમને લઈને વાણીયની દુકાને ગયા. ખેડૂતની સાથે બેનને આવેલા જોઇને વાણીયો તો ગભરાઈ ગયો. તે સમજી ગયો કે તેની ચોરી પકડાઈ ગઈ છે.

પછી તે ભૂલ થઇ ગઈ એવું નાટક કરી પોતાની ચોરી છુપાવવા લાગ્યો. પણ બેને બધો હિસાબ ફરીથી કરાવી સંજુ-મંજુના પિતાને પુરા પૈસા અપાવ્યા. એટલું જ નહિ, સંજુ-મંજુની હોંશિયારી બદલ શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં બંને બહેનોનું સન્માન પણ કર્યું.

આમ જીવનના વ્યવહારો ચલવવા માટે ભણતર ખુબ જ જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Children